આપણે ત્યાં કાન વીંધવાની એક પરંપરા ચાલી આવે છે. સામાન્ય રીતે આપણે કાન વિન્ધાવા બહાર જઈએ છીએ. જેમાં સમય ની સાથે પૈસા પણ થાય છે. પણ તમે ઘરે પણ સરળતાથી કાનને વીંધી શકો છો. બસ તેના માટે તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે. જયારે તમે આ પધ્ધતિ થી કાન વિન્ધાશો તો તમને દુખાવો પણ નથી થતો. ચાલો તો આપણે આ રીત વિશે જાણી લઈએ.
કાનમાં સુંદર અને સ્ટાઇલિશ બુટ્ટી પહેરી હોય, તો આખા લુકનું અટ્રેક્શન લેવલ ડબલ થઈ જાય છે. તે માટે તમે ચાહો તો ચોટાડવાના ઇયરિંગ્સ પહેરી શકો છો, પરંતુ એ વાત અલગ છે કે, તેના સારા વિકલ્પ ખૂબ ઓછા મળે છે. તેમજ જો કાનમાં પ્રોપર ઈયર પિયર્સિંગ હોય, તો ઓપ્શન ડબલ શું કેટલાય ગણા વધી જાય છે. કાન કેવી રીતે વીંધાવાય છે? જો તમે પણ તેના વિશે વિચારી રહ્યા હોય, તો એ જાણી લો કે મોટા ભાગના લોકો તેના માટે માર્કેટમાં કોઈ પિયર્સિંગ શોપ પર જાય છે અથવા પછી ઝવેરી પાસે. આ બંને જગ્યાએ આ કામ કરવામાં આવે છે. જોકે, કાનને ઘરે જ વીંધી શકાય છે અને તેને એકલા જ કરી શકાય છે.ઘરે કાન કેવી રીતે વીંધવા?:- તેના માટે સૌથી પહેલા થોડા સામાનની જરૂરિયાત રહેશે. તે તમને સરળતાથી માર્કેટમાં અથવા પછી ઓનલાઈન મળી જશે. હોલો નીડલ (એવી સોઈ જે અંદરથી ખોખલી હોય), રૂ, એલ્કોહોલ , મીણબત્તી અને બાકસ, એક પેન કે માર્કર, રબર.
શરૂઆતના સ્ટેપ્સ:- સૌથી પહેલા એક અરીસા સામે ઊભા રહી જાવ અને બંને કાનના ઇયરબોલ પોર્શન પર પેનથી વચ્ચે નિશાન બનાવી લો. ધ્યાન રહે કે તે વચ્ચે જ બને. વધારે ઉપર કે નીચે માર્ક ન કરવું. હવે મીણબત્તીને સળગાવો અને તેની આગમાં નીડલને તપાવો. તેને ત્યાં સુધી તપવા દો જ્યાં સુધી તે લાલ ન થઈ જાય. આ રીત તેને સ્ટારલાઇઝ કરી દે છે. કાનને આલ્કોહોલથી ક્લીન કરી લો. અને તેને સરખી રીતે સુકાઈ જવા દો. કાણું પાડવાની રીત:- જે જગ્યાએ કાણું પાડવાનું હોય, તેની પાછળના ભાગ પર રબર રાખો. હવે સ્ટારલાઇઝ કરવામાં આવેલ નીડલને લો અને માર્ક કરેલ જગ્યાએ અંદરની બાજુ નાખો. તેમાં શરૂઆતમાં દુખાવો થાય છે, પરંતુ ત્વચામાં અંદરની બાજુ પ્રેસ કરતાં કાણું પાડવું. અડધી છોડીને પછી આખી પ્રક્રિયા કરવી તે વધારે મુશ્કેલી પડશે. નીડલ જેવી રબરને અડકે, તેનો મતલબ કે ઈયર પિયર્સિંગ થઈ ગયું છે.
પછી શું કરવું:- બંને ઈયરલોબ પર કાણું પડી ગયા પછી તેને ફરિથી સાફ કરો જેથી કોઈ ઇન્ફેક્શન ન થાય. ત્યાર બાદ પાતળી ડાંડી અને હળવા વજન વાળા ઇયરિંગ્સ પહેરવા. તમારી પાસે જો પેચ વાળા ટોપ્સ હોય તો સારું રહેશે.
સાવધાની:- તે ધ્યાન રાખવું કે, ઘરે ઈયરલોબ પર કાણું પાડવું રિસ્કી થઈ શકે છે. સરખી રીતે સ્ટારલાઇઝેશન, સાફ-સફાઈ અને આખી પ્રોસેસનું ધ્યાન ન રાખવાથી સ્કીન પાકી શકે છે. તેનાથી લોહી કે પાસ નીકળી શકે છે. જો જરા પણ કાંઇ થતું દેખાય તો તરત જ ડોક્ટરને દેખાડવું. જો તમારી આસપાસ પિયર્સિંગ એક્સપર્ટ હોય તો તેના વિકલ્પને પસંદ કરવાથી અચકાવું નહીં. આમ તમે અહી આપેલ સરળ સ્ટેપને ફોલો કરીને ઘરે કાન વીંધી શકો છો. પણ તેના માટે સાવધાની રાખવી જરૂરી છે. તેમજ જો તમને તેનાથી કોઈ ઈફેક્ટ જેવું દેખાય તો તરત જ ડોકટરનો સંપર્ક કરવો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી