શરીરમાં આ સંકેત દેખાય તો હાડકા સુધી ફેલાય ગયું હોય છે આ કેન્સર, ધ્યાન નહિ આપો તો જઈ શકે છે તમારો જીવ પણ… જાણો ક્યું છે એ કેન્સર…

આજના સમયમાં ખાણી પીણી, રહેણીકરણી અને જીવનશૈલીને જોતા અનેક પ્રકારના ગંભીર રોગોનું જોખમ વધી જાય છે. આવી ગંભીર બીમારીઓ જીવલેણ સાબિત થાય છે. આવી બીમારીઓમાં એક આતરડાનું કેન્સર પણ છે. આ બીમારીની શરૂઆત આંતરડાની અંદરની પરત થી થાય છે અને ધીમે ધીમે આ સમસ્યા વધીને શરીરના બીજા અંગોમાં પહોંચી શકે છે. વર્ષ 2020 માં 1.9 મિલિયન થી વધારે આંતરડાના કેન્સર ના નવા કિસ્સા નોંધવામાં આવ્યા હતા. બીજા દરેક કેન્સરની જેમ આંતરડાનું કેન્સર ત્યારે થાય છે જ્યારે કોલન, મોટા આંતરડા અને ગુદામાર્ગમાં હાજર કોષો અનિયંત્રિત રીતે વધવા લાગે છે.

1) શું આતરડા નું કેન્સર શરીરના બાકીના ભાગમાં પણ પ્રસરી શકે છે?:- સમયસર આ કેન્સર વિશે જાણ ન થવાના કારણે આ ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે અને તમારે તમારો જીવ પણ ગુમાવવો પડે છે. એ વાતની પણ સંપૂર્ણ સંભાવના રહે છે કે આ કેન્સર લીવર, ફેફસા, મગજ, પેરીટોનિયમ (પેટની પોલાણની પરત) અથવા લસિકા ગાંઠો સહિત શરીરના અન્ય ભાગોમાં ફેલાઈ શકે છે. જ્યારે આ કેન્સર શરીરના બાકીના ભાગમાં પણ ફેલાવવાનું શરૂ થાય છે તો તેને એડવાન્સ બાઉલ કેન્સર કહેવામાં આવે છે.2) શું થાય છે જ્યારે આંતરડાનું કેન્સર તમારા હાડકામાં ફેલાઈ જાય છે?:- જોકે આ ખૂબ જ ઓછું થાય છે પરંતુ આંતરડાનું કેન્સર તમારા હાડકામાં પણ ફેલાઈ શકે છે. જેને બોન મેટાસ્ટેસિસના નામથી ઓળખાય છે. આવું ત્યારે થાય છે જ્યારે કેન્સરના કોષો મૂળ ગાંઠથી તૂટીને કેન્સરના કોષો અલગ થઈ જાય છે અને હાડકાંમાં ફેલાઈ જાય છે, હાડકાં સુધી પહોંચીને આ કેન્સરના કોષો વધવા લાગે છે. કેન્સર રિસર્ચ પ્રમાણે હાડકામાં ફેલતું આ કેન્સર હાઇપરકેલ્સિમિયાંનું કારણ બને છે જેનો મતલબ છે કે તમારા લોહીમાં કેલ્શિયમનું પ્રમાણ ખૂબ જ વધારે છે.

3) સંકેતો અને સંવેદનાઓ:- કેન્સર રિસર્ચે ત્રણ એવી સંવેદનાઓની તરફ ઈશારો કર્યો છે જેનાથી એ જાણવા મળે છે કે કેન્સર તમારા હાડકામાં ફેલાઈ ચૂક્યું છે. તેમાં સામેલ છે. થાક, બીમાર હોવાનો અહેસાસ થવો, વારંવાર તરસ લાગવી. કેન્સરની ગાંઠ જ્યારે તમારા હાડકામાં ફેલાય છે તો તેનાથી હાડકા ડેમેજ કે ખૂબ જ કમજોર થવા લાગે છે. સાથે જ તેના કારણે હાડકામાં ખૂબ જ વધારે દુખાવો પણ થવા લાગે છે. તેનાથી આગળ જઈને ફ્રેકટરની એટલે કે અસ્થિભંગ ની સંભાવના પણ વધી જાય છે.4) હાઇપર કેલ્સિયમિયાના અન્ય લક્ષણ:- એક વાતનું ધ્યાન રાખવું કે જો તમને હાઇપરકેલ્સિમિયાં છે તો તેનો મતલબ એ બિલકુલ પણ નથી કે તમને એડવાન્સ બાઉલ કેન્સર છે. જોકે એ જરૂરી છે કે તમે તેના લક્ષણો પ્રત્યે સતર્ક રહો. તેમાં સામેલ છે. પેટ ખરાબ થવું, ઉલટી, ચીડીયાપણું. 

5) આંતરડાના કેન્સરના શરૂઆતી સંકેત:- નેશનલ હેલ્થ સર્વિસ પ્રમાણે આંતરડાના કેન્સર ના લક્ષણો ખૂબ જ ઓછા જોવા મળે છે અને જરૂરી નથી કે તમે બીમાર હોવાનો અહેસાસ કરો. તેમાં સામેલ છે. આંતરડાની ટેવમાં બદલાવ, પાઇલ્સ ના લક્ષણો વગર જ મળ માંથી લોહી નીકળે, પેટમાં દુખાવો, અસહજતા મહેસુસ થવી અને પેટનું ફૂલવું.6) આંતરડાના કેન્સર ના કારણો:- નાના કેન્સરના સીધા કારણો વિશે વધારે જાણકારી નથી. જોકે એવા ઘણા ફેક્ટર છે જે આંતરડાના કેન્સરના જોખમને વધારી શકે છે. જેમ કે તમારી ઉંમર. એક અભ્યાસમાં જાણવા મળ્યું કે 10 માંથી 9 લોકો ને 60 ની ઉંમરમાં આંતરડાના કેન્સર ની સમસ્યાનો સામનો કરવો પડે છે. તેના સિવાય ડાયટમાં પ્રોસેસ ફૂડનું વધુ પ્રમાણ સામેલ કરવું અને લો ફાઇબર ડાયટ લેવાથી પણ આંતરડાના કેન્સરનું જોખમ વધે છે.

તેના સિવાય સ્થૂળતાના શિકાર બનેલા લોકો અને સાથે જ દારૂ સિગરેટ વગેરેનું સેવન કરવાવાળા લોકોમાં પણ આંતરડાના કેન્સરનું જોખમ ઘણું વધી જાય છે. જો તમારા પરિવારમાં પહેલાથી જ આંતરડાના કેન્સરની હિસ્ટ્રી હોય તો પણ તે થવાનું જોખમ ઘણા અંશે વધી જાય છે.7) ડોક્ટર ને ક્યારે બતાવવું:- NHS નો સુજાવ છે કે જો તમને તમારા શરીરમાં ઉપર જણાવવામાં આવેલા લક્ષણ  ત્રણ અઠવાડિયા થી વધારે જોવા મળે તો ડોક્ટરને જરૂર બતાવવું. તેના સિવાય જો તમારા આંતરડામાંથી પાચક કચરો બહાર નથી નીકળી શકતો તો આવી સ્થિતિમાં ડોક્ટરને બતાવો. જ્યારે તમારા શરીરમાંથી કચરા જેવી વસ્તુઓ બહાર નથી નીકળી શકતી તો તેનાથી પેટમાં દુખાવો, સોજો અને ઝડપથી વજન ઘટવાની સમસ્યાનો સામનો કરવો પડે છે સાથે જ તમે ખૂબ જ બીમાર પણ પડી શકો છો.

8) કેવી રીતે દૂર કરવું આંતરડાના કેન્સરનું જોખમ?:- સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સીએ ચેતવણી આપી છે કે જો તમને આંતરડાના કેન્સરના જોખમથી બચવું હોય તો લાલ અને પ્રોસેસ્ડ માસનું ભૂલીને પણ સેવન ન કરવું . તેની જગ્યાએ તમે તમારા ડાયટમાં ફાઇબર યુક્ત વસ્તુઓને સામેલ કરો. તેના સિવાય હેલ્થ એજન્સીએ એ પણ સલાહ આપી છે કે હેલ્ધી વેટને મેન્ટેન રાખો, દરરોજ વર્કઆઉટ કરો અને હાઇડ્રેટ રહો. કેન્સરથી બચવા માટે દારૂ અને સિગરેટનું સેવન બિલકુલ પણ ન કરવું.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment