શરીરમાં આ સંકેતો દેખાય તો દિમાગ થઈ જશે સમય પહેલા વૃદ્ધ, 30 ની ઉંમર પછી ધ્યાન રાખો આ બાબતોનું… 80 વર્ષે પણ મગજ રહેશે પાવરફુલ…

જેમ જેમ આપણે મોટા થઈએ છીએ, આપણા શરીરના દરેક અંગોની જેમ આપણા મગજની ઉંમર પણ વધતી જાય છે. જ્યારે આપણે 30 વર્ષના હોઈએ છીએ ત્યાં સુધી આપણું મગજ સંકોચાવા લાગે છે અને આ પ્રક્રિયા 60 સુધી આવતા આવતા વધારે તેજ થવા લાગે છે. જેમ જેમ આપણા મગજનો વોલ્યુમ ઓછો થતો જાય છે, આપણી સઁજ્ઞાત્મક ક્ષમતા પ્રભાવિત થાય છે અને વ્યક્તિને વસ્તુઓ યાદ રાખવા, ધ્યાન કેન્દ્રિત કરવા અને અલગ અલગ પ્રકારના કામ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

એક્સપર્ટ ના જણાવ્યા પ્રમાણે ઉંમર વધવાની સાથે સાથે શરીરના બાકી અંગોની તુલના એ મગજ સૌથી વધારે પ્રભાવિત હોય છે. મગજ એક એવું અંગ છે જે કોઈપણ વ્યક્તિને જીવિત રહેવા સુધી કામ કરે છે. પરંતુ જેમ જેમ ઉંમર વધે છે મગજમાં પણ અનેક પ્રકારના બદલાવ થવા લાગે છે, જેમ કે વસ્તુઓ યાદ ન રહેવી, કોઈની મદદ વગર કામ પૂરું ન કરી શકવું અને ધ્યાન કેન્દ્રિત કરવાનો અભાવ. આવી સ્થિતિમાં અમે તમને કેટલાક એવા સંકેતો વિશે જણાવીશું જે તમને જણાવે છે કે તમારું મગજ વૃદ્ધ થવા લાગ્યું છે. તો આવો વિસ્તારપૂર્વક જાણીએ આવા સંકેતો વિશે.1) મેમરી લોસ:- જેમ જેમ તમે 60 વર્ષની ઉંમરની તરફ વધતા જાવ છો, તમારી મેમરીમાં બદલાવ આવવા લાગે છે, જે ખૂબ જ સામાન્ય હોય છે. જેમકે તમે ચાવીઓ ક્યાં મૂકી છે તે ભૂલી જવું, પાસવર્ડ ભૂલી જવો કે કોઈ મિત્રનું નામ યાદ રાખવામાં મુશ્કેલી આવવી. આ ઉંમર સંબંધિત મેમરી લોસનું સામાન્ય લક્ષણ છે.

2) સમજવામાં મુશ્કેલી:- મગજની માત્રામાં ઘટાડો થવાથી, ફ્રન્ટલ લોબ અને હિપ્પોકેમ્પસ શરીરના બાકીના ભાગો કરતાં વધુ સંકોચાય છે. સંજ્ઞાનાત્મક કાર્યો સાથે યોગ્ય રીતે કામ ન કરવાને કારણે, તમારે વસ્તુઓને સમજવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે.3) ખરાબ નિર્ણય લેવો:- કંઈ પણ નિશ્ચિત ન કરી શકવું કે ખોટો નિર્ણય લેવો એવા સંકેત છે જે લોકોમાં યાદશક્તિને કમજોર પડતા પહેલા નજર આવવા લાગે છે.

4) અચાનક મૂડ બદલાઈ જવો:- જેમ જેમ તમારું મગજ વૃદ્ધ થાય છે મગજનું કામ કરવાની રીતમાં પણ બદલાવ આવે છે જે તમારાં ભાવાત્મક કાર્યોને પણ અસર કરે છે. જેમ જેમ તમે વૃદ્ધ થતા જાવ છો તમને સતત મૂડ બદલવાની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે.5) જોવામાં મુશ્કેલી:- જો તમને દ્રષ્ટિ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય તો તે પણ ઉંમર વધવાનો એક સંકેત છે.

6) એંગ્જાઇટી અને ડિપ્રેશન:- જેમ જેમ મગજ વૃદ્ધ થતું જાય છે, વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર થવા લાગે છે. જેમ કે, ઉંમર વધવાની સાથે જ એંગ્જાઇટી અને ડિપ્રેશનની સમસ્યા ખૂબ જ સામાન્ય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment