આ બોલીવુડના અભિનેતાઓની પત્નીઓ મિડીયાથી રહે છે દુર…. અનહદ છે ખુબસુરત… જુવો તેના ફોટા આફરીન થઇ જશો…

આ અભિનેતાઓની પત્નીઓ મિડીયા અને પબ્લિકથી રહે છે દુર.. અનહદ છે ખુબસુરત..  જુવો ફોટા આફરીન થઇ જશો.

મિત્રો આજે અમે આ લેખમાં બોલીવુડ અમુક એવા અભિનેતાઓ વિશે જણાવશું જે પોતાની પત્નીને હંમેશા દુનિયા અને મીડિયાથી ખાસ દુર રાખવાનું પસંદ કરે છે. કેમ કે તેની પત્નીઓ જ ક્યારેય મીડિયા સામે આવવા નથી ઈચ્છતી. તો અમુક અભિનેતાઓ વિશે એવું પણ કહેવાય છે કે તેઓ ખુદ જ પોતાની પત્નીને મીડિયાથી દુર રાખે છે. કેમ કે આ અભિનેતાઓની પત્નીની સુંદરતા જોઇને કોઈ પણ વ્યક્તિ તેનો દીવાનો બની જાય છે. તેની સુંદરતા સામે હિરોઈનો પણ ઝાંખી પડી જાય છે. તો ચાલો જાણીએ કોણ છે એ સુંદરીઓ. જે બોલીવુડની હિરોઈનને પણ ટક્કર આપે છે.

સૌથી પહેલા વાત કરીએ તાનિયા દેઓલ. તમને જણાવી દઈએ કે તાનિયા દેઓલ બોલીવુડ અભિનેતા બોબી દેઓલની પત્ની છે. જે એક ફર્નીચર ડીઝાઇનર છે. મિત્રો આ બંનેની લવ સ્ટોરી પણ ખુબ જ દિલચસ્પ છે. તાનિયા બોબીને પ્રેમ કરતી હતી જ્યારે તાનિયાનો પરિવાર ઈચ્છતો ન હતો કે બોબી તેની જિંદગીમાં આવે. પરંતુ તાનિયા બોબીને  એટલો પ્રેમ કરતી હતી કે તેણે પોતાના પરિવારની વિરુદ્ધમાં જઈને બોબી સાથે કર્યા લગ્ન. તમને જણાવી દઈએ કે તાનિયા દેખાવમાં ખુબ જ સુંદર છે અને તેમના બે બાળકો પણ છે. પરંતુ આજ સુધી તે ક્યારેય મીડીયમ દેખાઈ નથી.

ત્યાર બાદ આ લીસ્ટમાં બીજી ખુબસુરત પત્ની છે જ્હોન અબ્રાહમની. જ્હોનની પ્રિય વૃન્ચાલ એક ઇન્વેસ્ટમેન્ટ બેંકર છે અને તે USA માં એનાલીસ્ટ પણ છે. તમને જણાવી દઈએ કે પ્રિયા લાઈમ લાઈટથી હંમેશા દુર રહે છે. આમ તો જ્હોન પણ મીડિયાથી મોટાભાગે દુર જ હોય છે. પરંતુ તેની પત્ની પણ કામમાં વ્યસ્ત રહેવાના કારણે મીડિયામાં સામે નથી આવતી. પરંતુ તે દેખાવમાં બેહદ ખુબસુરત છે.

આ લીસ્ટમાં ત્રીજી પત્ની છે સીમાખાન. જે સલમાન ખાનના ભાઈ સોહેલ ખાનની પત્ની છે. તમને જણાવી દઈએ કે સીમા ખાનનું અસલી નામ સીમા સચદેવ છે અને તે એક હાઉસ વાઈફ છે. સીમા ખાન હંમેશા ઘરમાં રહેવાનું પસંદ કરે છે. તે ભાગ્યે જ મીડિયામાં નજર આવે છે અને તે પણ પોતાના કોઈ ફેમેલી ફંકશનમાં જ તે નજર આવે છે. એટલા માટે તે ઘરની બહાર ઓછી નીકળે છે. પરંતુ જો સોહેલની વાત કરીએ તો તે પણ લાઈમ લાઈટથી દુર રહેવાનું જ પસંદ કરે છે. મિત્રો સીમા ખાનની ખુબસુરતી કોઈ હિરોઈનથી કમ નથી.

ચોથું કપલ છે ઇમરાન હાશમી અને પ્રવીણ સહાની. મિત્રો ઇમરાન ખાન તો બોલીવુડના સીરીયલ કિસર તરીકે પ્રખ્યાત છે અને તેની પત્ની વિશે એવું પણ કહેવાય છે કે ક્યારેય તેની પત્નીએ ઈમરાનને ફિલ્મોમાં બોલ્ડ સીન કરવા માટે કંઈ કહ્યું નથી. કહેવાય છે કે ઇમરાન અને તેની પત્ની વચ્ચે ખુબ જ સારી અન્ડર સ્ટેન્ડિંગ છે. તમને જણાવી દઈએ કે ઈમરાનની પત્ની ખુબ જ સુંદર છે અને તે એક પરી સ્કુલ ટીચર છે અને તે હંમેશા લાઈમ લાઈટથી દુર જ રહે છે.

હવે વાત કરીએ અભિનેતા નીલ નીતિન મુકેશની ખુબસુરત પત્ની રુકમણી સહાયની. તમને જણાવી દઈએ કે રુકમણી અને નીલ નીતિન મુકેશ સાથે લવ કમ અરેંજ મેરેજ છે. આ બંનેના જ્યારે લગ્ન થયા ત્યારે હર કોઈ તેને જોતા જ રહી ગયા હતા. કારણ કે નીલ નીતિન મુકેશ તો ખુબ જ હેન્ડસમ અને ગોરો છે. પરંતુ રુકમણીને જોઇને લોકો કહે છે કે રુકમણી પણ સુંદરતાની બાબતમાં બોલીવુડ અભિનેત્રીઓથી કમ નથી. પરંતુ રુકમણી પણ લાઈમ લાઈટથી દુર રહે છે.

આ લીસ્ટમાં સિંગર હિમેશ રેશમિયાની પત્નીનું નામ પણ આવે છે. હિમેશ રેશમિયાની પત્ની 19 ના દશકની અભિનેત્રી રહી ચુકી છે જેનું નામ છે સોનિયા કપૂર. તમને જણાવી દઈએ કે હિમેશ રેશમિયાની સોનિયા સાથે બીજા લગ્ન છે. હિમેશ સાથે લગ્ન કર્યા બાદ સોનિયા પણ લાઈમ લાઈટથી દુર રહે છે અને તેણે ટીવીમાં કામ કરવાનું પણ બંધ કરી દીધું છે.

Leave a Comment