પ્રેગ્નેન્સીમાં આ સંકેતોને નજરઅંદાજ કરવાની ભૂલ ન કરતા, માતા અને બાળક બંને માટે છે ખુબ જ ખતરનાક… જાણો શું કરવું અને અમુક સાવધાનીઓ

ગર્ભાવસ્થાનો સમય દરેક મહિલા માટે ખુબ જ સુંદર હોય છે. આ સમય દરમિયાન મહિલાએ પોતાની સાથે બાળકની પણ સારસંભાળ કરવાની હોય છે. આથી આ સમયે અમુક બાબતોનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે.

ગર્ભાવસ્થામાં માતાએ બાળકના વિકાસ માટે પોતાની ખાણીપીણી અને રૂટિનનું ખાસ ધ્યાન રાખવું પડે છે. પૂરા નવ મહિના સુધી માતાએ ડોક્ટરની દરેક સલાહ માનવી જોઈએ. આ સિવાય અમુક વાતો પર પણ ધ્યાન આપવાની જરૂર છે અને કોઈ પણ સમસ્યા અનુભવાય તો તરત જ ડોક્ટરને જાણ કરવી જોઈએ.

પ્રેગ્નેન્સીમાં દરેક મહિલાએ પોતાનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. પ્રેગ્નેન્સીના શરૂઆતના મહિનાઓથી લઈને છેલ્લા મહિના સુધીનો સમય ખુબ જ નાજુક હોય છે. આ સમય દરમિયાન આવનારા બાળકના વિકાસ માટે ખાણીપીણી અને દવાઓનું ખુબ જ ધ્યાન રાખવું પડતું હોય છે. રેગ્યુલર ચેકઅપથી બાળકની સ્થિતિની સાચી જાણકારી મળતી રહે છે. ક્યારેક-ક્યારેક અમુક એવી વસ્તુઓ પણ થાય છે જેને નજરઅંદાજ કરવી ખુબ જ નુક્શાનકારક સાબિત થઈ શકે છે. આ લક્ષણો અનુભવાય કે તરત જ રેગ્યુલર ચેકઅપની રાહ જોયા વગર ડોકટરનો સંપર્ક કરવો જોઈએ.

પેટમાં વારંવાર સંકોચન અનુભવવું : પ્રેગ્નેન્સીમાં પેટમાં ઘણી વખત ખેંચાણ અનુભવવું એ સામાન્ય વાત છે, ખાસ કરીને ત્યારે જ્યારે ડિલિવરીની તારીખ નજીક આવી રહી હોય. પેટમાં આ પ્રકારના સંકોચનથી દુખાવો થાય છે. પરંતુ તે ક્યારેક ક્યારેક થાય છે. જો કે, અમુક સ્થિતિમાં આ ખેંચાણ ખુબ જ વધારે અનુભવાય છે. જો તમને એક કલાકમાં 6 થી વધુ વખત સંકોચન અનુભવાય તો તે સમયથી પહેલા ડિલિવરીનો સંકેત છે. આવી સ્થિતિમાં મોડું કર્યા સિવાય તરત જ તમારે તમારા ડોકટરનો સંપર્ક કરવો જોઈએ.

બાળકની મુવમેન્ટ બંધ થઈ ગયી હોય : જો તમારી પ્રેગ્નેન્સી 28 અઠવાડિયાથી ઓછી હોય તો બની શકે છે કે, તમારા બાળકની મુવમેન્ટ હજુ એટલી વધારે ન હોય. પરંતુ 28 અઠવાડીયા પછી બાળક અંદર એટલું એક્ટિવ થઈ જાય છે કે, તમે તેનું હલનચલન અનુભવી શકો છો. આ અઠવાડિયાથી પોતાના બાળકના મુવમેન્ટ પર ઝીણવટભરી નજર કરવી. જો તમને લાગે કે, બાળક સામાન્યથી ઓછી મુવમેન્ટ કરી રહ્યું છે તો તમારા ડોક્ટરને તરત જ તેની જાણકારી આપવી.

બ્લડ શુગર ખુબ વધારે કે ઓછું થાય ત્યારે : પ્રેગ્નેન્સી વખતે ઘણી મહિલાઓને ડાયાબિટીસની ફરિયાદ રહેતી હોય છે. માટે જરૂરી છે કે, તમે તમારા બ્લડ શુગર પર નજર રાખો. બ્લડ શુગર અચાનક વધી કે ઘટી જવાની અસર આવનારા બાળક પર પડે છે.

ખુબ વધારે બ્લીડિંગ થાય ત્યારે : પ્રેગ્નેન્સીમાં થોડું બ્લીડિંગ થવું એ સામાન્ય વાત છે. પરંતુ જો તમને ખુબ વધારે બ્લીડિંગ થઈ રહ્યું હોય. જેમ કે, પિરિયડ્સ વખતે થતી હોય તો તે બાળક માટે જોખમ બની શકે છે. જે મહિલાઓના પ્લેસેંટામાં તકલીફ હોય, તેઓ એ બ્લીડિંગ થાય એટ્લે તરત જ ડોકટરનો સંપર્ક કરવો જોઈએ.

પેટમાં ખુબ વધારે દુખાવો થાય ત્યારે : પ્રેગ્નેન્સીમાં પેટદર્દથી લઈને માંસપેશીઓમાં દુખાવો એ સામાન્ય વાત છે. આ સમય દરમિયાન અમુક મહિલાઓને કબજિયાતની પણ સમસ્યા થઈ જતી હોય છે. પરંતુ જો તમને પેટમાં ખુબ જ વધારે દુખાવો થાય તો બની શકે છે કે, તમારી પ્રેગ્નેન્સીમાં કોઈ તકલીફ આવી હોય. તે તમારી અને બાળક બંને માટે જોખમ ભર્યું છે માટે તરત જ ડોકટરનો સંપર્ક કરવો જોઈએ.

વોટર બ્રેક થાય ત્યારે : પ્રેગ્નેન્સી વખતે બાળક એમનીઓટીક ફ્લૂઈડથી લપેટાયેલું હોય છે. તે બાળકના સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી હોય છે. વોટર બ્રેક જલ્દી થઈ જાય તો તે માતા અને બાળક બંને માટે જોખમ ભર્યું છે. માતા માટે તેનાથી ખતરનાક ઇન્ફેક્શન થવાનું જોખમ રહેલું છે અને બાળકના વિકાસ તેમજ સમય પહેલા જન્મનું જોખમ વધી જાય છે. માટે વોટર બ્રેક થવા પર તરત જ ડોકટરનો સંપર્ક કરવો જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment