જાણો ગર્ભમાં રહેલું બાળક લાત શા માટે મારે છે, ખુબ જ ઓછા લોકો જાણે છે તેના કારણો.

લગભગ લોકોને લગ્નજીવન જીવવાની ઈચ્છા હોય જ છે. કેમ કે માણસનું જીવન સંસારમાં ન આવે ત્યાં સુધી અધૂરું માનવામાં આવે છે. કેમ કે સંસાર જીવનનો સૌથી અને મહત્વનો ભાગ માનવામાં આવે છે.  પરંતુ એક સ્ત્રી માટે પોતાનું સ્ત્રીત્વ ત્યારે સફળ માનવામાં આવે છે જ્યારે તે માતા બને. કોઈ પણ મહિલા હોય તેના માટે માતા બનવું ખુબ જ મહત્વનું માનવામાં આવે છે. વિશ્વ આખાના અનુભવ અને એક સ્ત્રી માટે માતા બાનાવાનો અનુભવ કંઈક અલગ જ હોય છે.

જ્યારે એક સ્ત્રી માતા બનવાની હોય છે ત્યારે એક અલગ જ અનુભવમાંથી તેને પસાર થવું પડતું હોય છે. કેમ કે નવ મહિના સુધી માતા બાળકને પહેલા ગર્ભમાં મોટું કરે છે. પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન માતાને ઉદરમાં રહેલા બાળકના નવા નવા અનુભવો થતા હોય છે. બાળક ગર્ભમાં જેમ જેમ મોટું થવા લાગે તેમ તેમ ઉદરમાં થોડું હલનચલન પણ કરતુ હોય છે. તો આજે અમે તમને જણાવશું કે બાળક માતાના ગર્ભમાં રહીને ઘણી વાર લાત મારતું હોય છે. તો તેની પાછળનું શું રહસ્ય છે તેના વિશે આજે અમે તમને જણાવશું.

જ્યારે બાળક ગર્ભમાં મોટું થવા લાગે ત્યારે ઉદરમાં જ તે કિક મારતું હોય છે એટલે કે માતાને એવો અનુભવ થાય કે બાળક પેટમાં હળવી લાત મારે છે. તો આવું આપણે ઘણી ફિલ્મોમાં પણ જોયું હશે. ખાસ જણાવી દઈએ કે 3 ઈડિયટ્સ ફિલ્મમાં આ સીન બતાવવામાં આવે છે. પરંતુ આવું શા માટે બને છે તે લગભગ લોકોને જાણ નથી હોતી. તો તેના સાચા કારણ આજે અમે તમને જણાવશું. તો આજે એ જાણો આ લેખમાં વિશેષ માહિતી.

તેમાં  સૌથી પહેલા છે પરિવર્તન :  જો વાતાવરણમાં કોઈ ફેરફાર આવે ત્યારે બાળકને પણ માતાના ઉદરમાં અનુભવાય છે. જેના કારણે બાળક પણ તેની પ્રતિક્રિયા આપે છે. જેના કારણે તે ઉદરમાં જ હલનચલન કરે છે અને લાત મારે છે. ત્યાર બાદ બહારથી કોઈ અવાજ આવે અથવા તો માતાને ભોજનની ઈચ્છા થાય ત્યારે પણ બાળક આ રીતે સંકેત આપે છે. પરંતુ ખાસ તો કોઈ સામાન્ય સ્થિતિમાંથી અન્ય સ્થિતિમાં માતા પરિવર્તન પામે તો બાળક તેનો સંકેત આપે છે.

ત્યાર બાદ શરીર વધવું : ગર્ભાવસ્થા દરમિયાન લગભગ 36 અઠવાડિયા બાદ બાળકના શરીરનો માપદંડ માતાના ઉદરમાં વધવા લાગે છે. અને આ કારણે જ બાળક વધારે શરીરમાં હલનચલન કરી શકતું નથી. તો તેવા સમયે પણ બાળક ગર્ભમાં પ્રતિક્રિયા આપે છે. ઓછી લાતનો સંકેત : ઘણા લોકો નિયમિત ગર્ભાવસ્થા દરમિયાન ડોક્ટર પાસે જતા હોય, તો ડોક્ટર દ્વારા તે સગર્ભાને પૂછવામાં આવતું હોય છે. ગર્ભાવસ્થાના લગભગ 28 અઠવાડિયા બાદ ડોક્ટર બનનારી માતાને પૂછતા હોય છે કે, દિવસમાં બાળક લાત મારીને કેટલી વાર પ્રતિક્રિયા આપે છે ? પરંતુ જો બાળક ઓછી લાત અથવા પ્રતિક્રિયા આપતું હોય તો, બાળકને ઓક્સીજન બરાબર પ્રમાણમાં ન મળતું હોય અથવા તો તેનું શુગરનું સ્તર પણ અલ્પ હોય શકે.

વિકાસનો સંકેત : ગર્ભમાં રહેલું બાળક જો વધારે લાત મારતું હોય તો તેનો એક એવો પણ સંકેત છે કે, બાળક સંપૂર્ણ રીતે સક્રિય છે. અથવા પોતાના બધા જ અંગોને ગર્ભમાં ફેલાવતું હોય છે. ત્યારે માતાને પેટમાં બાળક લાત મારતું હોય તેવો અનુભવ થતો હોય છે. જો માતા જ્યારે સુવે ત્યારે વધારે લાત મારતું હોય તો તેનો મતલબ છે કે, માતાના શરીરમાં રક્ત પરિભ્રમણ વધે જેના કારણે બલાકને કદાચ તકલીફ પણ અનુભવાતી હોય છે. પરંતુ બાળકનું લાત મારવું તે તેના વિકાસને પણ દર્શાવે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment