સવારે નાસ્તામાં એક ગ્લાસ દૂધ સાથે ખાય લ્યો આ 1 લાડુ, સોજા સાંધા, હાડકાના દુખાવા દુર કરી, થાઈરોઈડ, ગળાની ખરાશ અને દુખાવા થઈ જશે કાયમી ગાયબ…

મિત્રો આપણે લાડુ ખાવાની પરંપરા ખુબ જ જૂની છે અને આજે પણ લગભગ લોકોને લાડુ ખાવા ખુબ જ પસંદ હોય છે. મિત્રો ખાસ કરીને શિયાળામાં અલગ-અલગ પ્રકારના લાડુ ખાવાની પરંપરા છે અને આ લાડુનું સેવન કરવાથી શરીરને ગરમી મળે છે. પરંતુ શું તમે ક્યારેય અશ્વગંધાના લાડુ ખાધા છે ? જો નહિ, તો આયુર્વેદ જડીબુટ્ટીથી તૈયાર આ લાડુનું સેવન જરૂર કરવું જોઈએ. તેનું સેવન કરવાથી તમારા શરીરને ભરપૂર રૂપે એનર્જી મળશે તેની સાથે જ શિયાળામાં તમારું શરીર ગરમ રહેશે. આજે અમે આ લેખમાં અશ્વગંધાના લાડુ બનાવવાની રીત અને તેના ફાયદા વિશે જણાવશું.

અશ્વગંધાના લાડુ બનાવવાની રીત – સામગ્રી : 1 કિલો ઘઉંનો લોટ, 750 ગ્રામ દેશી ગાયનું ઘી, 250 ગ્રામ અશ્વગંધા પાવડર, 50 ગ્રામ પીસેલા કાળા મરી અને 1 કિલો ખાંડ.

બનાવવાની રીત : સૌપ્રથમ એક કઢાઈ લો, તેમાં દેશી ઘીને ગરમ કરો, હવે તેમાં લોટને શેકો, ત્યાર બાદ તેમાં અશ્વગંધા પાવડર નાખીને સારી રીતે મિક્સ કરો, ત્યાર બાદ તેને ગેસ પરથી નીચે ઉતારીને તેમાં કાળા મરી અને ખાંડ ઉમેરીને સારી રીતે મિક્સ કરો, ત્યારબાદ તેને લાડુનો આકાર આપો.

ક્યારે ખાવા : સવારે નાસ્તામાં એક લાડુનું સેવન દૂધની સાથે કરો. તેનાથી તમને ઘણા બધા લાભ મળશે.

સાંધાના દુખાવામાં : શિયાળાના દિવસોમાં સાંધાના દુખાવાની સમસ્યા ખુબ વધી જાય છે. તેવામાં અશ્વગંધા તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી સાબિત થઈ શકે છે. અશ્વગંધાનું સેવન કરવાથી સાંધાના દુખાવા અને સોજામાં આરામ મળી શકે છે. તે સિવાય હાડકાને મજબૂત કરવા માટે પણ ખુબ જ લાભકારી માનવામાં આવે છે.

થાઇરોડમાં લાભકારી : થાઇરોઈડના દર્દીઓ માટે અશ્વગંધાના લાડુ ફાયદાકારક માનવામાં આવે છે. ધ્યાનમાં રાખો કે તેનું વધુ માત્રામાં સેવન ન કરો. આ સિવાય અશ્વગંધાના લાડુ ગળાની બીજી બધી સમસ્યાઓ જેમ કે, ગળામાં ખરાશ દુખાવો અને ખંજવાળથી પણ રાહત અપાવી શકે છે.

શરીરને ગરમ : અશ્વગંધાના લાડુમાં કાળા મરી અને અશ્વગંધા પાવડરનું મિશ્રણ હોય છે. જે તમારા શરીરને લાંબા સમય સુધી ગરમ રાખવાનું કામ કરે છે. કાળા મરીની તાસીર ગરમ હોવાથી તમને ઘણા બધા પ્રકારની તકલીફમાં રાહત આપી શકે છે.

રોગ પ્રતિકારક શક્તિ : અશ્વગંધાના લાડુના સેવનથી રોગપ્રતિકારક શક્તિ બુસ્ટ થાય છે. તેમાં કાળા મરી ખાંડ અને અશ્વગંધાનુ મિશ્રણ હોય છે અને આ દરેક સામગ્રી રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. તદુપરાંત તે ઘણી બધી બીમારીમાં બચાવ કરવા માટે પણ લાભકારી છે. ધ્યાન રાખો કે તેનું વધુ માત્રામાં સેવન ન કરો.

શારીરિક કમજોરી : શિયાળામાં નિયમિત રૂપે અશ્વગંધાના લાડુ સેવન કરવાથી શરીરનો થાક દૂર થાય છે. શિયાળામાં લોકોને આળસ અને અનિંદ્રાની તકલીફ દૂર થાય છે અને આ રીતે આ તકલીફને દૂર કરવા માટે આ લાડુ ખુબ જ લાભકારી સાબિત થઈ શકે છે. તે સિવાય અલ્ઝાઇમર જેવા રોગોથી પણ બચાવ કરી શકે છે.

અશ્વગંધાના લાડુ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. પરંતુ ઉનાળામાં આ લાડુનું સેવન ખુબ જ કાળજી પૂર્વક કરવું જોઈએ. કેમ કે આ લાડુની તાસીર ગરમ હોય છે. તેનું સેવન કરવાથી ઘણા બધા પ્રકારની તકલીફ દૂર થઈ શકે છે. પરંતુ ધ્યાન રાખો કે, તેનું વધુ માત્રામાં સેવન કરવું જોઈએ નહિ. તેનાથી તમારી પરેશાની વધી શકે છે. વધુ માત્રામાં આ પ્રકારના લાડુનું સેવન કરવાથી પેટમાં દુખાવો, મરોડ, ઉલ્ટી અને ઉબકા જેવી તકલીફ વધી શકે છે. ત્યાં જ જો તમને કોઈ વિશેષ પ્રકારની સમસ્યા છે. તો એક્સપર્ટની સલાહ અનુસાર જ અશ્વગંધાના લાડુનું સેવન કરો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment