આ એક વસ્તુનું સેવન તમારા બાળક માટે છે અમૃત સમાન, શારીરિક અને માનસિક ક્ષમતાઓ વધારી બીમારીઓને રાખશે કાયમી દુર… જાણો સેવનની રીત..

મિત્રો કિશમિશનું સેવન નાના બાળકોથી માંડીને મોટા સુધી દરેક માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં રહેલ પોષક તત્વો તમારા હેલ્દી સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે. તમને જણાવી દઈએ કે, બાળકો માટે પણ કિશમિશનું સેવન ગુણકારી માનવામાં આવે છે.

દરેક માતા-પિતા પોતાના બાળકના સારા શારીરિક અને માનસિક વિકાસ માટે તેની ડાયટનું વિશેષ ધ્યાન રાખતા હોય છે. આ માટે બાળકોને ફળ, શાકભાજી અને ડ્રાયફ્રુટ ખવડાવે છે. તેવામાં બાળકોને કિશમિશ ખવડાવી ફાયદાકારક છે. તેમાં કેલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ સારી એવી માત્રામાં રહેલ છે. તેને ખાવાથી હાડકાઓ અને દાંત મજબુત બને છે. બાળકોનો શારીરિક વિકાસ પણ સારો થાય છે. એટલું જ નહિ, બાળકોને કિશમિશ ખવડાવવાથી મસ્તિષ્કને પોષણ પણ મળે છે. તો ચાલો જાણીએ બાળકો માટે કિશમિશના ફાયદાઓ.

શારીરિક વિકાસ : નાના બાળકોને કિશમિશ ખવડાવવાથી શારીરિક વિકાસ ઝડપથી થાય છે. તેનાથી તે હંમેશા ફીટ અને હેલ્દી રહે છે. કિશમિશ ખવડાવવાથી બાળકોનો મસ્તિષ્કને પણ પૂરું પોષણ મળે છે.

યાદશક્તિ : બાળકોના મસ્તિષ્કનો વિકાસ કરવા, તેની યાદશક્તિ તેજ કરવા માટે તેને કિશમિશ જરૂર આપવી જોઈએ. બાળકોને દરરોજ કિશમિશ ખવડાવવાથી તેની મેમરી પાવર વધે છે. તેની યાદશક્તિ મજબુત રહે છે.

લોહીની કમી : ઘણા બાળકો લોહી કમીનો સામનો કરે છે. તેવામાં કિશમિશ ખાવાથી ફાયદો થાય છે. કિશમિશમાં આયરન હોય છે, જે લોહીની કમીને દુર કરે છે. બાળકોને કિશમિશ ખવડાવવાથી તે આખો દિવસ સ્ફ્રુર્તીવાન બની રહે છે.

કબજિયાત : નાના બાળકોને અક્સર કબજિયાતની સમસ્યા રહે છે. તેવામાં તેને કિશમિશથી ફાયદો મળે છે. કિશમિશમાં ફાઈબર ઉચ્ચ માત્રામાં હોય છે, તે મળ ત્યાગની સમસ્યાને સરળ બનાવે છે. નવજાત શિશુઓના કબજિયાતનું સમાધાન થાય છે.

તાવ : નાના બાળકોને વારંવાર શરદી, તવા થતા હોય છે. તેનું મુખ્ય કારણ બાળકોની રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી હોય છે. તેવામાં તેને કિશમિશ ખવડાવી શકાય છે. બાળકોને કિશમિશ ખવડાવવાથી તાવ દુર થાય છે. તેને એન્ટી બેકટેરીયલ અને ફંગલ ઇન્ફેકશનથી લડવામા મદદ મળે છે.

બાળકોને કિશમિશ ક્યારે ખવડાવી જોઈએ ? : આમ તો બાળકોને 6 મહિનાથી માતાના દૂધ સાથે થોડું ખાવાપીવાનું પણ શરુ કરી દેવામાં આવે છે. પરંતુ 6 મહિનાના બાળકને વધુ પ્રમાણમાં તરલ પદાર્થનું સેવન કરાવવું જોઈએ. જો તમે પોતાના બાળકને કિશમિશ આપવા માંગો છો તો તમે 8 મહિનાની ઉંમરે આપી શકો છો.

બાળકોને કિશમિશ ખવડાવવાની રીત : બાળકોના ડાયટમાં કિશમિશ સામેલ કરવી ફાયદાકારક છે. તેનાથી બાળકોને એકસાથે ઘણા પોષક તત્વો મળે છે. તમે બાળકોને જ્યુસ, પૂરીના રૂપમાં કિશમિશ આપી શકો છો. આખી કિશમિશ બાળકોને ન આપવી જોઈએ, કારણ કે તેનાથી બાળકના ગળામાં તે અટકાઈ શકે છે. તેને પીસીએ અથવા જ્યુસ બનાવીને જ આપો.

બાળકોને કિશમિશ ખવડાવવાથી થતા નુકશાન : બાળકોને કિશમિશ ખવડાવવાથી તેને એલર્જી પણ થઈ શકે છે. કિશમિશ બાળકના ગળામાં અટકી શકે છે. તેનાથી બાળકને નુકશાન થઈ શકે છે. મીઠા સ્વાદને કારણે કિશમિશ બાળકોના દાંતમાં સમસ્યા પેદા કરી શકે છે. કિશમિશ ખાવાથી બાળકોનું વજન વધી શકે છે. આથી વધુ પ્રમાણમાં કિશમિશ ન આપવી જોઈએ.

બાળકોને હંમેશા સીમિત માત્રામાં કિશમિશ આપો. વધુ પ્રમાણમાં કિશમિશ ખાવાથી બાળકને નુકશાન થઈ શકે છે. સાથે જ બાળકને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા છે તો ડોક્ટરની સલાહ જરૂર લો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment