શું તમે પણ રાખો છો પ્લાસ્ટીકના ડબ્બામાં મીઠું તો તમે ક્યારેય નહિ બનો ધનવાન.. સામાન્ય પરંતુ ખુબ જ મહત્વની બાબત

💁 મિત્રો આજે અમે ખુબ જ સામાન્ય પરંતુ ખુબ જ મહત્વની બાબત જણાવવા જઇ રહ્યા છીએ. જે દરેક ગૃહિણીએ જાણવી જોઈએ. મિત્રો રસોઈને સ્વાદિષ્ટ બનાવતું મીઠું તમને ગરીબ પણ બનાવી શકે અને ધનવાન પણ બનાવી શકે. મીઠાનો યોગ્ય રીતે પ્રયોગ કરવાથી સુખ સમૃદ્ધિ પણ વધે છે. ચાલો જાણીએ કે શું છે મીઠા અને જ્યોતિષ શાસ્ત્ર વચ્ચેનું કનેક્શન.🍚 મીઠાને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્ર અને શુક્રનું પ્રતિક માનવામાં આવે છે. ચંદ્ર મનનો કારક હોય છે જ્યારે શુક્ર ભૌતિક વસ્તુઓનો કારક હોય છે. તો મીઠું તમારા જીવનમાં સ્વાદ તો વધારે છે પરંતુ તે તેની સાથે ભૌતિક વસ્તુ અને મનને સંભાળવા માટે પણ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.

🍚 મિત્રો મીઠાને તમે જો સ્ટીલ અથવા લોખંડના ડબ્બામાં રાખો તો ચંદ્ર અને શનિનો મિલાપ થવાથી તે તમારા માટે ખુબ જ ઘાતક સિદ્ધ થાય છે. મિત્રો સ્ટીલ અને લોખંડ શનિનું પ્રતિક મનાય છે માટે જો તમે મીઠું તેમાં રાખો તો તેનાથી ઘાતક યોગ બને છે. તમે જોશો કે જે ઘરમાં આ રીતે મીઠું રખાતું હોય તો ઘરની સ્ત્રીમાં બેચેની જોવા મળે છે, માનસિક સમસ્યાઓ, ગુસ્સો વગેરે જેવી વસ્તુઓ વધતી જાય છે. આ ઉપરાંત તેના કામો બગડવા લાગે છે. તો ભૂલથી પણ લોખંડ કે સ્ટીલના વાસણમાં મીઠું ન રાખવું જોઈએ.🍚 બીજું છે કે મીઠાને ક્યારેય પ્લાસ્ટીકના ડબ્બામાં પણ ન રાખવું જોઈએ. તે રોગનું કારણ પણ બની શકે છે. એવું કરવાથી જીવનમાં ગરીબી આવે છે. ગરીબીનો મતલબ એવો નથી કે તમારો પગાર ઓછો આવશે કે નોકરી નહિ મળે. તમારા ઘરમાં ધનલાભ તો થશે પરંતુ તે મેડીકલ ખર્ચામાં અથવા તો કોઈ અન્ય ખર્ચાઓમાં વપરાઈ જશે. તમારા ખર્ચાઓ એવા વધશે કે તમને સમજમાં નહિ આવે કે આટલું બધું ધન આખરે કેમ વપરાય જાય છે. માટે હંમેશા પ્લાસ્ટીકના ડબ્બાથી મીઠાને બચાવવું જોઈએ. એટલે કે તેમાં મીઠું રાખવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ.

🍚 તો હવે એમ થાય કે પ્લાસ્ટિક, સ્ટીલ, લોખંડ એક પણ ધાતુમાં નહિ તો મીઠુંને રાખવું શેમાં ? તો મિત્રો સૌથી શુભ મનાય છે કાચ. કાચ એ રાહુનું પ્રતિક છે માટે રાહુ અને ચંદ્ર ભેગા થાય તો શુભ રહે છે. માટે કાચના ડબ્બામાં હંમેશા મીઠાને રાખવું જોઈએ. આવું કરવાથી માનસિક તણાવ દુર થાય છે. તેમજ તે આપણા જીવન માટે શુભ મનાય છે.🍲 આ ઉપરાંત મીઠા સાથે અમુક વાતો જોડાયેલી છે જેને જાણવી પણ ખુબ જ જરૂરી છે. મિત્રો મીઠું ક્યારેય ઢોળાવા ન દેવું કારણ કે તેવું કરવાથી ભાગ્ય નબળું પડી જાય છે.

🍲 બીજું જ્યારે તમે ભોજન બનાવતા હોવ ત્યારે તેમાં મીઠું નાખ્યા બાદ તેને ચાખવું નહિ કારણ કે તેવું કરવાથી ભોજન અપવિત્ર થઇ જાય છે. જેના કારણે ઘરમાં ગરીબી વધે છે.

🍲 બીજી વસ્તુ જે ધ્યાનમાં રાખવી તે છે કે મીઠાને સીધું ક્યારેય કોઈના હાથમાં ન આપવું અથવા તો એકલું મીઠું કોઈને ન આપવું. જો મીઠું આપવું જ હોય તો તેની સાથે અન્ય વસ્તુ પણ આપવી. પેકેટમાં ક્યારેય ન આપવું. હંમેશા મીઠાને વાસણમાં જ આપવું જોઈએ અને જો આવું કરવામાં આવે તો આપણા ઘરના લક્ષ્મી તેના ઘરે જતા રહે છે. તેમજ આપણા સંબંધો પણ બગડી શકે છે.🍲 જે વ્યક્તિ તમને પસંદ ન હોય અને તમારા વિચારો મળતા ન હોય તો તમારે ક્યારેય તે ઘરનું મીઠું ન ખાવું જોઈએ. કારણ કે જો તમે મીઠું ખાશો તો તેના વિચારો તમારામાં આવશે. તમે મીઠી વસ્તુ ખાઈ શકો પરંતુ તે ઘરની એવી વસ્તુ ન ખાવી જેમાં મીઠાનો ઉપયોગ થયેલો હોય.

🍲 આ ઉપરાંત જો તમારા ઘરમાં ધન પ્રાપ્ત ન થતું હોય કષ્ટો આવતા હોય તો તેના માટે એક ખાસ ઉપાય છે. તમારે એક કાચનો ગ્લાસ લેવાનો છે ત્યારબાદ તેમાં શુદ્ધ પાણી નાખવું અને તમે ઘરમાં ઉપયોગમાં લેતા હોય તે જ મીઠું ઉમેરવું. ત્યારબાદ તે ઘરના નૈરુત્ય ખૂણામાં રાખી દો અને તેની પાછળ લાલ રંગનો બલ્બ લગાવી દો અને જ્યારે પાણી સુકાઈ જાય તો ગ્લાસ સાફ કરી ફરી પાછુ મીઠા વાળું પાણી ભરવું. આવું કરવાથી રાહુના દોષ દુર થાય છે. તેમજ સૂર્ય, ચંદ્ર અને શુક્રની કૃપા પ્રાપ્ત થાય છે જેથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધન પ્રાપ્તિ થાય છે.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

3 thoughts on “શું તમે પણ રાખો છો પ્લાસ્ટીકના ડબ્બામાં મીઠું તો તમે ક્યારેય નહિ બનો ધનવાન.. સામાન્ય પરંતુ ખુબ જ મહત્વની બાબત”

Leave a Comment