આજના સમયની મોટાભાગના લોકોની એ ફરિયાદ છે કે તેમના સાંધા બરાબર કામ નથી કરતા તેમજ તેમાં સતત દુખાવો થયા કરે છે. આથી સાંધાને મજબુત બનાવવા ખુબ જ જરૂરી છે. પણ જો તમે ઈચ્છો છો કે તમને સાંધાનો દુખાવા ન થાય તો તમારે અત્યારથી જ તેનો ઈલાજ શરુ કરી દેવો જોઈએ.
આ પ્રકારની જડીબુટ્ટી ખુબજ લાભકારી થઈ શકે છે. આ પ્રકારની જડીબુટ્ટી આપણી ઇમ્યુનિટી સિસ્ટમમાં વધારો કરે છે. સૂંઠમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ઇમ્ફ્લેમેટરી ગુણ હોય છે, જે શરદી, તાવ અને વાયરલ ફ્લૂ વગેરેને દૂર કરવામાં મદદ કરે છે. તેથી તમારે દરરોજ રાત્રે સૂતા પહેલા સૂંઠવાળા દૂધનું સેવન કરવું જોઇએ.
સૂંઠમાં વિટામિન-સી સહિત ઝીંક, ફોલેટ અને આયર્ન હોય છે અને સૂંઠનું દરરોજ નિયમિત રૂપથી સેવન કરવાથી ફ્લૂ, શરદી અને ચેપના લક્ષણોને દૂર કરવામાં મદદ મળે છે. સૂંઠમાં એ દરેક પોષક તત્વો હોય છે, જે શરીરના કામકાજ માટે જરૂરી છે. સૂંઠ શરીરને અંદરથી મજબૂત બનાવે છે અને રોગો સામે લડે છે.
રાત્રે સૂતા પહેલા જો દૂધની અંદર સૂંઠ મિક્સ કરીને પીવામાં આવે, તો તમને થોડા જ દિવસોમાં સાંધાના દુખાવાથી રાહત મળશે અને જો સોજો હશે તો તે પણ દૂર થઈ જશે. જો સાંધામાં ખૂબ દુખાવો અને સોજો હોય, તો સૂંઠ વાળું દૂધ લાભકારી થાય છે. આ સિવાય, જો તમે સૂંઠ અને ગરમ પાણીની સાથે મધને મિક્સ કરીને પીવો છો, તો ગાંઠ થઈ હોય તો તેમાં પણ રાહત મળે છે.
સૂંઠવાળું દૂધ પાચન માટે ખુબજ લાભકારી છે. જે પણ લોકોને કબજિયાત, ડ્કાર, એસીડીટી, પેટમાં દુખાવો જેવી સમસ્યા રહે છે, તેમના માટે આ દૂધ ખુબજ લાભકારી છે. સવારે નાસ્તો કર્યા પછી, સૂંઠવાળું દૂધ પીવું એ પાચન માટે લાભકારી છે. આમ કરવાથી પાચન સારું રહે છે.
બદલતી ઋતુના કારણે ગળામાં ખરેડી પડવી એ એક સામાન્ય વાત છે. આવામાં જો સૂંઠવાળા દૂધનું સેવન કરવામાં આવે તો તે તમારા માટે લાભકારી થઈ શકે છે. સૂંઠવાળા દૂધને દરરોજ રાત્રે પીવાથી થોડા જ દિવસોમાં ગળામાં પડતી ખરેડી દૂર થઈ જાય છે. એટલું જ નહીં પરંતુ જો ગળામાં ઇન્ફેકશન થયું હોય, તો તેને પણ દૂર કરે છે. રાત્રે સૂંઠવાળું દૂધ પીધા પછી તેના ઉપર પાણી ન પીવું જોઇએ.
સૂંઠવાળું દૂધ પીવાથી શરીરમાંથી પરસેવો નીકળે છે અને શરીરમાં ગરમી થાય છે. તાવમાં સૂંઠવાળું દૂધ પીવાથી શરીરમાં તાપમાન જળવાઈ રહે છે અને સાથે જ શરીરમાંથી ઝેરી પદાર્થો પણ દૂર થાય છે. આ સાથે તમે જો સૂંઠવાળા દૂધમાં થોડું મધ નાખીને સેવન કરો છો, તો તે વધારે પોષ્ટિક બની જાય છે.
જો હેડકીની સમસ્યા થાય છે, ત્યારે તમે સૂંઠવાળા દૂધનું સેવન કરી શકો છો. જો કોઈપણ વ્યક્તિને હેડકી આવે છે અને તે બંધ નથી થતી, તો તમે તેને સૂંઠવાળું દૂધ આપી શકો છો. આમ કરવાથી તમને થોડી જ, વારમાં હેડકી આવતી બંધ થઈ જશે. પાસળામાં દુખાવો થવા પર પણ 3-4 વાર સૂંઠવાળા દૂધનું સેવન કરવાથી રાહત મળે છે.
એક ગ્લાસ દૂધમાં અડધી ચમચી સૂંઠ પાવડરને મિક્સ કરીને ગરમ કરો અને થોડીવાર સુધી તેને ઉકાળો. આ પછી તેને ઠંડુ થવા દો અને સ્વાદ વધારવા માટે તમે મધ પણ નાખી શકો છો. આ વધારે ગુણકારી સાબિત થાય છે. આ દૂધને રાત્રે પીવાથી વધારે ફાયદો થાય છે. આમ તમે સુંઠવાળું દૂધ પી ને સ્વાસ્થ્યના અનેક લાભો મેળવી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી