પગની આંગળીઓ પણ જણાવે છે ગુઢ રહસ્યો, જાણો તમારી આંગળીઓ શું કહે છે?

💅 મિત્રો તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ વાત બિલકુલ સત્ય છે કે આપણા શરીરની બનાવટ પણ આપણા સ્વભાવ વિશે ઘણું બધું કહે છે. આપણે ઘણા વ્યક્તિઓને મળતા હોઈએ છીએ પરંતુ આપણને તે વ્યક્તિ બહારથી તો વ્યવસ્થિત દેખાય છે પરંતુ હકીકતમાં તે કેવો છે તેનું અનુમાન લગાવી શકતા નથી. પરંતુ શરીરની અમુક બનાવટને જોઇને આપણે તેના મનમાં શું ચાલે છે તેમજ તેમનો સ્વભાવ હકીકતમાં કેવો છે તેના વિશે પણ જાણી શકીએ છીએ.

તો તેવી જ રીતે આપણે કોઈ પણ વ્યક્તિના પગની આંગળીઓથી પણ તેના સ્વભાવ વિશે અનુમાન લગાવી શકીએ છીએ. તો ચાલો જાણીએ તમારા પગની આંગળીઓ તમારા વિશે શું કહે છે.જે લોકોના પગનો અંગુઠો મોટો હોય અને બાકીની બધી આંગળીઓ નાની અને એક સમાન હોય તે લોકોનો સ્વભાવ ખુબ શાંત હોય છે અને તેઓ દરેક કાર્યને ખુબ શાંતિ પૂર્વક પૂર્ણ કરવાનું પસંદ કરે છે. આવા લોકો ખુબ જ ધૈર્યવાન હોય છે અને કોઈ પણ કાર્યને કરવામાં ઉતાવળ નથી કરતા. આ લોકોને કોઈ પણ વાદ વિવાદોમાં પડવું પસંદ નથી હોતું અને પ્રેમની બાબતમાં પણ આ લોકો ખુબ ગંભીર સ્વભાવના હોય છે. એક વાર કોઈના પ્રેમમાં પડી જાય તો પછી આખી જિંદગી તેનો સાથ નિભાવે છે.

જે લોકોના પગની બધી આંગળીઓ ઉતરતા ક્રમમાં હોય તે લોકો ખુબ જ ડોમિનેટિંગ સ્વભાવના હોય છે. લોકો પર પોતાનું વર્ચસ્વ દેખાડવું તે તેમના સ્વભાવમાં હોય છે. તેઓ એવું જ ઈચ્છતા હોય છે કે દરેક જગ્યાએ તેમને માન સમ્માન મળે અને લોકો તેની ખુબ રીસ્પેક્ટ કરે. આવા લોકોને ગુસ્સો પણ ખુબ જલ્દી આવી જતો હોય છે. જ્યારે તેના કહ્યા પ્રમાણે કોઈ કામ ન થાય ત્યારે તેમને ખુબ ગુસ્સો આવે છે. આ લોકો પોતાના સ્વભાવના કારણે પોતાના સાથી પર પણ હાવી રહે છે અને માત્ર પોતાનું ધાર્યું જ કરે છે.

હવે તે લોકો વિશે જાણીએ કે જેના પગની અંગુઠાની બરાબરની બંને આંગળીઓ એક સમાન હોય. આ લોકો ખુબ જ મહેનતુ હોય છે. આ લોકો જે પણ કરે છે તે પુરા દિલથી કરે છે અને પોતાની બધી મહેનત તે કાર્યમાં લગાવી દેતા હોય છે. તેઓ પોતાની જવાબદારી ખુબ સારી રીતે નિભાવે છે માટે તેઓ તેમના પરિવારના ફેવરીટ હોય છે. આ લોકો બીજાના કામના પણ વખાણ કરે છે અને બીજા વ્યક્તિઓ દ્વારા કરાયેલી મહેનતની પણ કદર કરે છે.

હવે જાણીએ એવા લોકો વિશે જેના પગના અંગુઠા પછીની આંગળી સૌથી મોટી હોય છે. આ લોકો અન્ય લોકોની તુલનામાં ખુબ સર્જનાત્મક હોય છે. અને તેઓ પોતાના કામને ખુબ જ અલગ ઢંગથી કરવાનું પસંદ કરે છે. જીવનને લઈને તેમનો દ્રષ્ટિકોણ ખુબ જ અલગ હોય છે તેથી તેઓ પોતાની લાઈફનું પ્લાનીંગ પણ અલગ જ ઢંગથી કરે છે. પરિવાર પાસેથી તેમને ખુબ પ્રેમ મળે છે અને લોકો સાથે તેઓ હળીમળીને રહે છે.

તો આ વાત જણાવે છે તમારા સ્વભાવ વિશે તમારા પગની આંગળીઓ. તમે કોઈ પણ વ્યક્તિને મળો અને તમને તેનો સ્વભાવ જાણવાની ઈચ્છા થાય તો જરા તેમની પગની આંગળીઓ તરફ જોઈ લેવું.

તમે પણ કોમેન્ટ કરીને જણાવો કે તમારા પગની આંગળીઓ કેવી છે અને તમારા વિશે આ અનુમાન કેટલું સાચું પડ્યું તે પણ.તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
Image Source: Google

Leave a Comment