AC વળી હવામાં રહેવાથી શરીરમાં થવા લાગે છે આવા ફેરફારો, જાણીને તમે ચોંકી જશો. નહિ તો શરીર ખોખલું થતા વાર નહીં લાગે…

ઉનાળાના દિવસોમાં AC વાળા રૂમમાં બેસવું દરેકને ગમતું હોય છે. ઉનાળામાં AC વગર રહેવું ખુબ જ મુશ્કેલ છે. અને સમયે AC ની કમી નજર આવે છે. આજના સમયમાં મોટાભાગના લોકો AC વગર ઉનાળામાં રહેવું વિચારી પણ નથી શકતા. જ્યારે ઘણી ઓફિસોમાં તો AC એટલું ફાસ્ટ હોય છે કે ત્યાં દરેક ઋતુમાં શાલ કે સ્વેટર પહેરવું પડે છે. આમ 9 થી 10 કલાક AC માં બેસવાથી આપણી તબિયત બગડી શકે છે.

શું તમે જાણો છો કે AC માં આપણને ઠંડક તો મળે છે, પરંતુ સાથે સાથે એ આપણા સ્વાસ્થ્યને નુકશાન પણ થઈ શકે છે. AC થી આપણને તંદુરસ્તી ને લગતી સમસ્યા પણ થઈ શકે છે. AC ના કારણે આપણે એવી ઘણી બીમારીના શિકાર બની શકીએ છીએ. હંમેશા AC માં રહેતા લોકોએ એ જાણવું ખુબ જ જરૂરી છે કે, AC ના ઉપયોગથી તેને ભવિષ્યમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ચાલો તો AC થી કેવી રીતે અને કંઈ કંઈ બીમારી થઈ શકે છે.AC થી થઈ શકે છે હાડકાઓને લગતી સમસ્યા : રાત્રે AC માં સુતી વખતે રૂમનું તાપમાન ઘણી વખત ઘણું ઓછું થઈ જાય છે, ખાસ કરીને જ્યારે સવારના 4 કે 5 વાગ્યા હોય. આ એ સમય હોય છે જ્યારે આપણે ખુબ ગાઢ નિંદરમાં હોઈએ છીએ અને આપણને તેનો અનુભવ નથી થતો. આપણે AC બંધ કરવા માટે ઉઠતા નથી. આ સમયે ખ્યાલ પણ નથી રહેતો કે આપણું શરીર ખુબ જ ઠંડુ ગયું હોય છે. AC ની ઠંડીને કારણે શરીરમાં હાડકાઓને લગતી સમસ્યા શરૂ થઈ જાય છે, જે આગળ જઈને બીમારીનું રૂપ લઈ શકે છે.

તાજી હવાની કમી : AC વાળા રૂમની બારી બારણાઓ હંમેશા બંધ હોય છે. આ કારણે રૂમની હવા એટલામાં જ સીમિત થઈ જાય છે અને બહારની તાજી હવા અંદર નથી આવતી. 24 કલાક AC માં રહેવાથી આપણા શરીરને તાજી હવા નથી મળતી. તાજી હવાની કમીથી શરીરના ગ્રોથમાં અડચણનું કામ કરે છે.AC માં રહેવાથી સ્કીન પર કરચલીઓની સમસ્યા થઈ શકે છે : AC ની ઠંડકથી આપણા શરીર પરનો પરસેવો સુકાય જાય છે અને AC શરીરની નમી પણ ખેંચી લે છે. નમી ઓછી થવાથી આપણા શરીરમાં પાણીની કમી થવા લાગે છે. તેનાથી સ્કીન પર કરચલીઓ દેખાવા લાગે છે. શરીરમાં પાણીની કમીથી ઘણા પ્રકારની બીમારીઓ શરીર પર હાવી થઈ જાય છે.

આમ AC માં વધુ સમય રહેવાથી તમને શારીરિક રીતે ઘણી બીમારીઓનો સામનો કરવો પડે છે. આથી તેની સાવચેતી રાખવી ખુબ જરૂરી છેઅને AC નો ઉપયોગ પણ સીમ્મિત માત્રામાં કરવો જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment