ભરનિંદરમાં ઝટકો આવે કે પડવાનો અહેસાસ થાય તો હોય છે આ રહસ્ય, આવું થવાનું કારણ જાણશો તો વિશ્વાસ નહિ આવે.

ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે અમુક એવા સપનાઓ આવતા હોય છે જે ગંભીર રીતે આપણા દિમાગ પર અસર કરતા હોય છે. તેવી જ રીતે શું તમને સુતી વખતે ક્યારેય એવો અનુભવ થયો છે કે, તમે અચાનક નીચે પડી ગયા હો અને તમે પોતાને સંભાળવાની કોશિશ કરી રહ્યા છો.

શું તમને સુતી વખતે એવો અનુભવ થાય છે કે તમે અચાનક નીચે પડી ગયા ?  શું તમે પડવાના ભયથી નિંદરમાં અચાનક ઉછળી પડો છો ?  શું તમને સુતી વખતે કંઈક ઝટકાનો અનુભવ થાય છે ?  અને તમે પોતાને સંભાળવાની કોશિશ કરવા લાગો છો. જો તમને આવા અનુભવ થતા હોય તો તેના અમુક ખાસ સંકેતો હોય છે.પરંતુ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે, આવું કેમ થાય છે ? અને તેનું કારણ શું છે ? શું આ કોઈ બીમારી છે ? શું તેનો કોઈ ઈલાજ છે ? જો તમે પણ આવા પ્રશ્નોના જવાબ ચાહો છો તો આ લેખને અંત સુધી જરૂર વાંચો.

શું છે હાઈપનીક જર્ક ? : આ સ્થિતિને હાઈપનીક જર્ક કહેવામાં આવે છે. તે જાગવા અને સુવા વચ્ચેની અવસ્થા છે. આ ઝટકા તે સમયે અનુભવાય છે જ્યારે તમે હળવી નિંદરમાં હો છો. તેનો અર્થ છે કે, માણસ આ સમયે જાગૃત પણ નથી હોતો અને નિંદરમાં પણ નથી હોતો. સામાન્ય રીતે આ ઘટના નિંદરના પહેલા ચરણમાં થાય છે. જ્યારે હાર્ટ રેટ અને શ્વાસ ધીમો થવા લાગે છે.

હાઈપનીક કોઈ ડિસીઝ નથી, અને કોઈ નર્વસ સિસ્ટમ ડિસઓડર પણ નથી. તે અચાનક મસલ્સના ઝટકા છે. જે નિંદર આવવાના થોડા કલાક અગાઉ આવે છે. રિચર્સ અનુસાર સુતી વખતે ઝટકા અનુભવવા સામાન્ય વાત છે. લગભગ 60 થી 70% લોકો આવું અનુભવે છે. ઘણા લોકોને હાઈપનીક જર્ક લાગે છે પણ તેમને યાદ નથી રહેતું અથવા જાણ નથી થતી. ખાસ કરીને આવા ઝટકાથી નિંદર તૂટે તો પણ જાણ નથી થતી.પરંતુ આવું શા માટે થાય છે ? જો કે, હજુ સુધી આ વિશે કોઈ શોધ નથી થઈ. પણ વૈજ્ઞાનિક આ પાછળ અલગ અલગ કારણ જણાવે છે. ઘણા લોકોનું કહેવું છે કે, તેના શરીરમાં ત્યારે ઝટકા લાગે છે, જ્યારે તેઓ સપનામાં પડતા હોય અથવા કોઈ મુશ્કેલીમાં હોય.

હાઈપનીક જર્કના કારણો : કેટલાક વૈજ્ઞાનિકનું માનવું છે કે, તેની પાછળ સ્ટ્રેસ, ચિંતા, થાક અથવા કેફીનનું સેવન કરવું, અથવા નિંદરની કમી જેવા કારણો હોય શકે છે. ઘણી વખતે સાંજે કરેલી વધુ પડતી શારીરિક એક્ટીવીટી અથવા કસરત પણ હાઈપનીક જર્કનું કારણ બની શકે છે. સાથે જ કેલ્શિયમ, મેગ્નેશિયમ, અથવા આયરન ની કમીને કારણે પણ આવું થાય છે.

એક રીપોર્ટ અનુસાર સુતી વખતે મસલ્સમાં એઠન થવાથી આવા ઝટકા આવે છે. અવ્યવસ્થિત સ્થિતિમાં સુવું અથવા કાચી નિંદરમાં સુવાથી પણ આવા ઝટકા આવે છે. માનવામાં આવે છે કે, આવા સમયે મગજનો એક ભાગ સક્રિય રહે છે. નર્વસને ઉત્તેજીત કરતી મેડિસીનના ઓવરડોઝ લેવાથી પણ હાઈપનીક જર્કનો ખતરો રહે છે. સુતી વખતે ઝટકા લાગવા પૂરી રીતે નોર્મલ છે. પણ જો તમે સતત બેચેની અનુભવો છો તો અથવા અકસર નિંદર આ કારણે ઉડી જાય છે તો તમે કોઈ ડોક્ટરની સલાહ લઈ શકો છો.હાઈપનીક જર્કથી બચવા માટે શું કરવું જોઈએ ? : દરરોજ નિયમિત રૂપે 8 કલાકની નિંદર કરો. સવારે એક નિશ્ચિત સમયે ઉઠવાનો પ્રયત્ન કરો તેમજ સુતા પહેલા ગરમ પાણીથી સ્નાન કરીને રીલેક્સ થઈ જાવ.

સુતા પહેલા 6 કલાક અગાઉ કસરત કરવાથી બચવું જોઈએ. પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમનું સેવન કરો. આયરનથી ભરપુર વસ્તુઓનું સેવન કરો. આયરનની કમી પૂરી કરવા માટે દરરોજ દૂધ, દહીં, કેળા અને નટ્સ ખાવા જોઈએ.

સુતા પહેલા સોડા, કોફી અથવા અન્ય કેફીન યુક્ત વસ્તુઓનું સેવન ન કરો અને તણાવ યુક્ત કામને દિવસ દરમિયાન જ પુરા કરી લો. મીઠા અને નમકીન પદાર્થ ઓછા ખાવ, તેની જગ્યાએ ફળ અને શાકભાજી વધુ ખાવા જોઈએ.જો કે આ સમસ્યાનું કોઈ ચોક્કસ કારણ નથી, માટે તેનો કોઈ ઈલાજ નથી. ઘણી વખત ઘણી હેલ્દી મહિલાઓ કે જેને નિંદર સંબંધિત કોઈ પરેશાની નથી તેમને પણ સુતી વખતે ઝટકાનો અનુભવ થાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

2 thoughts on “ભરનિંદરમાં ઝટકો આવે કે પડવાનો અહેસાસ થાય તો હોય છે આ રહસ્ય, આવું થવાનું કારણ જાણશો તો વિશ્વાસ નહિ આવે.”

Leave a Comment