અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતિ..
☕ જાણો નીતા અંબાણીની ત્રણ લાખ રૂપિયાની ચાનું રહસ્ય..☕
☕ મિત્રો નીતા અંબાણીને કોણ નથી ઓળખતું. તે દુનિયાના સૌથી ધનવાન લોકોમાંના એક વ્યક્તિ મુકેશ અંબાણીનાં ધર્મપત્ની છે. સામાજિક કાર્યોમાં ખુબ જ એક્ટીવ રહેવાને કારણે તેમણે માત્ર ભારતમાં જ નહિ પરંતુ અન્ય દેશોમાં પણ પોતાનું નામ રોશન કર્યું છે. જ્યારે પણ તમે નીતા અંબાણીને કોઈ સામાજિક કાર્યમાં જોશો તો નીતા અંબાણી ખુબ જ સૂંદર રીતે અને સુંદર કાર્યમાં નજર આવશે. તેમના અંદાજ અને દેખાવથી ઘણા લોકો ઈમ્પ્રેસ છે. તો આજે અમે તમને તેની એક રસપ્રદ વાત જણાવશું. તો જાણવા માટે માટે વાંચો આ આર્ટીકલને આખો.
Image Source :
મિત્રો ચા થી દિવસની શરૂઆત થાય તે એક ખુબ જ સામાન્ય વાત છે. પરંતુ કોઈ એવું કહે કે “અમે અમારા દિવસની શરૂઆત ત્રણ લાખ રૂપિયાની ચા થી કરીએ છીએ” તો આ વાત થોડી અજીબ લાગે. પરંતુ આ વાત સાચી છે. નીતા અંબાણી કે જે ભારતના સૌથી ધની વ્યક્તિ મુકેશ અંબાણીના ધર્મપત્ની છે તેના દિવસની શરૂઆત ત્રણ લાખ રૂપિયાની ચા થી થાય છે.
☕ નીતા અંબાણી એશિયાના ધનવાન ગણાતા એવા બીઝનેસમેનની પત્ની હોવાના કારણે તેમના શોખ પણ ઘણા રોયલ છે. મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે નીતા અંબાણી પોતાના દિવસની શરૂઆત ત્રણ લાખ રૂપિયાની ચા થી કરે છે.
Image Source :
હા મિત્રો, આ વાત બિલકુલ સાચી છે. તો મિત્રો વિચારો કે ચા છે તે ત્રણ લાખ રૂપિયાની છે તો તેમાં એવું શું ખાસ હશે કે તેની કિંમત ત્રણ લાખ રૂપિયા થાય. તો ચાલો જાણીએ કે શું છે ત્રણ લાખ રૂપિયાની ચાનું રહસ્ય.
☕ એ વાતમાં કોઈ શક ન કરી શકીએ કે ધનવાન લોકોની લાઈફ સ્ટાઈલ અલગ હોય છે. તેમનું રહેણ-સહેણમાં સામાન્ય માણસ કરતા ઘણો બધો તફાવત જોવા મળે છે. એટલા માટે નીતા અંબાણીના દિવસની શરૂઆત એક ત્રણ લાખ રૂપિયાની ગણાતી એ ચા સાથે કરે છે. તો આજે આપણે જાણીએ કે આખરે તેમની ચા માં શું ખાસ વાત છે.
Image Source :
☕ એક વાર પોતાના ઈન્ટરવ્યુંમાં નીતા અંબાણીએ જણાવ્યું કે તે જાપાનની સૌથી જૂની ક્રોકરી બ્રાંડ નોરીટેક ના કપમાં ચા પીવે છે. તમને જણાવી દઈએ કે નોરીટેક ક્રોકરી સોનાથી મઢેલ હોય છે અને તેના એક સેટનો ભાવ દોઢ કરોડ રૂપિયા છે. તેનો મતલબ એક કપની કિંમત ત્રણ લાખ રૂપિયા થાય. એટલા માટે લોકો તેના એક કપ ચાની કીમત ત્રણ લાખ રૂપિયા જણાવે છે. નીતા અંબાણીની ચાની કિંમત ત્રણ લાખ નથી પરંતુ નીતા અંબાણીના ચાના કપની કિંમત ત્રણ લાખ રૂપિયા છે.
☕ તો મિત્રો નીતા અંબાણીની ચા તો સામાન્ય છે પરંતુ ચા પીવા માટેનો જે કપનો ઉપયોગ કરે છે તે બહુ ખાસ છે. સવારમાં ઉઠતાની સાથે તે ત્રણ લાખ રૂપિયાના કપમાં ચા પીવી છે. માટે તેના વિશે એવું કહેવાય છે કે તે પોતાના દિવસની શરૂઆત ત્રણ લાખની ચા સાથે કરે છે.
Image Source :
મિત્રો વિચારો કે સવારમાં ઉઠતાની સાથે જો તે વ્યક્તિ ત્રણ લાખ રૂપિયાની ચા પીતી હોય તો પછી તે આખા દિવસ દરમિયાન તેમની જે દૈનિક ક્રિયાઓ હશે તેમાં તે કેટલી રોયલ અને મોંઘી વસ્તુઓનો ઉપયોગ કરતી હશે. તો ચાલો આપણે તે પણ જાણી લઈએ કે બીજા ક્યાં રોયલ શોખ છે નીતા અંબાણીના.
☕ સ્ટાઈલીશ નીતા અંબાણીને સેન્ડલનો ખુબ શોખ છે તે એક વાર પહેરેલા સેન્ડલ બીજી વખત નથી પહેરતી. તેમજ તેમના હીરોથી જડાયેલ તેમના પર્શની કિંમત ચાર લાખની છે. તેમજ તેમની બધી જ વસ્તુઓ બ્રાન્ડેડ અને મોંઘી હોય છે.
Image Source :
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજઅવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી