મિત્રો તમે કદાચ જાણતા હશો કે આમળા એ વાળ માટે કોઈ વરદાનથી ઓછા નથી. તેના પ્રયોગથી તમારા વાળ મજબુત થવાની સાથે ચમકદાર, મુલાયમ બને છે. તેનાથી તમારા વાળનો ગ્રોથ વધે છે. તેમજ વાળ લાંબા અને જાડા બને છે. તમને વાળમાં કોઈ તકલીફ જેવી કે ખોડો, ખરતા વાળ, પાતળા વાળ જેવી સમસ્યા હોય તો તમારે આમળાનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ. વાળ માટે તમે આમળાનો ઉપયોગ અનેક રીતે કરી શકો છો. તેનાથી તમને જરૂર ફાયદો થાય છે.
આમળા વાળ માટે એક અદ્ભુત જડીબુટ્ટી છે. આયુર્વેદમાં આમળાને વાળ માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. સાથે જ ઘણા હર્બલ હેર કેર પ્રોડક્ટસમાં આમળાને મુખ્ય સામગ્રીના રૂપમાં પ્રયોગમાં લેવામાં આવે છે. ત્યાં સુધી કે બજારમાં મળતા મોટા ભાગના તેલ, શેમ્પૂ અને હેર માસ્ક વગેરેમાં હવે આમળાનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. કારણ કે તે વાળની લગભગ બધી જ સમસ્યાઓ માટે એક રામબાણ ઈલાજ છે.લોકો આમળાના ફળ અને તેમાથી બનેલી ઘણી વસ્તુઓ જેવીકે આમળાનું અથાણું, આમળા કેન્ડી, આમળાનો મુરબ્બો વગેરેનું સેવન કરે છે. વાળની ઘણી સમસ્યાઓને દૂર કરવા માટે પણ આમળાનો પ્રયોગ ઘણા પ્રકારે કરવામાં આવે છે. જેમાથી એક રીત છે આમળાના પાણીથી વાળ ધોવા.
આમળાના પાણીથી વાળ ધોવા એ વાળને હેલ્થી રાખવાનો એક સરસ ઉપાય છે. ઘણા લોકો સામાન્ય રીતે પૂછતા હોય છે કે, વાળમાં આમળાનું પાણી કેવી રીતે લગાડવું? આમળાના પાણીથી વાળ કઈ રીતે ધોવા? આ લેખમાં અમે તમને આમળાના પાણીથી વાળ ધોવાના 5 ફાયદા, સાથે બનાવવાની અને લગાડવાની રીત પણ જણાવીશું.વાળ માટે કેવી રીતે ફાયદાકારક છે આમળાનું પાણી:- આમળા વિટામિન સીનો એક સારો એવો સ્ત્રોત છે, જે કોલેજન પ્રોટીનના સંશ્લેષણ માટે ખૂબ જ જરૂરી છે. આ પ્રોટીન તમારા વાળ અને ત્વચા બંનેને હેલ્થી રાખવા માટે ખૂબ જ જરૂરી છે. તે સિવાય આમળા, એંટીઓક્સિડેંટથી ભરપૂર હોય છે, જે ફ્રી રેડિકલ્સથી લડવામાં મદદ કરે છે. આમળા, આયરન અને પોટેશિયમનો પણ સારો એવો સ્ત્રોત છે. માટે જ વાળની ઘણી સમસ્યાઓ દૂર કરવા માટે તે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે.
આમળાના પાણીથી વાળ ધોવાના ફાયદા:- ડ્રાઈ અને ફિઝી હેરની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. સાથે જ તમારા વાળને નેચરલી શાઈની બનાવે છે. રસી, સ્કેલ્પની એલર્જી, સોરાયસીસ અને ખંજવાળ વગેરે દૂર કરવામાં મદદ કરે છે. સમય પહેલા વાળ સફેદ થવાની સમસ્યા અટકાવવામાં અને વાળને નેચરલી કાળા-ચમકદાર બનાવવામાં મદદ કરે છે. વાળને રોમ પોષણ પ્રદાન કરે છે અને વાળને ખરતા અટકાવીને તેને મજબૂત બનાવે છે. આમળાના પાણીથી વાળ ધોવાથી નવા વાળ ઉગાડવા અને વાળના ઝડપી વિકાસમાં પણ મદદ મળે છે.આમળાનું પાણી કેવી રીતે બનાવવું:- તે માટે તમારે એક વાસણમાં પાણી લો અને તેમાં 1-2 ચમચી આમળા પાવડર નાખીને સરખી રીતે ઉકાળવાનું છે. તે સિવાય તમે પાણીમાં 2-3 આમળાના ફળ નાખીને પણ તેને ઉકાળી શકો છો. તેને ઠડું કરી લો અને તમારું પાણી તૈયાર છે.
આમળાના પાણીથી વાળ કેવી રીતે ધોવા:- જેવી રીતે તમે સામાન્ય પાણીથી વાળ ધુઓ છો તે જ રીતે તમે આમળાના પાણીથી વાળ ધોઈ શકો છો. પરંતુ તમારે ધ્યાન રાખવાનું છે કે, તમારે શેમ્પૂનો પ્રયોગ કરવાનો નથી. આમળાના પાણીથી વાળ ધુઓ અને 3-4 કલાક માટે તેને વાળમાં એમ જ રહેવા દો. ત્યાર બાદ સાદા પાણીથી ધોઈ લો. આમ આમળા નો ઉપયોગ વાળની મજબુતી માટે ખુબ જ સારો માનવામાં આવે છે. વાળને હેલ્દી રાખવામાં આમળા ખુબ જ અસરકારક ઔષધી છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી