ડિલીવરી પછી શરીરમાં આવતી નબળાઈ અને કમજોરી થશે ફટાફટ ગાયબ… ખાવા લાગો આ 5 સુપર ફૂડ… શરીરમાં આવી જશે ગજબની તાકાત અને એનર્જી..

કોઈપણ મહિલા માટે ગર્ભાવસ્થા પછીની સ્થિતિ ખુબ જ નાજુક હોય છે. આ સમયે તેને પુરતા આરામની સાથે હેલ્દી ખોરાકની જરૂર હોય છે. કારણ કે ડીલીવરી પછી તેનું શરીર ખુબ જ નબળાઈ અનુભવે છે. આથી તેણે પોતાની ડાયટ માં એવી વસ્તુઓ સામેલ કરવી જોઈએ જેનાથી તેને પુરતા પ્રમાણમાં દરેક પોષક તત્વો મળી રહે. આજે અમે તમને આ લેખમાં એવા ફૂડસ ની વાત કરીશું જેનાથી તમારું શરીર ફરીથી ફીટ થઇ જાય. 

બાળકને જન્મ આપ્યા પછી મહિલાના શરીરમાં ખૂબ જ નબળાઈ આવી જાય છે. બાળકના જન્મ પછી મહિલા પોતાના શરીર પર ધ્યાન આપી શકતી નથી. જેના કારણે મહિલાના શરીરમાં નબળાઈ, થાક અને શરીરમાં દુખાવા જેવી સમસ્યાઓ થવા લાગે છે. મહિલાએ બાળકને જન્મ આપ્યા પછી પોતાની ડાયેટનું વિશેષ ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોય છે.

કારણ કે તે દરમિયાન મહિલા બાળકને ફીડ પણ કરાવી રહી હોય છે. મહિલાઓ જો ડિલિવરી પછી પોતાની ખાણીપીણીનું સરખી રીતે ધ્યાન ન રાખે તો, તેના શરીરમાં ઘણા પોષકતત્વોની ઉણપ થઈ શકે છે. ડિલિવરી પછી મહિલાઓની શારીરિક નબળાઈ દૂર થાય તે માટે ડાયેટમાં 5 વસ્તુઓ સમાવિષ્ટ કરવી.1) ડ્રાયફ્રૂટ્સ:- ડ્રાયફ્રુટ એ હેલ્દી ખોરાક છે. તેનું સેવન કરવાથી તમારા શરીરને દરેક વિટામીન, મિનરલ્સ મળી રહે છે. અમે તમે નબળાઈને ઝડપથી દુર કરી શકો છો. ડ્રાઈફ્રૂટ્સ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ડ્રાઈફ્રૂટ્સ ખાવાથી શરીરને ઉર્જા મળે છે અને ઇમ્યુનિટી પણ મજબૂત બને છે. ડ્રાઈફ્રૂટ્સમાં તમે કાજુ, બદામ, અખરોટ વગેરે સરળતાથી ખાઈ શકો છો. ડ્રાઈફ્રૂટ્સ ખાવાથી માનું દૂધ પણ વધે છે. 

2) લીલા શાકભાજી:- હેલ્દી આહાર તરીકે તમારે દરેક લીલા શાકભાજીનું સેવન કરવું જોઈએ. તેનાથી તમારું શરીર ફરીથી રીકવર થવામાં મદદ મળે છે. સાથે બાળકને પણ પુરતા પ્રમાણમાં પોષણ મળી રહે છે. લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. લીલા શાકભાજી ખાવાથી શરીરનું વજન કંટ્રોલ કરવામાં પણ મદદ મળે છે. લીલા શાકભાજીમાં તમે પાલક, કેલ, બ્રોકલી અને વટાણાને ખાઈ શકો છો. લીલા શાકભાજી ખાવાથી શરીર મજબૂત થાય છે અને શરીરને ભરપૂર માત્રામાં આયરન પણ મળે છે. જેનાથી લોહીની ઉણપ થતી નથી.3) ઓટ્સ:- મહિલાઓ ડીલીવરી પછી ઓટ્સનું સેવન પણ કરી શકે છે. તેના સેવનથી શરીર ફીટ રહે છે. ઓટ્સ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેના સેવનથી પાચનતંત્ર મજબૂત રહે છે. સાથે જ ઓટ્સને ખાવાથી સ્થૂળતા પણ થતી નથી. ઓટ્સમાં કાર્બોહાઈડ્રેડ, પ્રોટીન, ફાઈબર અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેને તમે ચટપટુ કે મીઠું બનાવીને ખાઈ શકો છો. ઓટ્સ ખાવાથી મહિલાનું પેટ સાફ રહે છે. 

4) ઈંડા:- ઈંડાએ સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. તેનાથી મહિલાને દરેક વિટામીન પુરતા પ્રમાણમાં મળી રહે છે. ઈંડા પોષકતત્વોથી ભરપૂર હોય છે. ઇંડામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે, જે શરીરને મજબૂત બનાવવામાં મદદ કરે છે. ઇંડાના સેવનથી મહિલાના શરીરમાં થતાં દુખાવાથી પણ રાહત મળે છે. ઇંડામાં ઓમેગા 3 પણ રહેલું હોય છે, જે શરીરને સ્વસ્થ રાખે છે.5) ખજૂર:- ખજૂરનું સેવન પણ ડીલીવરી પછી કરી શકાય છે. ખજૂર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ખજૂર ખાવાથી ઇમ્યુનિટી મજબૂત થાય છે અને તેને ખાવાથી શરીરમાં રહેલી લોહીની ઉણપ પૂરી થાય છે. ખજૂર ખાવાથી શરીરમાં બ્લડ શુગર વધતું નથી અને વજન પણ વધતું નથી. ખજૂરને તમે સવારે નાસ્તામાં અથવા સાંજે સ્નેક્સમાં સરળતાથી ખાઈ શકો છો. આ બધા જ ફૂડ્સ મહિલાઓ ડિલિવરી પછી નબળાઈ દૂર કરવા માટે સરલાતાથી ખાઈ શકે છે. જો તમને કોઈ બીમારી કે એલર્જી હોય તો, ડોક્ટરને પૂછીને જ આ ફૂડ્સનું સેવન શરૂ કરવું. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment