આ સમયે કરો ઘરની સાફસફાઈ, બની શકશો એક દિવસ કરોડપતિ.. જાણો શું છે તેનું રહસ્ય.

મિત્રો, કહેવાય છે કે જ્યાં ઘરની સફાઈ એકદમ ચોખ્ખી હોય ત્યાં લક્ષ્મીજીનો વાસ થાય છે. આથી જ આપણે ઘરનું આંગણું તેમજ ઘરની સફાઈ કરતાં હોય છે. આમ જોઈએ તો લોકો ઘરમાં સવાર સાંજ એમ બે વખત કચરો કાઢતા હોય છે. પરંતુ શું તમે જાણો છો  ? ઘરની સફાઈ માટે પણ કોઈ ચોક્કસ સમય છે. એ સમયે જો તમે ઘરની સફાઈ કરો છો, તો તમારા પર પૈસાનો વરસાદ થઈ શકે. ચાલો તો આ સમયને વિસ્તારથી જાણી લઈએ. માટે આ લેખને અંત સુધી વાંચો.

આ વિશે આગળ વાત કરીએ તો આપણે બધાં આપણી આસપાસની જગ્યા સ્વચ્છ રાખીએ છીએ. દરેક ઘરમાં સાફ-સફાઈ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યાં સ્વચ્છતા હોય છે, ત્યાં હંમેશા લક્ષ્મી દેવીનો વાસ હોય છે. જેના પર માતા લક્ષ્મીની કૃપા થાય છે. તેના જીવનમાં ક્યારેય ધનની કમી નથી થતી. તેના જીવનની બધી આર્થિક મુશ્કેલીઓથી દૂર થાય છે.આમ લક્ષ્મીની કૃપા મેળવવા માટે ઘરમાં સાવરણી લગાવવા માટે એક નિયમિત સમય છે. જેની જાણ આપણને અવશ્ય હોવી જોઈએ. આપણા શાસ્ત્રોમાં નિયમિત સમય પર સાવરણી લગાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે જે લોકો નિયમિત સમયે પોતાના ઘરની સફાઈ કરે છે, તેના જીવનમાં ક્યારેય આર્થિક સમસ્યા નથી આવતી. અમે તમને સફાઈના નિયત સમય વિશે જણાવીશું અને જે તમને કરોડપતિ પણ બનાવી શકે છે.

આપણા બધાના ઘરમાં હંમેશા એક વાત જોવા મળે છે અને તે છે, જ્યારે પણ ઘરમાં ગંદકી જોવા મળે છે ત્યારે ઘરની મહિલાઓ સફાઈ કરવાનું શરૂ કરી દે છે. પરંતુ એવું કરવું બરાબર નથી. જો તમે બ્રહ્મમુહૂર્તના સમયે તમારા ઘરે સાવરણી લગાવો છો, તો તમારા પર હંમેશા માતા લક્ષ્મીની કૃપા રહે છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે જેણે બ્રહ્મમુહૂર્તમાં પોતાનું ઘર સાફ કર્યું છે તે જલ્દીથી કરોડપતિ બની જાય છે.

શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તમારા ઘરમાં ક્યારેય સાવરણી ઊભી ન રાખવી જોઈએ. આ સિવાય સાવરણી હંમેશા ઘરની અંદર જ રાખવી જોઈએ. એવું કહેવામાં આવે છે કે સાવરણીને જો સૂતેલી રાખવામા આવે તો ઘરમાં હંમેશા શાંતિ રહે છે. આટલું જ નહીં, તમારા ઘરમાં ક્યારેય આર્થિક સમસ્યા પણ નથી થતી. ધ્યાનમાં રાખો કે જ્યારે પણ તમે ઘર બદલો છો, ત્યારે હંમેશાં નવા મકાનમાં નવી સાવરણી રાખો. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે જૂની સાવરણીને નવા મકાનમાં ખસેડવાથી તમારા ઘરની હાલત પણ સમાન જ રહે છે, તે ક્યારેય બદલાતી નથી. તેથી જ તો કહેવામાં આવે છે કે નવા મકાનમાં નવી સાવરણી લઈ જવી.

જો તમારે નવી સાવરણી ખરીદવી હોય તો શનિવારે જ હંમેશા નવી સાવરણી ખરીદો. એવું કહેવામાં આવે છે કે શનિવારે સાવરણી ખરીદવી શુભ છે. ઉપરાંત, સૂર્યાસ્ત દરમિયાન ક્યારેય ઘરની સફાઈ ન કરવી જોઈએ.

ધ્યાનમાં રાખો કે જ્યારે પણ કોઈ ઘરની બહાર જાય છે, ત્યારે ત્યાંથી નીકળ્યા પછી તરત સાવરણી ન લગાવો. એવું કહેવામાં આવે છે કે આવું કરવું અશુભ છે. એવું પણ કહેવામાં આવે છે કે જે વ્યક્તિ બહાર જાય છે તે ક્યારેય સફળ થતો નથી.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment