શાકાહારી ભોજન શા માટે કરવું જોઈએ…. નોનવેજ ખાતા પહેલા આ વાંચી લેજો.. જાણો તેના રહસ્ય અદ્દભુત….

શાકાહારી ભોજન શા માટે કરવું જોઈએ…. નોનવેજ ખાતા પહેલા આ વાંચી લેજો.. જાણો તેના રહસ્ય અદ્દભુત….

આજે અમે તમને થોડી ભોજન વિશેની મહત્વની વાત જણાવવા જઈ રહ્યા છીએ. કેમ કે ભોજન આપણા જીવનની એક અભિન્ન અંગ છે. જેની પ્રકૃતિ દરેક વ્યક્તિ પ્રમાણે અલગ અલગ હોય છે. જેમ કે કોઈ શાકાહારી ભોજન લેતું હોય તો કોઈ માંસાહારી ભોજન લેતું હોય છે. તો મિત્રો ભોજન કરવા પાછળ આપણો ઉદ્દેશ્ય એવો હોય છે કે તે આહાર પોષકતત્વથી ભરપુર હોય. સુપાસ્ય પણ હોય અને આપણને બીમારીઓથી દુર રાખવામાં પણ સમર્થ હોય. આ બધા જ ગુનો શાકાહારી ભોજનમાં રહેલા હોય છે. એ તો આપણે જાણીએ જ છીએ.

પરંતુ એવા ક્યાં મુખ્ય કારણ છે જેના કારણે આપણે શાકાહારી ભોજન કરવા જોઈએ. તો આજે અમે તમને તેના વિશે જણાવશું અમુક મુખ્ય વાતો. જે તમારા જીવન પર ખુબ જ અસર કરશે. જે તમને ઉર્જાવાન અન નીરોગી બનાવી રાખે છે. તો ચાલો જાણીએ કે શાકાહારી ભોજન કરવું શા માટે જરૂરી છે અને આવું કરવાથી શું શું ફાયદા થાય.

સૌથી પહેલા તો શાકાહારી ભોજન આપણા શરીરમાં સ્ફૂર્તિ લાવે છે. શાકાહારી ભોજન ખાવામાં હળવું અને પચવામાં પણ ખુબ જ આસાન હોય છે. જેના કારણે શરીરને વધારે ઉર્જા ખર્ચ નથી કરાવી પડતી. અને બધી જ રીતે શરીરમાં સ્ફૂર્તિનો સંચાર થયા કરે છે.

શાકાહારી ભોજનમાં શરીર માટે આવશ્યક બધા જ પોષકતત્વ પર્યાપ્ત માત્રામાં મળી રહે છે. પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને વસાની ઉચિત માત્રા શરીરને શાકાહારથી મળી જાય છે. સાથે સાથે ફળ અને લીલા શાકભાજીમાં મિનરલ્સ, કેલેરી, ફાયબર અને વિટામીનની પ્રચુરતા પણ મળી રહે છે.

પાચનતંત્ર મજબુત બને છે. માંસાહારને પચાવવા માટે શરીરને ઘણો બધો સમય લાગે છે. જેના કારણે શરીરમાં ખોરાકનું પાચન મંદ થઇ જાય છે. પરંતુ શાકાહાર ભોજન કરવાથી પાચનની ગતિ વધ છે અને પાચનતંત્ર મજબુત બને છે.

શાકાહારી ભોજન શરીરના ઈમ્યુન સીસ્ટમને મજબુત બનાવે છે જેનાથી ગંભીર બીમારીઓ અને રોગોથી બચી શકાય છે.

બ્લડ પ્રેશરને સામાન્ય બનાવી રાખે છે. બ્લડ પ્રેશર વધાવાનું કારણ માત્ર મીઠું જ નથી હોતું. પરંતુ ભોજનની પ્રકૃતિ પણ તેના માટે ખુબ જ જવાબદાર હોય છે. શાકાહારી ભોજન કરવા વાળા લોકોમાં મોટાપણું ખુબ જ ઓછું હોય છે. સાથે સાથે આવા લોકો કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સની વધારે માત્ર ભોજનમાંથી ગ્રહણ કરે છે. એટલા માટે તેનાથી ઉચ્ચ રક્તચાપની સમસ્યા ઓછી જોવા મળે છે.

શાકાહારી ભોજન આપણા હૃદયને પણ સુરક્ષિત રાખે છે. હૃદયને લગતી બીમારીનું કારણ શરીરનું બેડ કોલેસ્ટ્રોલ જ હોય છે. જે માંસાહાર ભોજનના કારણે ખુબ જ વધી જતું હોય છે. પરંતુ શાકાહારી ભોજનમાં કોલેસ્ટ્રોલની માત્રા ખુબ જ ઓછી હોય છે. એટલા માટે જ શાકાહારી ભોજન કરતા લોકોને હૃદય રોગ થવાની સંભાવના ઓછી રહે છે.

કેન્સરથી બચાવ કરે છે. ફળ, લીલા શાકભાજી અને અનાજમાં રેસા અને એન્ટી ઓક્સીડેન્ટની માત્રા વધારે હોય છે. જે કેન્સરથી બચાવ કરે છે. શાકાહારી ભોજન કરવાથી ઘણા પ્રકારના કેન્સર રોગો જેમ કે ફેફસાનું કેન્સર, આંતરડાનું કેન્સર વગેરેની સંભાવના ઓછી થઇ જાય છે. હવે તો વૈજ્ઞાનિકોની શોધ દ્વારા એ પણ સાબિત થઇ ગયું છે કે શાકાહારનું સેવન કરતા લોકોમાં સ્તન કેન્સર પણ ઓછું થાય છે.

કિડનીના રોગોથી બચાવે છે. શાકાહારી ભોજન કીડની સંબંધિત રોગોને અટકાવવા માટે સહાયક હોય છે. એક અધ્યાયન જણાવે છે કે યુરીન દ્વારા પ્રોટીન નીકળી જવું, કોશિકાઓ દ્વારા રક્ત પાડવાની ગતિ, રક્તસંચાર અને કીડની સંબંધિત વિકાર માંસાહારની તુલનામાં શાકાહારી ભોજન કરતા લોકોમાં ઓછી જોવા મળે છે.

મિત્રો હવે તમે જાણી જ લીધું હશે કે શાકાહારી ભોજન ન માત્ર પોષકતત્વથી ભરપુર છે પરંતુ તે આપણા શરીર અને મગજને પણ તંદુરસ્ત બનાવે છે. તો મિત્રો આજથી માંસાહાર છોડી દો અને શુદ્ધ શાકાહારી ભોજનને અપનાવો. મન અને તન બંનેની શુદ્ધિ જળવાઈ રહેશે.

તો મિત્રો કોમેન્ટ કરો તમે શાકાહારી ભોજન કરો છો કે માંસાહારી કરો છો..” VEG કે NON VEG”

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

 

 

Leave a Comment