લોકલાડીલા ગીતાબેન રબારી ગંભીર બિમારીની ઝપેટમાં, રિપોર્ટ પણ આવ્યા પોઝિટિવ. જાણો કઈ બીમારી થઈ

ગુજરાતની વાત આવે ત્યારે તેમાં કલાકારોની યાદ અચૂક આવી જાય, ગુજરાતમાં લોકડાયરા, ગરબા, ભજનો, સંતવાણીઓ તેમજ અન્ય કેટલીક જગ્યાએ કલાકારો પોતાનો સુર રેલાવતા હોય છે. તેમાં પણ જેટલા કલાકારો પુરુષ છે તેની સામે વર્તમાનમાં ઘણા સ્ત્રી કલાકારો પણ પોતાનો સુર રેલાવે છે. આવા જ સ્ત્રી કલાકારોમાં અમુક નામો એવા છે જે દરેક ગુજરાતીઓની જીભે રમે છે અને ગુજરાતીઓ તો શું વિદેશમાં રહેતા લોકો પણ તેમના એટલા જ પ્રશંસકો છે. આવા ટોચના સ્ત્રી કલાકારોમાં ગીતાબેન રબારીનું નામ ઘણું જ પ્રખ્યાત છે. ગીતાબેન રબારીના ફેંન્સ ગુજરાતના દરેક શહેરોમાં અને દરેક ગામડે છે, ટૂંકમાં ઘરે ઘરમાં તેમનું નામ જાણીતું છે. “રોણા શેરમાં રે” એ ગીત માટે તેમને એવોર્ડ પણ મળેલા છે, તેમજ અન્ય ગીતો માટે એવોર્ડ પણ મળેલા છે.

તો આ ફેમસ લોકલાડીલી ગાયિકા એવા ગીતાબેન રબારી હાલમાં એક ગંભીર બીમારીની ઝપેટમાં આવી ગયા છે અને તેનો રીપોર્ટ કરાવતા તે પોઝીટીવ આવ્યો છે તેનાથી ગુજરાતભરમાં તેના ચાહકો અને સંગીત પ્રેમીઓને એક ઝટકો લાગ્યો છે.  વિસ્તારથી વાત કરીએ ગીતાબેન રબારીને થયેલી બીમારીની તો, હાલમાં સોમાચાએ વિદાઈ લીધી છે પણ જે પાછળથી થયેલા ઝાપટાના લીધે ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ વરસ્યો હતો અને તેના કારણે ગુજરાતમાં રોગચાળો પણ ખુબ જ વધેલો. ગુજરાતમાં હાલ તે રોગચાળાને લીધે વાઈરલ ફીવર, કોન્ગો ફીવર, ડેન્ગ્યું, મલેરિયા, ટાઈફોઈડ જેવા તાવ અને અન્ય કેટલીક બીમારીઓ ખુબ ફાટી નીકળી છે. જેના કારણે હોસ્પિટલોમાં મેળાનો માહોલ થઇ ગયો છે. જ્યાં જુઓ ત્યાં હોસ્પિટલોમાં બેડ ફૂલ થઇ ગયા છે. તો આવી જ બીમારીની ઝપેટમાં ગીતાબેન રબારી પણ આવી ગયા છે. સુત્રોથી મળેલા સમાચાર મુજબ ગીતાબેન રબારી ખતરનાક તાવ ડેન્ગ્યુના શિકાર બની ગયા ના સમાચાર મળેલા છે. ગીતાબેન રબારીને પહેલા તો 2 દિવસ જેટલા સમયથી સામાન્ય તાવ આવતો હતો પણ,  તેમને હોસ્પીટલમાં એડમીટ પણ કરાયા હતા, અને હોસ્પીટલમાં ફરી રીપોર્ટ કરાવતા તે તાવ સામાન્યને બદલે ડેન્ગ્યું તાવ હોવાનું રીપોર્ટમાં આવેલું. રીપોર્ટમાં ડેન્ગ્યું તાવ પોઝીટીવ આવ્યો હતો. આ સમાચાર મળતા જ ગુજરાત બહારના ગીતાબેન રબારીના ચાહકોમાં નિરાશા વ્યાપી ગઈ હતી, અને હાલમાં પણ ગીતાબેન રબારી હોસ્પીટલમાં ડોકટરોની સારવાર હેઠળ હોસ્પીટલમાં એડમીટ જ છે. ગુજરાતમાં રોગચાળો હાલમાં ઘણો ફેલાઈ ગયો હતો, અને ઘણી જગ્યાએ એવા પણ સમાચાર મળી રહ્યા છે કે દર્દીઓની સાથે સાથે ડોકટરો પણ ડેન્ગ્યુની ઝપેટમાં આવી રહ્યા છે, વિચારોકે સામાન્ય જનતામાં રોગચાળાની શું અસર થઇ હશે? આ દરમીયાન સરકાર સામે એ પણ સવાલ ઉભો થઇ રહ્યો છે કે ફટાફટ ઝડપથી ફેલાતા રોગચાળાને કાબુમાં લેવા શા પગલા લેવાઈ રહ્યા છે?

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment