કબજિયાતનો 100% અસરકારક દેશી ઈલાજ, આ દાણા જિંદગીમાં નહિ થવા દે કબજિયાત, જાણી લો ઉપયોગ કરવાની રીત….

કબજિયાત એ એક સામાન્ય સમસ્યા છે, પરંતુ જો તે વધારે સમય સુધી રહે છે, તો તે અનેક બીમારીનું કારણ બને છે. કેટલીક વાર આપણાં અસ્વસ્થ ખાન-પાનના કારણે પણ કબજિયાત થાય છે. તેથી સ્વસ્થ રહેવા માટે મેંદામાંથી બનેલી વસ્તુઓનું સેવન ખુબ જ ઓછું કરવું જોઈએ.

શું તમને પણ કબજિયાતની સમસ્યા છે અને સવારે દરરોજ ટોયલેટમાં કલાકો સુધી બેસી રહેવું પડે છે, અને શું કલાકો બેસી રહેવા છતાં પણ પેટ સાફ આવતું નથી ? શું ટોયલેટ કરતાં સમયે ખુબ જ તમારે તાકાત કરવી પડે છે ? જો તમારો જવાબ હા’ છે, તો સમજી લો કે તમે કબજિયાતના રોગી છો.

કબજિયાત એ પેટની એક સામાન્ય સમસ્યા માનવામાં આવે છે. સામાન્ય રીતે લોકો 3 થી 4 દિવસમાં કબજિયાતના શિકાર થાય જ છે અને તેનું કારણ ખરાબ ખાન-પાન હોય શકે છે. તેથી તેને ગંભીર ન કહી શકાય. પરંતુ કેટલાક લોકોને તો દરરોજની કબજિયાતની સમસ્યા હોય છે અને તેના કારણે તેની દૈનિક લાઈફમાં તકલીફ થાય છે.પેટ સાફ ન થવાના કારણે તેને દિવસભર બેચેની રહે છે અને ભોજન લેવું પણ તેને ગમતું નથી. લાંબા સમય સુધી, જો કબજિયાતને નજરઅંદાજ કરવામાં આવે, તો પેટ અથવા આંતરડામાં ઇન્ફેકશન, શારીરિક નબળાઈ અને અન્ય કેટલીક બીમારી થઈ શકે છે. કબજિયાતને દૂર કરવા માટે તમે ચિરોંનજીનો ઉપયોગ કરી શકો છો. આવો જાણીએ કે ચિરોંજી કબજિયાત માટે કેવી રીતે ફાયદાકારક છે અને તેનું સેવન કેવી રીતે કરી શકાય છે.

કબજિયાતને દૂર કરવા માટે શું કરવું જોઈએ ? : કબજિયાતની સમસ્યા એ લોકોને વધારે થાય છે, જે લોકો પોતાના આહારમાં ફાઈબરને ઓછું ખાય છે. ફાઈબર ફળો, શાકભાજી, મોટા અનાજ, દાળ વગેરેમાં હોય છે. આ ખરેખર રેસા હોય છે, જે આંતરડામાં જઈને આંતરડામાં રહેલ ગંદકીને દૂર કરે છે અને મળને સોફ્ટ કરે છે. તેથી જ, જે પણ લોકોને કબજિયાતની સમસ્યા રહે છે, તે લોકોએ ભોજનમાં ફાઈબરની માત્રાને વધારે રાખવી જોઈએ.કબજિયાત તે લોકોને પણ હેરાન કરે છે, જે લોકો ભોજનમાં રિફાઈન્ડ અનાજનો વધારે ઉપયોગ કરે છે. ખાસ કરીને, મેંદો, રિફાઈન્ડ કોર્ન ફ્લોર, રિફાઈન્ડ બેસન વગેરે. આમ, તો અનાજ ફાઈબરનો સારો સ્ત્રોત માનવામાં આવે છે, પરંતુ રિફાઈન્ડ કરતાં સમય પર તેના ફોતરાને દૂર કરવામાં આવે છે. ફાઈબર વધારે ફોતરામાં જ હોય છે. તેથી જ, રિફાઈન્ડ અનાજ તમારા આંતરડામાં જઈને ચીપકી જાય છે અને કબજિયાતનું કારણ બને છે. તેથી એ સાબિત થાય છે કે, કબજિયાત થવાનું મુખ્ય કારણ ભોજનમાં ફાઈબરની ઓછી માત્રા હોય શકે છે.

ચિરોંજી કબજિયાતમાં કેવી રીતે લાભકારી છે ? : ચિરોંજી એ એક બીજ જેવું દેખાવા વાળું ફળ છે, જેનો ઉપયોગ મેવા બનાવવામાં થાય છે. ચિરોંજીમાં ફાઈબરની સારી માત્રા હોય છે, તેથી જ, જો તમે ચિરોંજીનું સેવન કરો છો, તો તમને કબજિયાતથી છૂટકારો મળી શકે છે. ચિરોંજી ખાવાના બીજા અનેક ફાયદાઓ છે, જેમ કે તે ડાયેરીયાની સમસ્યાને દૂર કરવામાં પ્રભાવિત છે.આ સિવાય ત્વચાના રોગ, ઉધરસ, અસ્થમા જેવી સમસ્યામાં પણ ચિરોંજીનું સેવન કરવાથી ફાયદો થાય છે. સૌથી સારી વાત તો એ છે કે ચિરોંજીમાં વિપુલ પ્રમાણમાં પોષકતત્વો હોય છે, જે તમને સ્વસ્થ રાખે છે. તેથી જ, બોડી બિલ્ડિંગ રાખવા વાળા લોકો માટે પણ ચિરોંજીનું સેવન લાભકારી છે.

કબજિયાતની સમસ્યામાં કેવી રીતે ચિરોંજીનું સેવન કરી શકાય છે ? : જો તમે કબજિયાતની સમસ્યાથી હેરાન છો, તો તમે રાત્રે સૂતા પહેલા લગભગ એક-દોઢ કલાક પહેલા ચિરોંજીના દાણાને 1 ગ્લાસ ગરમ દૂધમાં નાખીને પલાળી દો. 15 મિનિટ સુધી પલાળીને રાખ્યા પછી, તમે તે દૂધને પીય લો અને સાથે ચિરોંજીની પણ ખાય લો.તમે ચાહો તો દૂધને ઉકાળતા સમયે અથવા ગરમ કરતાં સમયે પણ તેમાં ચિરોંજી નાખી શકો છો. આ સિવાય તમે તમારા રાત્રિના સલાડમાં અથવા શાકભાજીમાં નાખીને પણ ચિરોંજીનું સેવન કરી શકો છો. તમને જણાવી દઈએ કે ચિરોંજીને ચોરાળી પણ કહેવામાં આવે છે.

કબજિયાતની સમસ્યાથી દૂર થવા માટે આ વાતોનું પણ ધ્યાન રાખવું જરૂરી : જો તમે કબજિયાતની સમસ્યાથી પૂરી રીતે દૂર થવા માંગો છો, તો તમારે બીજી અન્ય વાતોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. જમવામાં તાજા ફળો, કાચું સલાડ અને લીલી શાકભાજીનું સેવન વધારી દો. ભોજનમાં દાળ અને અનાજ જરૂરથી લો. રોટલી બનાવતા સમયે તેમાંથી બ્રાનને કાઢવા નહીં, પરંતુ બ્રાન સહિત જ રોટલીને બનાવવી.દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી જરૂરથી પીવો. મેંદાથી બનાવેલ સામગ્રીનું, ખાસ કરીને પ્રોસેસ્ડ ફ્રૂડ્સનું સેવન ઓછું કરવું. રાતનું ડિનર સુવાના 3 કલાક પહેલા અથવા 2 કલાક પહેલા જરૂરથી કરી લેવું જોઈએ. તમારા ભોજનમાં ચા-કોફીનું સેવન ખુબ જ ઓછું કરો. ડિનર પછી ચા-કોફીનું સેવન બિલકુલ પણ ન કરો. સવારે ઉઠતાં સમયે, એટલે કે બ્રશ કર્યા પહેલા એક ગ્લાસ ગરમ પાણી જરૂરથી પીવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment