અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
મિત્રો મીઠાનો યોગ્ય ઉપયોગ કરવો તે સ્વાથ્ય માટે લાભદાયી હોય છે એ તો આપણે બધા જાણીએ જ છીએ. પરંતુ મીઠું આપણા જીવનમાં ધન, વેપાર અને ખુશીઓમાં પણ વૃદ્ધિ લાવે છે. મિત્રો અમુક લોકો હજારો રૂપિયા ક્રિસ્ટલ પર ખર્ચ કરતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે સૌથી સસ્તો પણ અસરકારક ક્રિસ્ટલ તો આપણા ઘરમાં રહેલું મીઠું છે. તો આજે અમે તમને જણાવશું કે ધન અને વેપારમાં વૃદ્ધિ માટે તમે મીઠાનો કંઈ રીતે ઉપયોગ કરી શકો.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મીઠામાં ગજબની શક્તિ હોય છે. જે તમારા ઘરમાં સકારાત્મકતા તો લાવે જ છે અને સાથે સાથે સુખ સમૃદ્ધિમાં પણ વધારો કરે છે. તો ચાલો જાણીએ તેના ઉપાયો.
મિત્રો પહેલો ઉપાય આ પ્રકારે છે. એક લાલ અને લીલા રંગની પોટલી લો તેમાં લીલા રંગની પોટલીમાં કાળા મરી ભરો અને લાલ રંગની પોટલીમાં મીઠું ભરી દો. ત્યાર બાદ બંને પોટલીને મંદિરમાં રાખી દો અને અગિયાર દિવસ તેની પૂજા, ધૂપ દીપ વગેરે કરો. પૂજા કરતી વખતે “ઓમ કાલભૈરવાય નમ:” જાપ કરવો. અગિયાર દિવસ બાદ તે પોટલી રસોઈ ઘરમાં રાખો અને જમવાનું બનાવતી વખતે તેમાં તેનો ઉપયોગ કરો તેનાથી કાર્યોમાં સફળતા અવશ્ય મળશે.
કાચના ગ્લાસમાં પાણી ભરી તેમાં એક નાની ચમચી મીઠું નાખી તેને ઘરના દક્ષીણ – પશ્ચિમ કોણમાં રાખો. તેનાથી નકારાત્મક ઉર્જા દુર થશે. આ ઉપરાંત જો ડાઈનીંગ ટેબલ પર મીઠાથી ભરેલી કાચની ડબ્બી રાખવામાં આવે તો સમૃદ્ધિ ચુંબકની જેમ ખેંચાઈ છે અને જો તેની સાથે કાળા મરીથી ભરેલી કાચની ડબ્બી રાખો તો નજરથી બચી શકાય છે. આ ઉપરાંત મીઠાનો ટુકડો લાલ કપડામાં બાંધી તેને ઘરના દરવાજા પર લટકાવવામાં આવે તો નકારાત્મક ઉર્જા દુર થાય છે.
પૂનમની રાત્રે એક કાચની બોટલમાં એક લીટર પાણી અને સાત ચમચી મીઠું નાખી તેને આખી રાત ચંદ્રની ચાંદનીમાં રાખ્યા બાદ સવારે ઘરમાં તેનો છંટકાવ કરવામાં આવે તો પણ નકારાત્મક ઉર્જા દુર રહે છે.
આ ઉપરાંત જો શુક્રવારે સિંધાલુણ ખરીદવામાં આવે તો તેનાથી ભાગ્ય ચમકે છે. આ ઉપરાંત હાથ થોડા પાણીથી ભીના કરી ત્યાર બાદ હાથ પર મીઠું લગાવી તે હાથ ગાય પાસે રાખશો તો ગાય તમારો હાથ ચાટશે. જેનાથી પણ તમારું ભાગ્ય ચમકી જશે. આ ઉપરાંત મીઠાના ત્રણથી ચાર નાના ટુકડા પર્સમાં રાખવામાં આવે તો અનાવશ્યક ખર્ચાઓ થતા નથી.
જો તમે આવકમાં વધારો કરવા માંગતા હોવ તો શુક્રવારે પોતું કરવાના પાણીમાં મીઠું ઉમેરી પોતા કરવા જોઈએ. આ ઉપરાંત પગારમાંથી સૌથી પહેલા મીઠું ખરીદવામાં આવે તો તે શુભ મનાય છે. તેમજ જો વેપારમાં વૃદ્ધિ કરવી હોય તો એક કાચની વાટકી કે બોટલમાં થોડું મીઠું અને 11 લવિંગ રાખી તેને દુકાનમાં કેશિયરની બાજુમાં રાખવા જોઈએ. તેનાથી વેપાર અને આવકમાં વૃદ્ધિ થશે.
રાત્રે સુતા પહેલા થોડા ગરમ પાણીમાં મીઠું ઉમેરી અને તે પાણીથી હાથ પગ ધોઈની સુઈ જશો તો તમારા જીવનમાં રાહુ કેતુનો દુષ્પ્રભાવ દુર રહે છે તેમજ તણાવથી મુક્તિ મળે છે અને સારી ઊંઘ આવે છે.
જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર હોય તો એક કાચની બોટલમાં મીઠું ભરીને તે બોટલ દર્દીના બેડ નીચે રાખો તેનાથી બીમારી ધીમે ધીમે ઠીક થઇ જશે.
જ્યારે તમે ચિંતિત હોવ ત્યારે હાથમાં મીઠું લઇ હાથ જોડી શાંતિથી બેસી જાવ અને થોડા સમય પછી તેને ચોકડીમાં નાખી દો. આવું કરવાથી ચિંતા હળવી થઇ જશે.
આ ઉપરાંત બાળકને નજરથી બચાવી રાખવા હોય તો અઠવાડિયામાં એક વાર તેના નહાવાના પાણીમાં એક ચપટી મીઠું ઉમેરી તેનાથી નવડાવો તો બાળક નજરના પ્રભાવથી બચી જશે.
બ્લુ રંગના કપમાં થોડું મીઠું નાખી તે કપ રસોડામાં રાખવો. તેનાથી પતિ પત્ની વચ્ચે થતા વાદ વિવાદો દુર થશે તેમજ પ્રેમ વધશે. મિત્રો એક વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખવી કે મીઠું ક્યારેય ભૂલથી પણ લોખંડ, સ્ટીલ કે પ્લાસ્ટીકના પાત્રમાં ન રાખવું. તેના માટે હંમેશા કાચના પાત્રનો જ ઉપયોગ કરવો. તો મિત્રો આ રીતે મીઠું આપણી ઘણી સમસ્યાઓનું નિવારણ કરે છે.
આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? તો અમને કોમેન્ટ કરી જણાવો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી