આ બોલ્ડ અભિનેત્રીને એક સમયે ધોની પર હતી ફિદા, આટલો સમય ચાલ્યું હતું અફેર પછી થયું કંઈક આવું કે…

ક્રિકેટર એમ.એસ. ધોની સાથેના અફેરના સમાચારોના કારણે ચર્ચામાં આવી ચૂકેલી અભિનેત્રી રાય લક્ષ્મી 32 વર્ષની થઈ ગઈ છે. તેનો જન્મ 5 મે 1989 માં કર્ણાટકમાં થયો હતો. રાય લક્ષ્મી 2005 માં તમિલ ફિલ્મ ‘કરકા કસાદરા’ માંથી ડબ્યું કર્યું હતું. લક્ષ્મીએ બોલીવુડ મૂવી ‘જુલી 2’ માં પણ કામ કર્યું હતું. આ ફિલ્મની અંદર તેણે બોલ્ડ અભિનય કર્યો હતો, તેના કારણે તે ખુબ જ ચર્ચામાં આવતી હતી.

આમ, તો લક્ષ્મીને તેની પ્રોફ્રેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફના કારણે ઓળખવામાં આવે છે. ખાસ કરીને એક વાર ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની અને લક્ષ્મીના અફેર વિશે પણ સમાચારોમાં આવી રહ્યું હતું.  આ સિવાય 2008 માં આઇપીએલ દરમિયાન લક્ષ્મી અને ધોનીની ડેટિંગના સમાચાર પણ આવી રહ્યા હતા. કહેવામાં આવે છે કે, રાય લક્ષ્મી એક સમયે ધોની પર ફીદા હતી, પરંતુ પછી આ બંનેના રસ્તા અલગ થઈ ગયા.જ્યારે ધોનીની બાયોપિક ‘એમએસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી’ શરૂ થઈ ત્યારે પણ રાય લક્ષ્મી એકદમ નર્વસ હતી. તેણે એવું લાગતું હતું કે ધોનીની સાથે તેની રિલેશનશિપને પણ ફિલ્મમાં શામિલ ન કરી લે. જો, કે, બાયોપિકમાં લક્ષ્મીનો અભિનય કરવામાં નથી આવ્યો, તેમજ ન તો, આ અફેર વિશે લોકોને વધારે ખબર છે.

2016 માં એક ઈન્ટરવ્યૂમાં લક્ષ્મીએ કહ્યું હતું કે, હું પણ હેરાન છું કે લોકો મારા ભૂતકાળની વાતો કરી રહ્યા છે, જ્યારે હું અને ધોની બંને વધારે આગળ જઈ ચુક્યા છીએ. જો કે એવું લાગી રહ્યું છે કે, કેટલાક લોકો હજી ત્યાં જ અટકેલાં છે, આ વાત વિત્યાને 8 વર્ષ થઈ ચૂકયા છે.

લક્ષ્મીનું કહેવું છે કે, હું તે સમયે ટીમ(ચેન્નઈ સુપરકિંગ)ની બ્રાન્ડ એમ્બેસેડર હતી. તેણે પણ આ ટીમમાં ભાગ લીધો હોવાથી, અમે એક વર્ષ કરતાં પણ ઓછા સાથે હતા. અમે ક્યારેય એકબીજા માટે કોઈ પણ પ્રકારની પ્રતિબધ્ધતા નથી કરી અને લગ્નજીવન વિશે ક્યારેય પણ વિચાર્યું પણ નથી. એટલા માટે મને હજુ પણ સમજમાં નથી આવતું કે લોકો આ બધી વાતો શું કામ કરી રહ્યા છે.થોડા વર્ષો પહેલા એક અંગ્રેજી સમાચારમાં વાત કરતાં વખતે લક્ષ્મીએ કહ્યું હતું કે, આજે એટલો સમય જતો રહ્યો, પણ જ્યારે પણ ધોનીની વાત આવે છે, તો મારું પણ નામ લેવામાં આવે છે.’ આજે પણ અમારા અફેરની વાતો ઉડાડવામાં આવે છે. હું આ પ્રકારની અટકળોને ધિક્કારું છું.

લક્ષ્મીના અનુસાર, મને હવે વિશ્વાસ થઈ રહ્યો છે કે, ધોનીની સાથે મારો સંબંધ એક દાગ થઈ ગયો છે, જે હવે સહેલાઈથી જશે નહિ. ધોની સિવાય પણ મારે ત્રણ-ચાર વ્યક્તિ સાથે સંબંધ હતો, પરંતુ આ ઉપર તો કોઈએ ધ્યાન આપ્યું નથી.

ધોનીની સાથે પોતાના સંબંધ પર વાત કરતાં લક્ષ્મીએ જણાવ્યુ હતું કે, ‘હું તેને ખુબ જ સારી રીતે ઓળખતી હતી. પરંતુ હું એ નથી કહી શક્તિ કે આ સંબંધને શું નામ આપવામાં આવે. અમે આજે પણ એકબીજાને આદર આપીએ છીએ. તે તેના જીવનમાં આગળ વધી ચૂક્યા છે. અમારી સ્ટોરી તો ત્યાં જ પૂરી થઈ ગઈ છે. હું પણ હવે અભિનય પર ફોકસ કરી રહી છું.રાય લક્ષ્મીને 2016 માં રિલીઝ થયેલ સોનાક્ષી સિંહાની ફિલ્મ ‘અકીરા’ માં માયાનો અભિનય કર્યો હતો. આ સિવાય તે હિન્દી ફિલ્મ ‘જુલી 2’ અને ‘ઓફિસર અર્જુન સિંહ IPL બેચ 2000’ માં જોવા મળી હતી. રાય લક્ષ્મી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.

રાય લક્ષ્મી લગભગ 15 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. તે સાઉથના ફિલ્મોમાં પણ કામ કરી રહી છે. અત્યાર સુધીમાં તે 50 થી પણ વધારે ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તેમાં મલયામલ, તેલુગુ, કન્નડ અને તમિલ ભાષાની ફિલ્મો પણ છે.રાય લક્ષ્મી અત્યાર સુધીમાં વાલ્મીકિ, નિકું નાકું, ધર્મ પૂરી, વેલ્લી થિરઈ, ધામધૂમ, વામનન, ક્રિશ્ચયન બ્રધર્સ, કંચના, મનકથા, વન યુદ્ધધમ, બાલુપુ, બેંગ્લોર નાટકમ, કેદી નંબર 150, જુલી 2, નિયા 2, મિરૂગા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

રાય લક્ષ્મીના વર્ક ફંટની વાત કરીએ તો, લક્ષ્મી જલ્દી જાન્સી આઇપીએસ, સિંડ્રેલા, અનંધા ભૈરવી, ગેંગસ્ટર 21 અને અટ્ટાકોંબલ જેવી ફિલ્મોમાં જોવા મળશે. લક્ષ્મી હમેશાં સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ ફોટોઝ શેર કરે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment