પગમાં ગાંઠ, સોજો કે દુઃખાવો મટાડવા અજમાવો આ 8 માંથી કોઈ એક ઉપાય, મોંઘી દવાઓ વગર જ મળી જશે છુટકારો…

વધતી ઉંમર અને બદલાતી જીવનશૈલીની સાથે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ વધવા લાગે છે. જેના કારણે લોકોને ઘણી પરેશાનીનો સામનો કરવો પડે છે. આવી જ એક પગની પરેશાની છે. જે દરેક લોકોને અલગ અલગ રીતે પરેશાન કરે છે. કોઈને પગના દુઃખાવાની તકલીફ હોય છે, કોઈને પગમાં સોજાની તકલીફ હોય છે, કોઈને હાલવા-ચાલવામાં પરેશાની હોય છે, આવી જ રીત પગમાં થતી ગાંઠની પરેશાની છે.

પગમાં ગાંઠ થવાના કારણે તમને હાલવા-ચાલવામાં અને ઉઠવા-બેસવામાં પરેશાની થાય છે. પગમાં ગાંઠ થવાના ઘણા કારણો હોય શકે છે. અને તે તમને લાંબા સમય માટે દુઃખાવો આપે છે. દરેક લોકો એવું ઈચ્છાતા હોય છે કે પગમાં થયેલ ગાંઠને દુર કરવા માટે કોઈ એવો ઉપાય મળી જાય જેનાથી તે ઝડપથી સ્વસ્થ થઈ શકે. ઘણા ઘરેલું ઉપચાર વડે તમે પગની આ ગાંઠથી છુટકારો મેળવી શકો છો.તમે ઘરે જ રહીને પગમાં થયેલ ગાંઠનો ઈલાજ કરી શકો છો. આ વિશે વિશેષજ્ઞના જણાવ્યા અનુસાર જે લોકોને પગમાં ગાંઠથી પરેશાની હોય છે તેમની પાસે ઘણા એવા વિકલ્પ છે જેનાથી તેઓ સરળતાથી ઘરે જ તેનો ઈલાજ કરી શકે છે. ચાલો તો આ વિશે વધુ જાણી લઈએ.

પગમાં ગાંઠ શા માટે થાય છે ? : એક્સપર્ટના જણાવ્યા અનુસાર પગમાં ગાંઠ સામાન્ય રીતે સોજા, સંક્રમણ, અને કોઈ પ્રકારના ટ્યુમરને કારણે થાય છે. જો કે આ ગાંઠ મોટાભાગના કેસોમાં દુઃખાવો ખુબ જ આપે છે. અને તમને હાલવા-ચાલવામાં ખુબ જ પરેશાની થાય છે. જ્યારે ઘણી ગાંઠ દર્દ રહિત પણ હોય છે. એટલું જ નહિ આ ગાંઠ તમને લાંબા સમય સુધી બંધ બુટ પહેરવાથી અથવા દુર્ગંધને કારણે પણ થઈ શકે છે. તો હવે જાણીએ પગની ગાંઠના ઘરેલું ઉપચાર.ઠંડુ અને ગરમ પાણી : પગમાં થયેલ ગાંઠથી છુટકારો મેળવવા માટે સૌથી સારો વિકલ્પ છે તમે ઠંડા અને ગરમ પાણીનો ઉપયોગ કરો. ઠંડા અને ગરમ પાણીના શેકથી આ ગાંઠ ઓછી થઈ શકે છે. અને પગમાં થતા સોજાને પણ દૂર કરી શકાય છે. તમને જણાવી દઈએ કે જ્યારે તમે પ્રભાવિત ભાગ પર ઠંડા કે ગરમ પાણીનો શેક કરો છો તેનાથી તમારા પગમાં રક્તનું પરિભ્રમણ વધે છે અને સોજો ઓછો થવા લાગે છે. આ માટે તમે ઠંડા પાણીમાં પોતાના પગને 10 મિનીટ રાખી મુકો અને પછી પગને બહાર કાઢીને ગરમ પાણીમાં થોડી વાર રહેવા દો. તમે દરરોજ  આ પ્રક્રિયા અપનાવો. તેનાથી તમને જલ્દી આરામ મળશે.

લવિંગનું તેલ :

લવિંગ એ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારા છે. પણ શું તમે જાણો છો કે લવિંગનું તેલ પણ એટલું જ ઉપયોગી છે. લવિંગમાં રહેલ એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઈમ્ફ્લેમેટરી ગુણ હોય છે, જે તમારા પગની ગાંઠને દૂર કરવામાં મદદ કરે છે. જો તમારા પગના કોઈ ભાગમાં ગાંઠ છે તો ચિંતા કરવાની જરૂર નથી, તમે લવિંગના તેલની મદદથી પ્રભાવિત ભાગ પર માલીશ કરો. તેનાથી તમારા પગમાં રક્તનો સંચાર વધશે. સોજો ઓછો થશે. આ માટે તમે લવિંગનું તેલ લઈ તેમાં થોડું નાળિયેર તેલ મિક્સ કરો અને પગની માલીશ કરો. થોડા દિવસમાં અસર જોવા મળશે.સરસવનું તેલ : સરસવનું તેલ ઘણી રીતે ફાયદાકારક છે. તે તમને અંદરથી અને બહારથી બંને રીતે ફાયદો આપે છે. સરસવનું તેલ ગાંઠ માટે પણ ખુબ જ પ્રભાવશાળી છે. તેમાં ઘણા પ્રમાણમાં એવા ગુણો રહેલા છે જે સોજો ઓછો કરવાની સાથે પગમાં રક્ત સંચારને પણ વધારે છે. એટલું જ નહિ જ્યારે તમે દરરોજ સરસવના તેલથી માલીશ કરો છો તો તેનાથી શરીરમાં કોઈ પણ જગ્યાએ થતી ગાંઠને દૂર કરી શકાય છે. સોજો અને દુઃખાવો પણ ઓછો થાય છે. આમ દરરોજ સરસવના તેલથી માલીશ ખુબ જ સારી માનવામાં આવે છે.

લાલ મરચું :

એક્સપર્ટના જણાવ્યા અનુસાર લાલ મરચું ખુબ જ પ્રભાવશાળી ઈલાજ છે. તે તમારા પગના સોજા ઓછા કરવાની સાથે ગાંઠને દૂર કરવામાં પણ મદદ કરે છે. તેમજ તેનાથી અનેક સ્વાસ્થ્ય લાભો પણ થાય છે. આમ જ જ્યારે તમે ગાંઠથી પરેશાન થાવ છો તો તમારા માટે લાલ મરચું ખુબ જ અસરકારક છે. આ માટે તમે આખી રાત સુતા પહેલા લાલ મરચાની પેસ્ટ તૈયાર કરી લો અને આ પેસ્ટને પ્રભાવિત ભાગ પર લગાવો. આ પેસ્ટને આખી રાત રહેવા દો અને તમને ઘણી રાહત મળશે.એપ્સોમ સોલ્ટ : એપ્સોમ સોલ્ટ વિશે તો તમે જાણતા જ હશો, તે ઘણા સ્વાસ્થ્ય લાભો કરે છે. તેની મદદથી તમે શરીરના કોઈ પણ અંગમાં આવેલ સોજો અને દુઃખાવાને સરળતાથી દૂર કરી શકો છો. એક્સપર્ટ અનુસાર આ મીઠામાં ભારે માત્રામાં સોજાને ઓછો કરવાના અને દુઃખાવાને દૂર કરવાના ગુણ મળે છે. જે તમારા પગની ગાંઠને દુર કરી શકે છે. તેનો ઉપયોગ પગમાં આવેલ ગાંઠ માટે ખુબ જ અસરકારક છે. તમે આ માટે નવશેકા ગરમ પાણીમાં એપ્સોમ સોલ્ટ નાખો અને પગને આ પાણીમાં 15 થી 20 મિનીટ રહેવા દો.

સફરજનનું વિનેગર : સફરજનનું વિનેગર પણ સ્વાસ્થ્યની ઘણી સમસ્યાઓને સરળતાથી દૂર કરે છે. સફરજનના વિનેગરમાં ઘણ એવા ગુણ મળે છે જે જલ્દી પગમાં આવેલ ગાંઠને દૂર  કરી શકે છે. તમે સફરજનના વિનેગરનો ઉપયોગ પગમાં થયેલ ગાંઠની સમસ્યા ઓછી કરવા માટે પણ કરી શકો છો. આ માટે તમે નવશેકા ગરમ પાણીમાં સફરજનનું વિનેગર નાખો અને પગને આ પાણીમાં 15 મિનીટ રહેવા દો. તેનાથી પગમાં રક્તનો સંચાર વધવા લાગશે અને સોજો પણ ઓછો થવા લાગે છે.બરફ : એ તો તમે જાણો છો કે બરફ તમારા સોજા અને દુઃખાવાને ઓછો કરવામાં ખુબ જ પ્રભાવી છે. તે ઝડપથી તમને આરામ આપે છે. તમને જણાવી દઈએ કે બરફ ગાંઠની પરેશાની દુર કરવા માટે ખુબ જ અસરકારક માનવામાં આવે છે. તમે બરફને કોઈ ટુવાલમાં લપેટી તેને પ્રભાવી જગ્યાએ લગાવો. હવે તમે તેનાથી શેક કરો. આમ કરવાથી પગમાં રક્તનો સંચાર વધવા લાગે છે અને સોજો થવા લાગે છે. આમ તમે પગની ગાંઠ દૂર કરવા માટે ઉપર આપેલ ઉપચાર અપનાવી શકો છો અને પગની ગાંઠનો દુઃખાવો તેમજ સોજો ઓછો કરી શકો છો. આ ઉપાયો ઘરેલું હોવાથી કોઈ આડ અસર નહિ કરે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment