મિત્રો આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને આજે દુનિયામાં સૌ કોઈ જાણે છે. પરંતુ તેમના માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માતૃ શ્રી હીરા બા ની તબિયત લથડી ગઈ છે. તેમની તબિયત લથડી જતા હાલમાં જ તેમને અમદાવાદની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. તેમજ હોસ્પિટલ દ્વારા એવું બયાન જાહેર કરવામાં આવ્યું છે કે, તેમની હાલત સ્થિર છે.
એવી જાણવામાં આવી રહ્યું છે કે, પીએમ મોદીના માતા હીરા બા ની તબિયત મંગળવારના રોજ બગડી ગઈ હતી. ત્યાર બાદ તેમને અમદાવાદ ખાતે આવેલ યુએન મહેતા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેમજ તેના પરિવારના બધા જ લોકો ત્યાં હોસ્પિટલમાં હાજર હતા.
પીએમ મોદી આવશે અમદાવાદ : એવું જાણવામાં આવી રહ્યું છે કે, પીએમ મોદી આજે બપોરે હીરા બા ના ખબરઅંતર પૂછવા માટે અમદાવાદ પહોંચશે. થોડી જ વારમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હીરા બા ના ખબર અંતર પૂછવા માટે આવી શકે છે. તેવામાં પ્રશાસને હોસ્પિટલની આસપાસ સુરક્ષા વ્યવસ્થા પણ ખુબ જ વધારી દીધી છે.
હીરા બા ની હાલની સ્થિતિ : હાલ યુએન મહેતામાં હીરા બા દાખલ છે, જેને ધ્યાનમાં લઈને યુએન મહેતા હોસ્પિટલ તરફથી એક બયાન જારી કરવામાં આવ્યું છે કે, પીએમ મોદીના માતા હીરા બા યુએન મહેતા હોસ્પિટલના કાર્ડિયોલોજિ એન્ડ રિચર્સ સેન્ટર અમદાવાદમાં ભરતી કરવામાં આવ્યા છે, અને તેમની હાલત હાલ તો સ્થિર છે.
હીરા બા ની ઉંમર : તમને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માતા હીરા બા જુનમાં જ 100 વર્ષના થયા છે. હીરા બા ના 100 માં જન્મદિવસ પર પીએમ મોદી તેમને મળવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે માતા હીરા બા પાસેથી આશીર્વાદ લીધા હતા, અને પૂજા અર્ચના પણ કરી હતી. તેમન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોતાની માતાના પગ પખાળી અને શોલ ભેટમાં આપી હતી.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી










