આ છે તાવ, શરદી અને ઉધરસને ઈન્સ્ટન્ટ બંધ કરવાનો દેશી જુગાડ, શ્વાસના રોગોને દુર કરી ઇમ્યુનિટીને કરી દેશે મજબુત…

કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ વધતા અને વાતાવરણમાં બદલાવને કારણે લોકોમાં ખાંસીની સમસ્યા તદ્દન સામાન્ય થઈ ગઈ છે. જો તમને ખાંસીની સમસ્યા છે તો તમે તુલસીની મદદથી ખાંસીની સમસ્યાને દૂર કરી શકો છો. તુલસીમાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો જોવા મળે છે અને તુલસીમાં એન્ટીવાયરલ ગુણ પણ હોય છે. તે સિવાય તુલસીમાં કેલ્શિયમ, વિટામિન એ, વિટામિન સી, આયર્ન, પોટેશિયમની ખુબ જ સારી માત્રા હોય છે.

દરેક સંક્રમણથી બચવા માટે તમે તુલસીનું સેવન કરી શકો છો, તુલસીના સેવનથી તાવ, શરદી, ઉધરસની સમસ્યા દૂર કરી શકાય છે. ઉધરસની સમસ્યાને દૂર કરવા માટે તમે દરરોજ સવારે ચારથી પાંચ પાન તુલસીનાં ચાવીને તેનું સેવન કરી શકો. આ લેખમાં અમે તમને ખાંસીમાં તુલસીનો ઉપયોગ કરવાની પાંચ રીત જણાવશું, તેનાથી તમારી ખાંસીની સમસ્યા ગાયબ થઈ જશે, માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

1 ) તુલસીની ચા : તુલસીની ચા પીવાથી ખાંસીની સમસ્યા દૂર થાય છે. તુલસીની ચા બનાવવા માટે ગ્રીન ટી અને તુલસીને પાણીમાં ઉકાળો ત્યાર બાદ ગરણીથી આ મિશ્રણને ગાળીને એક કપમાં નાખો. સવાર-સાંજ આ ચાનું સેવન કરો. તુલસીમાં એન્ટિસેપ્ટિક ગુણ જોવા મળે છે તથા તુલસીમાં વિટામિન એ, વિટામિન ડી, આયર્ન અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. તે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જેનાથી ઉધરસની સમસ્યા ખુબ જ જલદી દૂર થાય છે.

2 ) તુલસી આદુ : તમે તુલસી અને આદુનું સેવન કરીને ઉધરસની સમસ્યાને દૂર કરી શકો છો. તમે તુલસીના પાન અને આદુને વાટીને તેને પાણીમાં નાખીને ઉકાળો, ત્યાર બાદ આ મિશ્રણમાં મધ મિક્સ કરો, ત્યાર બાદ તેનું સેવન કરો. આ ઉકાળાને તમે દિવસમાં બે વખત પીવો. તમે તુલસીની સાથે કાળા મરીનો ઉપયોગ પણ કરી શકો છો. કાળા મરીમાં વિટામિન સી ઉપસ્થિત હોય છે, જેનાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને તે એન્ટિબાયોટિકનું કામ કરે છે.

3 ) તુલસીનું પાણી : ઉધરસની સમસ્યા દૂર કરવા માટે તમે તુલસીના પાણીનું સેવન કરી શકો છો, તેની માટે તુલસીને ગરમ પાણીમાં ઉકાળો. ત્યાર બાદ તેને ગાળીને તેનું સેવન કરો. તમે તુલસીના પાણીની સાથે જીરાની ઉમેરીને પણ પિય શકો છો. જીરામાંમાં વિટામિન સી હોય છે, જે એન્ટિ બાયોટિકની જેમ કામ કરે છે અને ઉધરસને શાંત કરે છે. તુલસીના પાણીને તાજુ અને ગરમ પીવું જોઈએ, તો જ તેનો ફાયદો મળશે. જો તમને તુલસીથી એલર્જી છે તો તમે તેનું સેવન કરવાથી દૂર રહો.

4 ) તુલસી મધનું સેવન : ઉધરસનો ઈલાજ કરવા માટે તમે તુલસી અને મધનું સેવન કરી શકો છો. શ્વસન માર્ગના ઇન્ફેક્શનને પણ ઠીક કરવા માટે મધ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ખાંસીની સમસ્યા દૂર કરવા માટે તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. ઘી અને તુલસીના મિશ્રણનું સેવન કરવાથી પણ ઉધરસની સમસ્યા દૂર થઈ શકે છે. બજારમાં મળતા મધમાં ખાંડની માત્રા વધુ હોય છે. તેથી તાજા મધની ચકાસણી કરીને તેનું સેવન કરો.

5 ) તુલસીનું જ્યુસ : તમે તુલસીના જ્યુસનું સેવન કરીને ઉધરસની સમસ્યાને દૂર કરી શકો છો, તેની માટે તમારે તુલસીના 10 તાજા પાન નાખીને મિક્સરમાં નાખો, ત્યારબાદ જે મિશ્રણ તૈયાર થાય તેને અડધા કપ પાણીમાં ઉમેરો અને તે જ્યુસનું સેવન કરો. તમે તેમાં થોડું લીંબુ અને મીઠું પણ ઉમેરી શકો છો. તુલસીના જ્યુસનું સેવન તમે અઠવાડિયામાં બેથી ત્રણ વખત કરી શકો છો.

પ્રદુષણના કારણે બૅક્ટેરિયલ ઇન્ફેક્શન વાઇરલ ઇન્ફેક્શન અને વાતાવરણ બદલાવાથી ઉધરસની સમસ્યા થઈ શકે છે. આ સમસ્યા કોઈ પણ ઉંમરના લોકોને પરેશાનીમાં મૂકી શકે છે. તેને દૂર કરવા માટે તુલસીનો ઉપયોગ ઉકાળો, ચા અને તુલસીના પાણી વગેરે રીતે કરી શકાય છે. તમે તુલસી પાવડર અથવા તાજા તુલસીના પાનનું સેવન પણ કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment