અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
💁 ફાંસી મળનાર અપરાધી પોતાની અંતિમ ઈચ્છામાં શું માંગી શકે છે….. 💁
🏗 ફાંસીની સજા વિશે તમે જાણતા જ હશો. ફાંસીની સજા વ્યક્તિને ત્યારે જ દેવામાં આવે છે જ્યારે તેણે કોઈ ગંભીર અપરાધ કર્યો હોય. કાનૂન ની નજરમાં જ્યારે કોઈ ગંભીર અપરાધ કરવામાં આવ્યો હોય ત્યારે કાનુન તેને મૃત્યુ દંડ આપતો હોય છે.
🏗 પરંતુ શું તમે જાણો છો કે મોતની સજા અથવા ફાંસીની સજા મળી હોય તે અપરાધીને અંતિમ ઈચ્છા પૂરી કરવાનો મોકો મળતો હોય છે. પરંતુ તેની પણ એક સીમા હોય છે. કેમ કે જો અપરાધીએ જીવવાની ઈચ્છા જાહેર કરી હોય તો ફાંસીની સજા દેવાનો કોઈ અર્થ જ ન રહે. એટલા માટે અપરાધીની અંતિમ ઈચ્છા માટેની પણ અમુક શરતો હોય છે.
🏗 તમને જણાવી દઈએ કે અપરાધી પોતાની સજાને માફ પણ નથી કરી શકતો અને ભાગી પણ નથી શકતો. તો ત્યારે આપણા દિમાગમાં એવો સવાલ થાય કે તે અંતિમ ઈચ્છામાં શું માંગી શકે છે. તો ચાલો જાણીએ કે ફાંસી મળનાર અપરાધી પોતાની અંતિમ ઈચ્છામાં શું માંગી શકે છે. તેના માટે આ આર્ટીકલને આખો વાંચો.
🏗 કેદીની પાસે અધિકાર હોય છે કે તે પોતાની અંતિમ ઈચ્છામાં કોઈ મનપસંદ ખાવાનું માંગી શકે છે. તેને સૌથી વધારે પ્રિય ભોજન હોય તે પ્રશાસન પાસે માંગી શકે છે.
🏗 ત્યારેપછી તે પોતાના પરીવાને મળવાની ઈચ્છા ધરાવતો હોય તો તે પણ પ્રશાસન દ્વારા પૂરી કરવામાં આવે છે. જેલનું પ્રશાસન તેના આખા કુટુંબને મળવાની છૂટ આપે છે.
🏗 ફાંસીની સજા મળવાની હોય તે કેદી તેની અંતિમ ઈચ્છામાં કોઈ તેના ધર્મની કોઈ પવિત્ર પુસ્તક વાંચવાની ઈચ્છા કરી શકે છે. તેની અંતિમ ઇચ્છના રૂપે તેણે પવિત્ર પુસ્તક વાંચવા માટે આપવામાં આવે છે.
🏗 ફાંસી પછી અને પહેલા ડોકટરો દ્વારા મૃત્યુ પામનાર કેદીના શરીરની પૃષ્ટિ કરવામાં આવે છે અને પછી તેના પરિવારને લાશ સોંપી દેવામાં આવે છે. તેની ક્રિયામાં ખુબ જ સમય લાગે છે. સમાજમાં ફાંસીની અસર ખરાબ ન પડે એટલા માટે સૂર્યોદય પહેલા ફાંસી આપી દેવામાં આવે છે.
🏗 એવું પણ માનવામાં આવે છે કે સવારના સમયે વ્યક્તિ માનસિક રીતે તનાવ મુક્ત હોય છે. દેશના જે મીડિયા અને સામાન્ય લોકો પણ હાજર નથી હોતા એટલા માટે સવારે ફાંસી આપી દેવામાં આવે છે.
🏗 કેદીને ફાંસી પહેલા મેડીકલ ચેકપ કરાવવું પડે છે અને તેને ફાંસી પહેલા કોઈ પણ મોજ શોખ કે આનંદપ્રમોદ કરવા દેવામાં નથી આવતો. માત્ર તેને મનપસંદ જમવાનું જ આપવામાં આવે છે અને ધાર્મિક પુસ્તક વાંચવા માટે આપવામાં આવે છે.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજઅવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી