મુખ્યમંત્રી રૂપાણીના માસીના દીકરાનું 108 ની ભૂલથી થયું મૃત્યુ… જાણો સમગ્ર ઘટના..

મિત્રો લગભગ બધ જ લોકોને ખબર છે ગુજરાત અને ભારતમાં બધી જ જગ્યાએ લોકોની સુવિધા માટે સરકાર દ્વારા અનેકો કામ કરવામાં આવ્યા છે. તો તેવી ઘણી બધી સુવિધાઓ જનતા માટે ઉભી કરવામાં આવી છે જેનાથી લોકોને ફાયદો થાય. તો ગુજરાતમાં એક એવી જ સેવા ચાલુ છે. જેમણે આજ સુધીમાં ઘણા બધા લોકોના જીવ બચાવ્યા છે. જે સેવાનું નામ છે એમ્બ્યુલન્સ 108. પરંતુ હાલમાં એક એવો બનાવ સામે આવ્યો છે જે ખુબ જ દંગ રાખી દે તેવો છે.

મિત્રો ગુજરાતમાં હાલના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી છે. તો તેવામાં એવું સામે આવ્યું છે કે હાલમાં જ વિજય રૂપાણીના માસીના દીકરાનું અવસાન થયું છે. તો તેની પાછળ જવાબદાર 108 ને જણાવવામાં આવી છે. 108 ની બેદરકારીના પગલે ગુજરાતના મુખ્યમંત્રીના માસીના દીકરાનું નિધન થયું છે તેવું જાણવામાં આવી રહ્યું છે. તો ચાલો જાણીએ આખી ઘટના વિશે.

સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર 10 ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈના માસીના દીકરા અનિલભાઈ સંઘવી હતા. તે દિવસે 4 ઓક્ટોબર હતી. પરંતુ અનિલભાઈ સંઘવીને તે સમયે શ્વાસની તકલીફ હતી. તે તકલીફ વધવાના કારણે અનિલભાઈના પુત્ર ગૌરાંગભાઈ અને અન્ય પરિવારજનો દ્વારા 108 ને કોલ કરવામાં આવ્યો.  પરંતુ તમને જણાવી દઈએ કે શરૂઆતના 15 થી 20 મિનીટ સુધી કોઈ જવાબ આવ્યો નહી અને સતત 108 સેવાનો નંબર વ્યસ્ત આવતો હતો. ત્યાર બાદ લેન્ડલાઇનની ફોનમાંથી કોલ કરવામાં આવ્યો ત્યારે ફોન લાગ્યો હતો.

પરંતુ કોલ લાગ્યા બાદ પણ ઓપરેટરને ગેરસમજ થઇ હતી, જે ભૂલના કારણે 108 એમ્બ્યુલન્સ મૂળ જગ્યા પર પહોંચવાની જગ્યાએ ઈશ્વરીયા ગામ પહોંચી ગઈ હતી.પરંતુ ત્યાર બાદ 108 એમ્બ્યુલન્સ દર્દી સુધી પણ પહોંચી હતી. પરંતુ અફસોસની વાત એ હતી કે ત્યારે દર્દીનું અવસાન થઇ ગયું હતું. પરંતુ મુખ્યમંત્રી જ્યારે આ દુઃખદ અવસરમાં હાજર થવા માટે રાજકોટ આવ્યા ત્યારે આ સમગ્ર ઘટનાની માહિતી સામે આવી હતી. ત્યાર બાદ આ ઘટનાની સંપૂર્ણ તપાસ માટે કલેકટરને સુચના આપવામાં આવી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી મંગળવારના રોજ રાજકોટ આવ્યા હતા, ત્યારે તેના માસીના દીકરા અનિલભાઈના અવસાનને લઈને આશ્વાસન આપ્યું હતું. પરંતુ ત્યારે અનિલભાઈના પરિવાર દ્વારા વિજયભાઈ રૂપાણીને આખી ઘટનાની જાણ કરવામાં આવી હતી. તો આ બાબતને લઈને મુખ્યમંત્રીએ કલેકટરને સુચના આપી હતી કે હવે જે બની ગયું તેવું બીજા કોઈ સાથે ન બને તેની ખાસ તકેદારી રાખજો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment