દરેક માતાપિતાએ બાળકો સામે આ કામ ના કરવા….. તેનાથી થાય છે બાળક પર આવી ખતરનાક અસર

દરેક માતાપિતાએ બાળકો સામે આ કામ ના કરવા….. તેનાથી થાય છે બાળક પર આવી ખતરનાક અસર

તમે જોયું હશે કે નાનપાનમાં ઘણા બાળકોનો સ્વભાવ ચીડિયો થઇ જતો હોય છે. જેના કારણે તેઓ આખો દિવસ રોતા, રાડો પાડતા કે ગુસ્સો કરતા નજર આવતા હોય છે. આ સમયે બાળકોને સાચવવા અને સંભાળવા મુશ્કેલ થઇ જાય છે. જેના કારણે ઘણી વખત માતાપિતા ગુસ્સે થઇ જાય છે અને બાળકને મારવા પણ લાગે છે. તો મિત્રો તમને જણાવી દઈએ કે બાળકની ઉંમર 3 કે 4 વર્ષ થઇ જાય ત્યાર બાદ બાળકમાં પણ આત્મસમ્માનનો પણ વિકાસ થતો હોય છે. માટે તેવા સમયે જો તેની સાથે યોગ્ય વ્યવહાર કરવામાં ન આવે તો બાળક વધારે બગડતું જાય છે. આવી પરિસ્થિતિમાં બાળકને સમજાવવાનો પ્રયાસ કરવો. જ્યારે પણ બાળકનો સ્વભાવ ચીડિયો થઇ જાય અને તે વાત વાત પર ગુસ્સો કરવા લાગે ત્યારે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તે વાતો આજે અમે આ લેખમાં જણાવવા જઈ રહ્યા છીએ.

સૌથી પહેલા તો બાળકને મારવા ન જોઈએ. જો બાળક રોવા લાગે કે જીદ કરે અથવા ગુસ્સો કરે ત્યારે તમે બાળકને મારો, તો સ્વાભાવિક છે કે તેની અંદર પર ગુસ્સો આવશે અને જ્યારે બાળકને સતત રોજે મારવામાં આવે તો બાળકની અંદર ગુસ્સો ઘર કરી જાય છે. ધીમે ધીમે તે વધારે ચીડિયા સ્વભાવના બનતા જાય છે. માટે બાળકોને ક્યારેય ન મારવા જોઈએ. જો તમારું બાળક તમને હેરાન કરે છે તો તેની સમસ્યા સાંભળવી અને તેને સમજવાનો તેમજ તે સમસ્યાને દુર કરવાનો પ્રયાસ કરવો જોઈએ. અને વિચાર કર્યા વગર ક્યારેય પણ તેના પર હાથ ન ઉપાડવો જોઈએ. બીજી વાત છે કે ક્યારેય બાળકની બેઈજ્જતી ન કરવી જોઈએ. ઘણા માતાપિતાની એવી આદત હોય છે કે તેનું બાળક જ્યારે કોઈ ભૂલ કરી બેસે તો તેઓ તેને સમજાવવાને બદલે અન્ય લોકોની સામે તેને ખીજાવા લાગે છે અથવા તો મારવા લાગતા હોય છે. સામાન્ય રીતે 3 થી 4 વર્ષની ઉંમરથી જ બાળકમાં આત્મ સમ્માનનો ભાવ જાગૃત થવા લાગે છે. માટે જો માતાપિતા તેને અન્ય લોકોની સામે ખીજાય તો તેના આત્મ સમ્માન અને દિલને ઠેંસ પહોંચે છે અને તેની અંદર બદલાની ભાવના પણ આવી શકે છે. માટે બાળકને કોઈ વસ્તુ સમજાવવી હોય તેને તેની ભૂલો સમજાવવી હોય તો તેને એકલામાં સમજાવવી જોઈએ. તેનાથી બાળક ઝડપથી સમજી પણ જશે અને બીજી વાર તેવી ભૂલ પણ નહિ કરે.ઘણી વખત બાળકનો સ્વભાવ ચીડિયો થઇ જતો હોય અથવા તેને વધારે ગુસ્સો આવતો હોય તો  તેની પાછળનું કારણ હોર્મોનલ અસંતુલન કે તેને લાગતી ભૂખ પણ હોય શકે છે.

ભૂખ લાગવાથી બાળકમાં ચીડિયો સ્વભાવ જોવા મળે છે. માટે કારણ વગર કોઈ બાળક રડવા લાગે તમે તેને ચુપ કરાવવાનો પ્રયાસ કરો તેમ છતાં પણ તે ચુપ ન થાય તો તેનો મતલબ છે કે તેને ભૂખ લાગી છે. માટે તેને દૂધ પીવડાવવું જોઈએ. નાના બાળકો ઘણી વાર ઇશારાથી પોતાની વાત કહેતા હોય છે. ધીમે ધીમે માતા જ્યારે તેમના આ ઈશારાઓ સમજવા લાગે છે તો આ સમસ્યા રહેતી નથી. પરંતુ તેને ભૂખ લાગી હોય અને તમે તેને અન્ય રીતે ચુપ કરાવવા લાગો તો બાળકનો સ્વભાવ વધારે ચીડિયો થઇ જાય છે. માટે તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.ક્યારેક હોર્મોનલ અસંતુલનના કારણે પણ બાળકોનો સ્વભાવ ચીડિયો થઇ જાતો હોય છે. મિત્રો તમને જણાવી દઈએ કે બાળકો જ્યારે ખાસ કરીને કિશોરાવસ્થામાં પ્રવેશ કરે ત્યારે તેનું એનર્જી લેવલ ખુબ જ વધારે હોય છે. આજની જીવનશૈલીમાં આઉટડોર રમતો અને શારીરિક શ્રમ વાળી રમતો ગાયબ થઇ રહી છે. જેના કારણે આજના સમયમાં બાળકોને પોતાની એનર્જી રીલીઝ કરવાની ટક નથી મળતી. જેના કારણે બાળક પર તેની અસર ગુસ્સા કે આક્રમક વ્યવહારમાં રૂપે જોવા મળે છે. માટે આ સમયે બાળકોને થોડા આઉટડોર રમતો અને શારીરિક શ્રમ વાળી રમતો પ્રત્યે પ્રેરિત કરવા જોઈએ. નહિ કે તેમને ઘરની ચાર દીવાલો વચ્ચે વિડીયો ગેમ કે મોબાઈલ પકડાવી દેવો.તો મિત્રો આ રીતે બાળકના ચીડિયા અને ગુસ્સેલ સ્વભાવ સામે લડવું જોઈએ. તમને પણ અમારો એક નાનકડો સવાલ શું તમને પણ એવું લાગે છે કે આજકાલ વિડીયો ગેમ અને ફોન આપી દેવાથી બાળકનું અસલી બાળપણ લુપ્ત થતું જાય છે ? અને તમારા મત મુજબ મોબાઈલ અને વિડીયો ગેમની બાળક પર શું અસર જોવા મળે છે તે પણ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment