જાપાની મહિલાઓની ગૌરી ત્વચા અને સુંદરતાનું રાજ છે આ એક વસ્તું । વાળ બનાવી દેશે એકદમ ચમકદાર, તડકો, ધૂળ, ખરતા વાળમાં મળી જશે છુટકારો

મિત્રો માનવ જાતિની એક વાત ખુબ જ મહત્વની છે, કોઈ પણ સ્ત્રી કે પુરુષ હોય તે દરેક વસ્તુમાં સુંદરતાને વધુ મહત્વ આપે છે. કેમ કે દરેક લોકોને કોઈ સુંદર વસ્તુ પસંદ હોય જ છે. સુંદર વસ્તુ સામાન્ય રીતે લોકોની આંખમાં ખુંચે છે. માટે સુંદર વસ્તુને લોકો વધુ પસંદ કરે છે. પરંતુ લોકો પસંદ કરે છે અને સુંદર હોવું બંનેમાં ખુબ જ તફાવત હોય છે. તો આજે આ લેખમાં અમે તમને સુંદરતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેમાં અમે તમને જાપાની મહિલાઓ વિશે અને તેની સુંદરતાના રાઝ વિશે જણાવશું. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

મિત્રો આપણે જોઈએ છીએ કે, જાપાનની મહિલાઓ દેખાવમાં ખુબ જ સુંદર હોય છે. તેનું રહસ્ય એક તેલ હોય છે, જેનું નામ છે કૈમેલિયા તેલ છે. જી હાં, કૈમેલિયા તેલને ટી-સીડ ઓઇલ પણ કહેવામાં આવે છે. આ તેલને કૈમેલિયા ઓલિફેરા એટલે કે ચાના બીજમાંથી કાઢવામાં આવે છે. આ એક કોલ્ડ પ્રેસ્ડ ઓઇલ છે. આ તેલમાં ચિકાસ નથી હોતી તથા એન્ટી-એજિંગ ગુણ હોય છે. આ તેલ વાળ અને સ્કિન બંને માટે શ્રેષ્ઠ હોય છે. આ તેલ સ્કિનમાં ખુબ જ સરળતાથી સમાઇ શકે છે અને આ તેલમાં ઓમેગા-6 ફૈટી એસિડ હોય છે. આ સ્કિન માટે પણ ફાયદાકારક છે. કૈમેલિયાના તેલ સેલ્સની ફરીથી વૃદ્ધિ માટે ઓળખાય છે. આ ઉપરાંત સ્કિન ઘણી સોફ્ટ અને લચીલી બને છે. તો આવો જાણીએ કૈમેલિયા તેલના ફાયદા…

કૈમેલિયાના તેલના ફાયદા : જાપાની મહિલાઓ તેના વાળમાં કૈમેલિયાનું તેલ લગાવે છે. આ તેલ ખુબ જ ઘટ્ટ અને સોનેરી હોય છે. તેને હળવું ગરમ કરીને વાળમાં લગાવીને પછી ધીમે ધીમે મસાજ કરવી જોઈએ. આ તેલ અને તેના આ ઉપાય દ્વારા વાળ ખુબ જ ચમકદાર બને છે.

વાળ માટે કૈમેલિયાના તેલ ફાયદા : જો તમારા વાળની ચમક ખોવાય ગઈ હોય, તો કૈમેલિયાના તેલથી એ ખોવાયેલી ચમક પાછી આવી જાય છે. કૈમેલિયાનું વાળમાં નાખવામાં આવે તો વાળમાં ખોડાની સમસ્યા નથી થતી. આ તેલના પ્રયોગથી વાળ શુષ્ક નથી પડતા, તેમજ ખંજવાળની સમસ્યામાંથી પણ રાહત મળે છે.

સ્કિન માટે વરદાન છે કૈમેલિયાનું તેલ : કૈમેલિયાનું તેલ સ્કિન માટે ખુબ ફાયદાકારક છે. આ તેલ ખુબ જ ઝડપીથી સ્કિનમાં સમાવી જાય છે અને તેનાથી ત્વચાને ખુબ જ પોષણ તથા નમી મળે છે. આ તેલ ખુબ જ હળવું હોય છે. તેથી જ ત્વચાના છિદ્રોને બ્લોક નથી કરતું. તે સાથે જ ધૂળ, તડકા અને પ્રદૂષણના કારણે ત્વચાને પહોંચેલા નુકશાનને પણ ઠીક કરે છે. આ તેલ ત્વચા પર પડી ગયેલા દાગ અને કરચલીઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. આ તેલના ઉપયોગથી ત્વચા બેદાગ રહે છે. આ તેલને ચહેરા પર લગાવવા માટે તેલને થોડી માત્રામાં લો. તેને હળવા હાથે ચહેરા પર લગાવો. પરંતુ આ તેલની એક બાબત ધ્યાનમાં રાખવાની કે આ તેલની મસાજ ન કરવી, તેને માત્ર થપથપાવીને ત્વચા પર લગાવવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment