આ પીણું તમારા આંતરડાથી લઈને શરીરની તમામ ગરમીને કાઢી નાખશે બહાર, વજન, પેશાબ, સોજા દુર કરી આજીવન રાખશે હેલ્દી… ઉનાળામાં જરૂર કરો સેવન

મિત્રો તમે જાણો છો કે હવે ધીમેધીમે ઉનાળાની શરૂઆત થઇ રહી છે. તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. અને ગરમીની અસર તમારા શરીર પર દેખાઈ રહી છે. ત્યારે તમે ગરમીથી રાહત મેળવવા માટે કેટલાક ડ્રીન્કસનું સેવન કરી શકો છો. આ ડ્રીંક એવા છે જેના સેવનથી તમારા આંતરડાના સારા બેક્ટેરિયા વધે છે અને તમારા સ્વાસ્થ્યને અનેક લાભો પણ મળે છે. 

જેવુ કે આપણે બધા જાણીએ છીએ, ઠંડી હવે જતી રહી છે. ધીરે ધીરે હવે આપણે બધા ગરમીની ઋતુમાં પ્રવેશ કરી રહ્યા છીએ. ગરમીની ઋતુમાં આપણે ઘણા પ્રકારની સમસ્યાઓ માંથી પસાર થઈએ છીએ જેમાં સૌથી સામાન્ય છે પેટ સંબંધી સમસ્યાઓ. આ દિવસોમાં આંતરડામાં સારા બેક્ટેરિયા કે ગટ માઇક્રોબાયોમ સંતુલનથી બહાર થઈ જાય છે. તેનાથી આપણું પાચન સ્વાસ્થ્ય ખૂબ જ પ્રભાવિત થાય છે. એ જ કારણ છે કે ગરમીઓમાં આપણે જોઈએ છીએ કે, ઝાડા, વારંવાર યુટીઆઇ, માથાનો દુખાવો, સાઇનસાઈટિસ, ફોડલીઓ કે ખીલ, દુર્ગંધ વાળો પરસેવો વગેરે જેવી સમસ્યાઓ ઘણી જોવા મળે છે. પરંતુ સારી વાત એ છે કે, અમુક ગરમીઓમાં અમુક ડ્રિંક્સને પોતાની ડાયેટમાં સમાવિષ્ટ કરીને તમે આંતરડામાં સારા બેક્ટેરિયાના સ્તરને સામાન્ય રાખી શકો છો અને પેટથી જોડાયેલી સમસ્યાઓથી પણ રાહત મેળવી શકાય છે.

પરંતુ સામાન્ય રીતે લોકો વિચારતા હોય છે કે આંતરડામાં ગટ માઈક્રોબાયોમને જાળવી રાખવા માટે માત્ર પ્રિ અને પ્રોબાયોટિક્સ લેવાની જરૂરિયાત હોય છે. જ્યારે એવું નથી. આયુર્વેદિક ચિકિત્સક મુજબ, ગરમીનો તાપ, ગટ હેલ્થને ગંભીર રીતે પ્રભાવિત કરી શકે છે અને તેને વિક્ષિપ્ત કરી શકે છે.જોકે સાચા હાઈડ્રેશનની સાથે ગટ માઈક્રોબાયોમને સંતુલિત કરવાથી ગરમીમાં ગરમીને કારણે થતાં વાત-પિત્ત અસંતુલનને અટકાવી શકાય છે. ડોક્ટરે આંતરડામાં સારા બેક્ટેરિયાને જાળવી રાખવા માટે 6 ડ્રિંક્સનો સુઝાવ આપ્યો છે, જે તમારા આંતરડાને સ્વસ્થ જાળવી રાખવા અને પેટ સંબંધી સમસ્યાઓથી બચાવમાં પણ મદદ કરે છે. 

આંતરડામાં સારા બેક્ટેરિયા વધારનારા ડ્રિંક્સ:-

1) છાશ પીવી:- છાશ એ ઉનાળાનું શ્રેષ્ટ પીણું માનવામાં આવે છે. તેનાથી તમને ગરમીમાં પણ રાહત મળે છે. ગરમીઓની હિટને માત આપવા માટે છાશથી સારું કઈં હોઇ શકે નહીં. તે બોડી હિટને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. સાથે જ એ લોકો માટે ખૂબ જ લાભદાયી છે જે વજન ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા હોય.2) નારિયેળ પાણી પીવું:- નારિયેળ પાણીનું સેવન પણ તમને અંદરથી ફીટ રાખે છે. આ એવા લોકો માટે સારું ડ્રિંક છે જે, પેશાબમાં બળતરાનો સામનો કરતાં હોય અને પિત્ત પ્રકૃતિના હોય. તે શરીરને ઠંડક પહોંચાડવાની સાથે ઇલેક્ટ્રોલાઇટીસને બેલેન્સ કરવામાં પણ મદદ કરે છે. 

3) શેરડી ખાવી કે તેનો રસ પીવો:- ઉનાળામાં ગરમી સામે રક્ષણ આપવાનું કામ શેરડી પણ કરે છે. દુબળા-પાતળા અને પિત્ત પ્રકૃતિ વાળા પુરુષો માટે આ સારું ડ્રિંક છે. તે શરીરને ઇન્સ્ટેંટ એનર્જી પ્રદાન કરે છે. 

4) કેળાંની ડાળીનો રસ:- ડાયાબિટીસના રોગીઓ તેનું સેવન કરી શકે છે. જે લોકોના શરીરમાં સોજા હોય તેમના માટે પણ તે ખુબ જ લાભદાયી છે.5) દૂધમાં ગુલકંદ નાખીને ખાવું:- જે લોકોને સરખી રીતે ઊંઘ ન આવવાની સમસ્યા પરેશાન કરતી હોય, તેમના માટે આ સારું ડ્રિંક છે. તે શરીરની વધારાની ગરમીને ઘટાડવામાં લાભદાયી છે. 

6) લીંબુનો રસ:- લીંબુના રસમાં ચિયા બીજ મિક્સ કરીને સેવન કરવું, પરંતુ આદું ન નાખવું. આ એવા લોકો માટે લાભદાયી છે જેઓ એક ગરમ દિવસ પછી ખૂબ જ સૂકા અને થાકેલા અનુભવ કરતાં હોય. તે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટીસના સંતુલનને પણ વધારો આપે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment