ડાયાબિટીસના દર્દીને રસોડાની આ 6 સફેદ વસ્તુઓથી થઈ શકે છે ગંભીર નુકશાન, ખાતા પહેલા જાણી લેજો આ ખાસ માહિતી, નહિ તો પછી….

મિત્રો જે લોકોને ડાયાબિટીસ છે તેમણે પોતાના ખોરાક અંગે ખુબ જ તકેદારી રાખવી પડે છે. કારણ કે જો તમે પોતાના ડાયટનું યોગ્ય ધ્યાન નથી રાખતા, તો તમને નુકશાન થઈ શકે છે. એવી ઘણી વસ્તુઓ છે જેનું સેવન કરતા પહેલા ડાયાબિટીસના દર્દીએ સાવચેતી રાખવી પડે છે.

ડાયાબિટીસના દર્દીએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવું ખુબ જ જરૂરી છે. તમને જણાવી દઈએ કે, ડાયાબિટીસના દર્દીને ઘણી વસ્તુઓ ખાવાની મનાઈ હોય છે. જયારે તમે પોતાની લાઈફ સ્ટાઈલ અને ખાનપાનમાં ફેરફાર કરીને ડાયાબિટીસને કંટ્રોલ કરી શકો છો.

ડાયાબિટીસના દર્દીએ વધુ પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ, ફેટ અને ખાંડ યુક્ત મીઠી વસ્તુઓ ખાવાથી બચવું જોઈએ. જો કે ખાવામાં ત્રણ પ્રકારના કાર્બોહાઈડ્રેટ હોય છે. સ્ટાર્ચ, શુગર અને ફાઈબર, સ્ટાર્ચ અને શુગર ડાયાબિટીસ વાળા દર્દી માટે મોટી સમસ્યા છે. કારણ કે શરીર તેને ગ્લુકોઝમાં બદલી નાખે છે.

રીફાઈન્ડ કાર્બ્સ અથવા રીફાઇન્ડ સ્ટાર્ચ પ્લેટો સુધી પહોંચતા પહેલા પ્રોસેસ દ્વારા તૂટી જાય છે. આથી શરીર તેને જલ્દી અવશોષિત કરી લે છે અને તેને ગ્લુકોઝમાં બદલી નાખે છે. આથી શરીરનું બ્લડ શુગર લેવલ વધી જાય છે. દરરોજ ખાવામાં આવતી સફેદ રંગની ઘણી વસ્તુઓ સ્ટાર્ચ અને શુગર જેવા કાર્બ્સથી ભરપુર હોય છે. જેનું સેવન બ્લડ શુગરને વધારી દે છે. ચાલો તો આવી સફેદ રંગની વસ્તુઓ કંઈ છે જેનું સેવન ડાયાબિટીસના દર્દીએ બિલકુલ કરવું જોઈએ.

પાસ્તા : પાસ્તાને સોર્સ, ક્રીમ જેવી વસ્તુઓ અને ખુબ જ વધુ પ્રમાણમાં માખણથી બનાવવામાં આવે છે. તેનાથી તમને વધુ પ્રમાણમાં કેલેરી, ફેટ અને કાર્બોહાઈડ્રેટ મળે છે. પાસ્તા મેંદામાંથી બનેલ હોય છે જે શરીરમાં બ્લડ શુગર લેવલને વધારી શકે છે. તેનાથી વજન વધવાનો ખતરો રહે છે. માટે ડાયાબિટીસના દર્દીએ પાસ્તા ખાવાથી બચવું જોઈએ.

બટેટા : બટેટા લગભગ દરેક લોકોને પસંદ હોય છે. તેના વગર કોઈ પણ સબ્જી ટેસ્ટી નથી બનતી. બટેટામાં કેલેરી, કાર્બોહાઈડ્રેટ, ફેટ, પ્રોટીન અને ફાઈબર રહેલ હોય છે. તેમાં હાઈ ગ્લાઈસેમિક ઇન્ડેક્સ હોય છે અને તે ડાયાબિટીસના દર્દી માટે યોગ્ય નથી. બટેટા ખાવાથી શરીરમાં બ્લડ શુગર લેવલ વધી શકે છે.

મેંદો : મેંદામાં વધુ પ્રમાણમાં સ્ટાર્ચ રહેલ છે. જયારે વિટામીન, મિનરલ્સ અને ફાઈબરની માત્રા ખુબ જ ઓછી હોય છે. મેંદાથી બનેલ કોઈ વસ્તુનું સેવન ડાયાબિટીસના દર્દી માટે હાનિકારક સાબિત થઈ શકે છે. મેંદાનું વધુ સેવન કબજિયાતની પરેશાની કરી શકે છે. મેંદાનું ગ્લાઈસેમિક ઇન્ડેક્સ વધુ હોય છે. તેનાથી વજન વધવો અને ડાયાબિટીસમાં વધારો કરી શકે છે.

ખાંડ : ખાંડથી બનેલ મીઠા ખાદ્ય પદાર્થમાં વધુ પ્રમાણમાં શુગર અને કાર્બોહાઈડ્રેટ હોય છે. તેમાં ખુબ જ ઓછા પ્રમાણમાં કોઈ પણ પોષણ તત્વ રહેલ હોય છે. તે શરીરમાં બ્લડ શુગર લેવલ ઝડપથી વધારી શકે છે. ખાંડથી વજન વધવો, હાર્ટ સંબંધી બીમારીઓ અને સ્ટ્રોકનું જોખમ પણ વધી શકે છે.

ચોખા : એક અભ્યાસ અનુસાર જે લોકો સફેદ ચોખા ખાય છે તેનામાં ટાઈપ 2 ડાયાબિટીસ વિકસિત થવાનું જોખમ વધુ રહે છે. તેવામાં તમારે પ્રી-ડાયાબિટીસ છે તો તમારે ચોખા ન ખાવા જોઈએ. સફેદ ચોખામાં હાઈ ગ્લાઈસેમિક ઇન્ડેક્સ હોય છે, શરીરનું બ્લડ શુગર લેવલ વધારી શકે છે.

સફેદ બ્રેડ : સફેદ બ્રેડ લોટથી બનેલ હોય છે. જે રીફાઈન્ડ સ્ટાર્ચથી ભરપુર હોય છે. આ વસ્તુ ખાંડની જેમ કામ કરે છે અને જલ્દી પચી જાય છે. તેનાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે. સફેદ બ્રેડનું ગ્લાઈસેમિક ઇન્ડેક્સ વધુ હોય છે. તેમાં ફાઈબરનું પ્રમાણ પણ ઓછું હોય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment