ઉલ્ટી થયા બાદ ખાય લ્યો આ 5 માંથી કોઈ પણ 1 આયુર્વેદિક જડીબુટ્ટી, ઉલ્ટી, ઉબકા સહિત પેટની તમામ ગડબડીને દુર કરી આપશે તુરંત જ રાહત…

ઉલ્ટી કોઈ પણ વ્યક્તિને કોઈ પણ કારણે થઈ શકે છે. પરંતુ તેનું સૌથી સામાન્ય કારણ છે પેટથી જોડાયેલી અલગ-અલગ સમસ્યાઓ. જ્યારે તમને અપચો અથવા પાચનની સમસ્યા થઈ હોય તો ત્યારે ઉલ્ટી અને ઉબકાનો અનુભવ થાય છે. તે સિવાય ઘણી વખત ગેસ અને કબજિયાતની સમસ્યા થાય ત્યારે પણ ઉલ્ટી થાય છે. અને મહિલાઓને પીરિયડ્સ દરમિયાન અથવા તો પ્રેગ્નેન્સીના કારણે પણ આ સમસ્યા ઊભી થતી હોય છે.

તેવામાં લોકોને લગભગ એક પ્રશ્ન હોય છે કે, ઉલ્ટી થયા બાદ શું ખાવું જોઈએ ? ખરેખર તો ઉલ્ટી થઈ ગયા બાદ અમુક નેચરલ જડીબુટ્ટીનું સેવન કરવું જોઈએ, જેનાથી પેટને રાહત મળી શકે અને ઊલ્ટી તથા ઉબકા શાંત કરી શકે. તે સિવાય અમુક જડીબુટ્ટી ઉલ્ટી અને ઉબકાના કારણોમાં સુધારો લાવી શકે છે. તો ચાલો જાણીએ એવી આયુર્વેદિક જડીબુટ્ટી વિશે જેને ઉલ્ટી અને ઉબકા પછી રાહત મેળવવા માટે ખાવી જોઈએ.

1 ) આદુ : આદુનો ઉલ્ટી-ઊબકા અને પેટનો દુખાવો તથા ઝાડાના ઈલાજ માટે ઉપયોગ થવાનો એક લાંબો ઈતિહાસ છે. તે અલગ-અલગ પ્રકારના પાચનથી જોડાયેલી સમસ્યાઓમાં ખુબ જ મદદરૂપ છે. આદુ ઉબકાને ઓછું કરી શકે છે. ખરેખર આદુમાં જેવા સક્રિય ઘટક હોય છે જે ડાયરેક્ટ પાચન અને કેન્દ્રીય તંત્રિકા તંત્રને પ્રભાવિત કરે છે. આ સિવાય તે પિરિયડ અને પ્રેગ્નેન્સીના લક્ષણોને પણ શાંત કરવામાં મદદ રૂપ થાય છે. ઉલ્ટી પછી આદુ એ ઘણી બધી રીતે ખાય શકાય છે. જેમ કે પહેલા તો તમે આદુમાં મીઠું લગાવીને ખાય શકો છો, આ સિવાય તમે આદુની ચા પિય શકો છો અથવા તેનું પાણી પિય શકો છો.

2 ) ફુદીનો : ફુદીનો ઉલ્ટીનું એક પારંપરિક ઉપાય છે. જે ઘણા વર્ષોથી ચાલતો આવ્યો છે. ફુદીનાના પાન અને તેનું તેલ બંને અપચા અને આંતરડાના પેઇન્ટરને ઓછો કરવા માટે મદદરૂપ છે. ત્યાં સુધી કે ફુદીનાના તેલની સુગંધ ઉલ્ટી અને ઉબકાને રોકી કરી શકે છે. ફૂદીનો મનને શાંત કરવાનું કામ કરે છે. તેની સાથે જ પેટના સ્નાયુઓને આરામ આપીને પીત્તને ઓછું કરે છે અને એસિડિટી ઓછી થવા લાગે છે. એટલા માટે ઉલ્ટી થયા બાદ ફુદીનાના અમુક પાનને મોંમાં રાખી ચાવો. તે સિવાય તમે ફુદીનાના પાનની ચટણી પણ ખાય શકો છો અને કંઈ જ સમજમાં ન આવે તો ફુદીનાનું શરબત બનાવો અને તેનું સેવન કરો.

3 ) મુલેઠી : મુલેઠીની મૂળ પેટની હલચલને ઓછી કરી શકે છે. તેમાં એવા યૌગિક હોય છે જે, પાચનતંત્રની ગડબડીને શાંત કરે છે. આ સિવાય તેમાં એન્ટી-ઈમ્ફ્લેમેટરી ગુણ હોય છે. જે સોજાવાળા ઉત્તકોને મોઇશ્ચરાઇઝ કરીને શાંત કરે છે. આ રીતે ઉલ્ટી બંધ કરીને શરીરને અંદરથી શાંત કરે છે. જો તમે તેનો સ્વાદ પસંદ નથી તો તમે એક કપ મુલેઠીના મૂળ વાળી ચા પણ પિય શકો છો.

4 ) લવિંગ : મોશન સિકનેસના કારણે થતા ઉબકા અને ઉલ્ટી માટે લવિંગ એક ગજબનો ઉપચાર છે. લવિંગમાં યુજેનોલ હોય છે. જે એન્ટીબેક્ટેરિયલની જેમ કામ કરે છે અને ચા બનાવવા માટે એક કપ અથવા એક ચમચી લવિંગમાં ઉકળતું પાણી ઉમેરો 10 મિનિટ માટે ઉકાળો અને ત્યારબાદ તેનું સેવન કરો. ઉલ્ટી અને ઉબકા બંધ થઈ જશે.

5 ) વરીયાળી ની ચા : વરિયાળી એક સુગંધીત જડીબુટ્ટી છે. જે તરત જ મૂડને સારો કરી નાખે છે અને તે લાંબા સમયથી પેટનો દુખાવો ઝાડા અને કબજિયાત સહિત ઘણી બધી બીમારી માટે પ્રાકૃતિક ઉપચારના રૂપે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઉલ્ટી થયા બાદ કોઈપણ વ્યક્તિ તેને આરામથી ખાય શકે છે. પરંતુ જો તમે તેની ચટણી બનાવીને સેવન કરો છો તો આરામ આપવાની સાથે જ સંપૂર્ણ શરીરને બેલેન્સ કરવામાં પણ મદદ કરશે તે તમારા બેચેન મનને શાંત કરવામાં મદદ કરે છે અને મૂડ સુધારે છે.

આ રીતે તમે આ 5 વસ્તુઓનો ઉલ્ટી થયા બાદ સેવન કરી શકો છો. આ તમામ વસ્તુ પેટ અને મૂડ બંને માટે ખુબ જ ફાયદાકારક છે. તેની સાથે તો તમને બીજી વસ્તુઓ ખાવાનું મન થાય છે. તો તમે દહીં અને ખીચડી જેવી વસ્તુઓનું સેવન કરી શકશો. ધ્યાન રહે કે, ઉલ્ટી થવા માટે હંમેશાં મનને શાંત અને પેટને ઠંડુ કરતી વસ્તુનું સેવન કરો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment