અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
☠ મૃત્યુ….. ☠
☠ મિત્રો આજે આપણે જાણીશું કે ભગવાન શિવજીએ આપેલા મૃત્યુના સંકેતો વિશે. જેવી રીતે જીવન એક સત્ય છે તેવી જ રીતે મૃત્યુ પણ એક જ સત્ય ઘટના છે. ઘણા લોકો પોતાના મૃત્યુની વાત સાંભળીને ડરી જતા હોય છે. માત્ર એવું જ નહિ પરંતુ આપણે ત્યાં કોઈ મૃત્યુની વાત પણ કરે અથવા તો વિચારે છે તો પણ તેનું મન વ્યાકુળ થઇ જાય છે . આમ તો આ વાત કોઈનાથી છુપાયેલી નથી. જો આપણે આ દુનિયામાં આવ્યા છીએ તો આપણે આ દુનિયાને છોડીને એક દિવસ જરૂર જવું પડશે. તે સત્ય છે. Image Source :
☠ ઘણા લોકો મૃત્યુના સત્યથી વાકેફ છે તો ઘણા લોકો આ તથ્યને સ્વીકાર નથી કરવા માંગતા. શિવપુરાણ અનુસાર એક વાર દેવી પાર્વતીએ ભગવાન શિવજી પાસેથી મૃત્યુને લઈને એક સવાલ પૂછ્યો હતો. “ કોઈ એવા સંકેતો હોય છે જેનાથી મનુષ્યને ખબર પડી જાય કે તેનું મૃત્યુ નજીક આવી ગયું છે અથવા મનુષ્યથી મૃત્યુ ખુબ જ નિકટ હોય તે પણ ખબર પડી શકે ખરું ? મિત્રો આગળ અમે જણાવશું કે માતા પાર્વતીના ઉત્તરનો જવાબ ભગવાન શિવજીએ શું આપ્યો અને તેની પૂરી જાણકારી માટે આ લેખને અંત સુધી વાંચો..
☠ સૌઉથી પહેલા ભગવાન શિવજીના કહ્યા પ્રમાણે જ્યારે વ્યક્તિના તનનો રંગ હલવો પીળો પાડવા લાગે અથવા સફેદ અથવા થોડું લાલ પાડવા લાગે તો એ ઈશારો કરે છે કે તે વ્યક્તિનું મૃત્યુ 6 મહિનાની અંદર થઈ જવાનું છે.
☠ જે કોઈ વ્યક્તિ પોતાના પડછાયાને, તેલ, પાણી અથવા કાચમાં જોવામાં તકલીફ થતી હોય તે પણ એવો જ ઈશારો કરે છે કે વ્યક્તિનું મૃત્યુ આવતા 6 મહિનાની અંદર થઇ જશે. જે લોકો પોતાની જીવન આયુ કરતા વધારે જીવન જીવે છે તેને પોતાનો પડછાયો દેખાતો નથી અને જેને પડછાયો દેખાતો હોય તેને ધડ સહીત પડછાયો દેખાય છે જે ખુબ જ ભયાનક સંકેત હોય છે. જ્યારે કોઈ માણસના જમણા હાથમાં અલગ પ્રકારના વળાંક અથવા મરોડ આવવા લાગે અને તે મરોડ એક અઠવાડિયાથી વધારે રહે તો તે વ્યક્તિ એક મહિનાથી વધારે નથી જીવતો.
☠ કોઈ વ્યક્તિને મહેસુસ થવા લાગે કે તેનું મોં , જીભ, આંખ, અને કાન પથ્થરની બનતી જતી હોય તો તે નિશ્વિત છે કે વ્યક્તિનું મૃત્યુ 6 મહિના પછી થઇ જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ ચંદ્ર, સૂર્ય પ્રકાશ અને અગ્નિને જોવા માટે સમર્થ ન હોય તે વ્યક્તિ પણ 6 મહિનામાં મૃત્યુ પામે છે.
☠ જો વ્યક્તિની જીભમાં સોજો આવી જાય અને અને તેના દાંત માંથી રસી વહેવા લાગે છે તો તે પણ એક ખુબ જ ચિંતાનો વિષય બની જાય છે કેમ કે તે વ્યક્તિ 6 મહિનાથી વધારે નથી જીવી શકતો. સાથે સાથે વ્યક્તિને સૂર્ય, ચંદ્ર અને આકાશ માત્ર લાલ રંગનું દેખાવા લાગે છે તે વ્યક્તિ પણ 6 મહિનામાં જ મૃત્યુ પામે છે.
☠ આમ તો શિવજી દ્વારા પાર્વતીજીને આપવામાં આવેલા વક્તવ્ય અને બીજા પુરાણોમાં પણ મનુષ્યના મૃત્યુ વિશે ઘણું બધું કહે છે. આ પણ સાચું કે પુરાતન કાળથી માનવો અને રક્ષશો એ ભગવાનને ખુશ કરીને મૃત્યુ પર વિજય મેળવવા માટે ઘણી મહેનત કરી હતી. પરંતુ તે કરવામાં તે લોકો અસફળ રહ્યા. કેમ કે ધરતી ઉપર જીવનનું એક માત્ર સત્ય હોય છે મૃત્યુ.
☠ તેના સિવાય મનુષ્યના હાથની રેખાઓ પણ મૃત્યુ વિશે ઘણું બધું કહે છે. જો મનુષ્યના હાથમાં રહેલી જીવન રેખા નાની હોય તો તે અલ્પ આયુનું પ્રમાણ છે. ભગવાન વિષ્ણુ કહે છે કે “મનુષ્યનું મૃત્યુ તેના શર્રીર સાથે થાય છે તેના આત્મા સાથે નથી થતું . આત્મા અનંત છે.
તો આ હતી કેટલીક પૌરાણિક માન્યતાઓ જે મૃત્યુની નિશાની દર્શાવે છે.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી