આટલા રૂપિયાનું રોકાણ કરી મેળવો અમુલની ફ્રેન્ચાઇઝી, આવકના થશે ઢગલા… જાણો તેની સંપૂર્ણ માહિતી અને પ્રોસેસ…

જો તમે પોતાનો કોઈ બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યા છો તો આજે અમે તમને એક એવા બિઝનેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને શરૂ કરીને તમે પહેલા જ દિવસે ખુબ જ મોટી કમાણી કરી શકો છો. ડેરી પ્રોડક્ટ બનાવતી અમૂલ કંપનીની સાથે બિઝનેસ કરવાનો આ ખુબ જ સારો સમય છે. અમૂલ ફ્રેન્ચાઈઝી ખોલીને તમે કમાણી કરી શકો છો. અમૂલની ફ્રેન્ચાઈઝી લેવી એ ખુબ જ નફાનો સોદો છે. તેમાં નુકશાન થવાની કોઈ સંભાવના નથી. તેમજ તેનાથી તમને ઘણો નફો થઈ શકે છે.

ફ્રેન્ચાઈઝી લેવામાં કેટલો ખર્ચ થાય છે ? : અમૂલ કોઈ પણ પ્રકારના રોયલ્ટી અથવા તો પ્રોફિટ વગર આ ફ્રેન્ચાઈઝીની ઓફર કરી રહી રહી છે. એટલું જ નહિ અમૂલની ફ્રેન્ચાઈઝી લેવાનો ખર્ચ પણ વધુ નથી. તમે 2 લાખથી લઈને 6 લાખ રૂપિયા ખર્ચ કરીને આ વ્યવસાય શરૂ કરી શકો છો.વ્યવસાયની શરૂઆતમાં જ ખુબ જ સારો એવો નફો મળી શકે છે. ફ્રેન્ચાઈઝી દ્વારા દર મહીને લગભગ 5 થી 10 લાખ રૂપિયાનું વેંચાણ થઈ શકે છે. જો કે એક વાત યાદ રાખો કે આ બાબત સ્થાન પર આધાર રાખે છે.

કેવી રીતે લઈ શકો છો ફ્રેન્ચાઈઝી ? : અમૂલ કંપની તમને બે પ્રકારની ફ્રેન્ચાઈઝી ઓફર કરી રહી છે. પહેલી અમુલ આઉટલેટ, અમૂલ રેલ્વે પાર્લર અથવા અમૂલ ક્યોસ્કની ફ્રેન્ચાઈઝી અને બીજી અમૂલ આઈસક્રીમ સ્કુપીંગ પાર્લરની ફ્રેન્ચાઈઝી.

જો તમે પહેલી ફ્રેન્ચાઈઝીમાં ઇન્વેસ્ટ કરવા માંગતા હો તો 2 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે બીજી ફ્રેન્ચાઈઝી લેવા માટે તમારે 5 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. તેમાં નોન રીફંડબલ બ્રાંડ સિક્યોરીટી રૂપમાં તમારે 25 થી 50 હજાર રૂપિયા ભરવા પડે છે.કેટલું કમીશન મળે છે ? : અમૂલ આઉટલેટ લેવા પર કંપની અમૂલ પ્રોડક્ટ્સના મીનીમમ સેલિંગ પ્રાઈસ એટલે કે એમઆરપી પર કમીશન આપે છે. તેમાં એક દુધના પાઉચ પર 2.5%, દુધના અન્ય પ્રોડક્ટ્સ પર 10% અને આઈસક્રીમ પર 20% કમીશન મળે છે.

અમૂલ આઇસક્રીમ સ્કુપીંગ પાર્લરની ફ્રેન્ચાઈઝી લેવા પર રેસીપી બેસ્ડ આઇસક્રીમ, શેક, પીઝા, સેન્ડવીચ, હોટ ચોકલેટ ડ્રીંક પર 50% કમીશન મળે છે. જ્યારે પ્રી-પેક્ડ આઇસક્રીમ પર 20% અને અમૂલ પ્રોડક્ટ્સ પર કંપની 10% કમીશન આપે છે.

કેવી રીતે અરજી કરી શકો છો ? : જો તમે અમૂલની આ ફ્રેન્ચાઈઝી લેવા માટે અરજી કરવા માંગો છો તો તમારે retail@amul.coop પર મેઈલ કરવો પડશે. આ સિવાય તમે આ લીંક પર http://amul.com/m/amul-scooping-parlours પર પણ જઈને વધુ જાણકારી મેળવી શકો છો. જેના દ્વારા તમે આ અમૂલ બિઝનેસને શરૂ કરીને વધુ કમાણી કરી શકો છો. તેમજ તમને શરૂઆતથી જ તેમાંથી નફો જોવા મળશે. તો આજે જ આ વિશે વધુ જાણકારી મેળવી લો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

5 thoughts on “આટલા રૂપિયાનું રોકાણ કરી મેળવો અમુલની ફ્રેન્ચાઇઝી, આવકના થશે ઢગલા… જાણો તેની સંપૂર્ણ માહિતી અને પ્રોસેસ…”

Leave a Comment