મચ્છરના ડંખથી ખંજવાળ અને સોઝાની સમસ્યાને ફટાફટ કરો દુર, અજમાવો આ 6 ઉપાય.

સામાન્ય રીતે આ મૌસમમાં મચ્છર ખુબ જ પરેશાન કરે છે. તેના કારણે ગંભીર બીમારીઓ પણ ફેલાય છે. પરંતુ બીમારી ન થાય તો પણ મચ્છરોના કરડવાથી ખંજવાળની સમસ્યા રહે છે. તેમજ ઘણા લોકોને જે જગ્યાએ મચ્છર કરડે ત્યાં સોઝા અથવા તો લાલ નિશાન પણ પડી જતા હોય છે. તો આજે આ લેખમાં અમે તમને જણાવશું કે, મચ્છર જે જગ્યા પર કરડી ગયું હોય ત્યાં ખંજવાળ આવતી હોય કે સોઝા થઈ ગયા હોય, તો એ સમસ્યાથી કેવી રીતે બચી શકાય. તો જાણવા માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

પહેલા તો આપણે જાણીએ કે કેમ કરડે છે મચ્છર ? : જ્યારે મચ્છર લોકોને કરડે છે, ત્યારે તે લોહી પીવે છે અને પોતાની લાળ ડંખ માર્યો હોય ત્યાં જ પર છોડી દે છે. જ્યાં મચ્છર કરડે છે, તે જગ્યાએ સોજો આવી જાય છે. મચ્છરની લાળમાં એન્જાઇમ અને પ્રોટીન હોય છે. જે તમારા શરીરની ગંઠાયેલી પ્રણાલીને બાયપાસ કરે છે. આ 19 એન્જાઇમ, પ્રોટીન અને anticoagulants સીધા આપણા શરીરમાં જ એલર્જી ઉત્પન્ન કરી નાખે છે.

મચ્છરના કરડવાથી ખંજવાળ શા માટે આવે ? : હકીકતમાં મચ્છર પોતાના ડંખની સહાયતાથી કરડે છે. જેના કારણે ત્વચા પર કાણું પાડે છે અને રક્તવાહિનીને પ્રભાવિત કરે છે. સારી રીતે લોહી ચૂસી શકે અને લોહી જામી ન જાય. તેના કારણે તે વિશેષ પ્રકારે એવુ રસાયણ પોતાની લાળમાં રાખે છે જેનાથી લોહી જામી જતું નથી. કારણ કે તે લાળમાં anticoagulant ના રૂપે કાર્ય કરે છે અને સરળતાથી મચ્છર પોતાનું લોહી ચૂસે છે. લાળમાં રસાયણના કારણે આપણા શરીરમાં પ્રવેશ કરવાથી ખંજવાળ આવે છે અને થોડી જ વારમાં તે ભાગ લાલ થઈને સોઝી જાય છે. તો હવે તમને જણાવશું મચ્છર કરડી જાય તેના 6 ઈલાજ વિશે.મધનો ઉપયોગ : મચ્છર કરડવા પર તે જગ્યાએ આવેલા સોઝાને ઓછો કરવા અને ખંજવાળને દૂર કરવા માટે તેના પર મધ લગાવવું જોઈએ. મધ એન્ટીસેપ્ટિક અને જીવાણુરોધી છે. નોંધનીય છે કે, જ્યારે તમે ઘરની બહાર જવાના હો, ત્યારે મચ્છર કરડ્યા હોય ત્યાં મધ ન લગાવવું.

એલોવેરાનો ઉપયોગ : એલોવેરા ખંજવાળને રોકવા માટે શ્રેષ્ઠ ઉપચાર છે. જો તમારા ઘરની આસપાસ એલોવેરાનો છોડ હોય, તો તેમાંથી એક એલોવેરા કાપીને મચ્છર કરડી ગયું હોય ત્યાં લગાવો. અથવા તમે એલોવેરા જેલ પણ લગાવી શકો છો. એલોવેરા લગાવવાથી તમને ઠંડકનો અનુભવ થશે.તુલસીના પાન ઘસો : તુલસી એક ઐષધિ છે. ખંજવાળ આવતી જગ્યા પર તુલસીના પાન ઘસવાથી રાહત થશે. મિત્રો તુલસીનો છોડ પવિત્ર માનવામાં આવે છે. તુલસી એક એવી ઐષધિ છે, જે સરળ રીતે તમને મળી શકે છે. તમે તુલસીના તાજા પાન કાપીને મચ્છર કરડેલી જગ્યા પર ઘસ્સો તો તેનાથી ઘણી રાહત મળે છે.

ટી બેગનો ઉપયોગ : ગ્રીન કે બ્લેક ટી, બેગ્સ બંનેમાં સોઝા ઘટાડવાનો ગુણ હોય છે. જો તમે ઘરે ચા બનાવવા માટે ટી બેગ્સનો ઉપયોગ કરો છો, તો ઉપયોગ કર્યા બાદ તેને થોડી વાર ફ્રિજમાં રાખો. ત્યાર બાદ બેગને મચ્છર કરડેલી જગ્યાએ અને જ્યા સોજો આવ્યો છે ત્યાં રાખો. તેનાથી પણ તમને રાહત અનુભવાશે.

લસણનો પ્રયોગ : ઘરમાં મચ્છર કરડે તો તેનો ઇલાજ કરવા માટેની એક બીજી પદ્ધતિ પણ છે. તમે ઘરેલું ઉપચાર પણ કરી શકો છો. લસણ જી હાં, લસણમાં એન્ટીવાયરલ અને ઘા ભરવાના ગુણ હોય છે. લસણની પેસ્ટ બનાવીને સોજો આવેલી જગ્યા પર લગાવો. નોંધનીય છે કે, કાચું લસણ ફક્ત મચ્છર કરડવાથી જે ખંજવાળ આવે છે તેને મૂળમાંથી ખતમ કરી નાખે છે. કારણ કે તે ત્વચામાં બળતરા ઉત્પન્ન કરે છે. તે સાથે જ મચ્છરના કરડવાથી આવતી ખંજવાળમાંથી પણ છુટકારો અપાવશે. તો લસણની પેસ્ટ બનાવા માટે એક લસણની કળીને મસળીને તેને એક નાળિયેર તેલમાં મિક્સ કરો અને મચ્છર કરડેલી જગ્યા પર તેને લગાવો.

લીમડાની પેસ્ટ : જો તમે વિચારી રહ્યા છો કે, મચ્છર કરડવાથી કેવી રીતે છુટકારો મેળવી શકાય. તો લીમડાની મદદ લઈ શકો છો. થોડા લીમડાના પાન લો અને તેની એક પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને મચ્છર કરડેલી જગ્યાએ લગાવો. તે તમારી ત્વચા પર નિખાર લાવશે તથા સોજો પણ ઓછો થશે.

Leave a Comment