આ ચમત્કારિક ઉપાય કરવાથી ઘરની પૈસા સબંધિત તમામ સમસ્યાઓ થશે દુર… ૫ માંથી કોઈ ૧ ઉપાય કરો.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતીના

💁 આજે અમે લઈને આવ્યા છીએ 5 ચમત્કારી ઉપાય જેને કરવાથી તમારા ઘરમાં અને તમારા પર્સમાં ક્યારેય પણ નહિ થાય ધન સબંધિત પરેશાની…… 💁

💁  મિત્રો દરેક વ્યક્તિ ઈચ્છતો હોય છે કે તેનું પર્સ હંમેશા પૈસાથી ભરેલું રહે અને ક્યારેય પણ ખાલી ન થાય. પરંતુ ઘણી વાર એવા હાલાત આવી જતા હોય છે કે તમારું પર્સ ખાલી થઇ જતું હોય છે અથવા મહિનાના અંતમાં પૈસાની તંગી ઉભી થાય. જો તમે ઈચ્છતા હોવ કે તમારી સાથે આવું ન થાય તો  તમે આ વાતોનું ખાસ ધ્યાન રાખો. તેનાથી તમારું પર્સ હંમેશા ભરેલું જ રહેશે. Image Source :

💁 કિન્નર પાસેથી માંગો એક રૂપિયાનો સિક્કો. મિત્રો એવી માન્યતા છે કે કિન્નરને દેવામાં આવેલું દાન અક્ષય પુણ્ય પ્રદાન કરે છે.  તેની દુવા દરેક વ્યક્તિને વિપત્તિમાંથી બચાવી લે છે. જો તમે પૈસાની સમસ્યાથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો કોઈ પણ કિન્નર પાસેથી એક રૂપિયાનો સિક્કો પાછો લઇ લો. જો તે કિન્નર તેની ખુશીથી તમને એક રૂપિયાનો સિક્કો  આપી દે તો તેને લીલા રંગના કપડામાં વીંટીને પોતાના પર્સમાં અથવા તિજોરીમાં રાખવો જોઈએ. આવું કરવાથી તમારી ધન સંબંધી પરેશાની દુર થવા લાગશે.

Image Source :

💁 પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે. એટલા માટે પીપળાનું એક કુણું પાંન તમારા પર્સમાં રાખો તેનાથી તમારા પર્સમાં ધનની વર્ષા શરૂ થઇ જશે. ધર્મગ્રંથો અનુસાર પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે. એટલા માટે એક પીપળાના પાંનને ગંગાજળથી ધોઈને પવિત્ર કરી લેવાનું પછી તેના પર ચંદનથી “શ્રી” લખવાનું અને પછી તેને આપણા પર્સમાં એ રીતે રાખવાનું કે તે કોઈને પણ ન દેખાય. નિયમિત દરરોજ આ પાંનને બદલતું રહેવાનું. આવું કરવાથી ધન સંબંધી ઘણા બધા ફાયદા થશે અને તમે ધનવાન થવા લાગશો, તમારા પર્સમાં ક્યારેય પણ પૈસાની કમી નહિ રહે.

Image Source :

💁 લક્ષ્મી પૂજા દરમિયાન ચડાવવામાં આવેલા ચોખા. મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચોખા શુક્રગ્રહ સંબંધિત અનાજ છે. કોઈ પણ પૂજા પાઠ દરમિયાન દેવી દેવતાને તિલક કર્યા પછી ચોખા પણ ચડાવવા પડે છે. તેવી રીતે લક્ષ્મી પૂજા દરમિયાન ચડાવવામાં આવતા ચોખા ખુબ જ વિશેષ હોય છે. અને માં લક્ષ્મીને ચડાવવામાં આવેલા ચોખામાંથી એકવીસ દાણા લઈને કાગળનું પડીકું બનાવીને પોતાના પર્સમાં  મૂકી દેવાનું છે. આ નુસ્ખાથી પણ તમને ઘણો બધો ફાયદો થશે અને લક્ષ્મીજી કાયમ તમારા પર્સમાં રહેશે.

Image Source :

💁 પર્સ અને ચાવીને ક્યારેય પણ ટેબલ પર ન રાખવા જોઈએ. મિત્રો ભારતમાં જ નહિ  વિદેશમાં પણ કહેવામાં આવે છે કે પોતાના પર્સ અને ચાવીને ટેબલ પર ન મુકવા જોઈએ. આવું કરવાથી ઘરમાં પૈસાની બચત ઓછી થતી થઇ જાય છે. એટલા માટે ક્યારેય પર્સને અને ચાવીને ટેબલ પર ન રાખવું જોઈએ. તેને કોઈ સુરક્ષિત સ્થાન પર રાખવું જોઈએ. અને તે સુરક્ષાની દ્રષ્ટિએ પણ ખુબ જ મહત્વનું માનવામાં આવે છે.  

💁 ગુરુનો ફોટો. ગુરુના નાના એવા ફોટાને પર્સમાં રાખવાથી પ્રગતિ મળે છે. ગુરુના ફોટાને પર્સમાં રાખવાથી સંકટ સમયે રાહત અને આધ્યાત્મિકતાનો અનુભવ મહેસુસ કરી શકશો. ગુરુના ફોટાને પર્સમાં રાખવાથી ધન સંબંધિત પરેશાની પણ નહિ થાય. ખાલી ફોટો રાખવો જ નહિ ગુરુના કહ્યા મુજબ આચરણ પણ કરવું.

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

 👉  તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

Leave a Comment