મિત્રો આમ તો એવું કહેવાય છે કે ઘરનું ખાવા જ શુદ્ધ, સાત્વિક અને સ્વાસ્થ્યવર્ધક હોય છે. પરંતુ ઘરનું ખાવાનું પણ બહારના ખાવા જેટલું જ અનહેલ્ધી હોઈ શકે છે. તમને એવા ખાદ્ય પદાર્થો વિશે જાણ નઈ હોય જે તમારા શરીરને બીમાર કરવાનું કામ કરે છે.
તમારા રસોઈ ઘરમાં એવી ઘણી વસ્તુઓ છે જેને તમે દરરોજ પોતાના સ્વાદ પ્રમાણે ઉપયોગ કરો છો પરંતુ તે તમારા સ્વાસ્થ્ય માટે અનુકૂળ નથી. એવી કેટલીક વસ્તુઓનું લિસ્ટ અમે તમને અહીંયા જણાવીશું જેના વધુ પડતા સેવનને નિયંત્રિત કરીને તમે અનેક બીમારીઓના જોખમને દૂર કરી શકશો.1) ચા-કોફી માં નાખવામાં આવતી સુગર:- સફેદ ખાંડ લગભગ દરેક રસોઈ ઘરમાં ઉપલબ્ધ હોય જ છે. આ મીઠી ખાંડ કોફી, મિલ્ક શેક અને અન્ય વાનગીઓમાં ઉપયોગ કરી શકાય છે. પરંતુ ખાંડ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. Wedmd પ્રમાણે વધુ પડતી ખાંડનું સેવન કરવાથી હાઈ બીપી, સોજો, વજન વધવું, ડાયાબિટીસ અને ફેટી લીવરની બીમારી થઈ શકે છે. જે સ્ટ્રોક અને હૃદય રોગના જોખમને બે ઘણું કરી દે છે.
2) રિફાઇન્ડ લોટથી બનેલી વસ્તુઓ:- મેદો અનેક પ્રકારની વાનગીઓ બનાવવા માટે ઉપયોગ કરી શકાય છે. સાથે તમારા રસોઈમાં કૂકીઝ, કેક, બ્રેડ અને પાસ્તામાં પણ મેંદો હાજર હોય છે. એક્સપર્ટ જણાવે છે કે મેદાનું વધુ પડતું સેવન કરવાથી વજન વધવું, ચયાપચન સંબંધી સમસ્યાઓ, હૃદય રોગ અને ત્યાં સુધી કે કેન્સર પણ થઈ શકે છે.3) મીઠાથી વધે છે મૃત્યુ નું જોખમ:- એક અભ્યાસ પ્રમાણે વધારે મીઠું ખાવાથી 28% લોકોને મૃત્યુનું જોખમ વધી જાય છે. મીઠા વગર ખાવાનો સ્વાદ તમને ફીકો લાગે છે પરંતુ તેને ઓછા પ્રમાણમાં ખાવું જ સમજદારી છે. વધારે મીઠું ઉચ્ચ બ્લડ પ્રેશર, હૃદય રોગ, અને સ્ટ્રોક નું કારણ બની શકે છે.
4) તેલ નો વધુ પડતો ઉપયોગ:- જો તમારા ઘરમાં ભજીયા, તળેલી ડુંગળી, ફ્રેન્ચ ફ્રાઈઝ, ફ્રોઝન ફૂડ વગેરે ખાવાનું પસઁદ કરતા હોય તો તેલનો વધુ પડતો ઉપયોગ વ્યાજબી છે. પરંતુ ધ્યાનમાં રાખો કે આ પસંદગી હૃદયરોગનો હુમલો, સ્ટ્રોક, સ્તન/અંડાશયના કેન્સર, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, બિનઆરોગ્યપ્રદ વજન અને સાંધાનો દુખાવો વગેરેનું જોખમ વધારવાનું કામ કરે છે.આટલી વાતનું ધ્યાન રાખવું:- તેલ મીઠુ કે અન્ય ખાદ્ય પદાર્થને ખાવાનું બન્ધ કરવાની જગ્યાએ આરોગ્ય વર્ધક વિકલ્પો પર ધ્યાન કેન્દ્રિત કરવું અને સીમિત માત્રા માં આ ખાદ્ય પદાર્થોનું સેવન કરવું જરૂરી હોય છે. ઉદાહરણ તરીકે મેંદા ની જગ્યાએ બીજા અન્ય ફાયબર યુક્ત લોટ જેમકે રાગી કે આખા ઘઉં ના લોટનું સેવન કરવું. ખાંડની જગ્યાએ ગોળનું સેવન કરવું. આવા નાના નાના બદલાવ તમારા સ્વાસ્થ્ય ની સાથે સાથે તમારા પરિવારના સ્વસ્થ્યમાં પણ સુધારો લાવી શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી