આ મંદિરમાં સ્વયં ગંગાજી કરે છે ભગવાન શિવજી પર અભિષેક… જાણો કેવી રીતે આ મંદિર જમીનમાંથી નીકળ્યું

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 જાણો એક એવા મંદિર વિશે કે જ્યાં શિવલિંગ પર થતા જળાભિષેક નું રહસ્યો વૈજ્ઞાનિકો પણ ઉકેલી શક્યા નથી.. 💁

🙏 જેટલા ચમત્કારી છે ભગવાન શિવજી છે તેટલા જ ચમત્કારિક છે દુનિયાભરમાં આવેલા શિવ મંદિર અને તેના ચમત્કારો. આ આર્ટીકલ વાંચ્યા બાદ તમે જ્યારે જ્યારે પણ ભગવાન શિવજીના ચમત્કારિક મંદિરોની વાત કરતા હશો ત્યારે તમને ઝારખંડમાં સ્થિત રામગઢના શિવ મંદિરની વાત જરૂર યાદ આવશે. કારણ કે આ મંદિર સાથે પણ એક અદ્દભુત રહસ્ય જોડાયેલું છે કે જેનું રહસ્ય હજુ પણ રહસ્ય જ રહ્યું છે. તે રહસ્યને કોઈ વૈજ્ઞાનિક હજુ સુધી આજના આધુનિક અને ટેકનીકલ યુગમાં ઉકેલી નથી શક્યું.Image Source :

🏠 વૈજ્ઞાનીકોની ટેકનીક અને બુદ્ધિ પણ ટૂંકી પડે ક્યારેક આવી ચમત્કારિક ઘટનાના રહસ્યો સામે આવે ત્યારે. અને ત્યારે આખરે લોકોએ ભગવાન શિવજીના ચમત્કારો પર વિશ્વાસ આવી જાય છે. ત્રુટીઝરણા નામથી પ્રખ્યાત આ મંદિરની ખાસ વાત એ છે કે અહીં ભગવાન શિવની મંદિરની અંદર એક શિવલિંગ આવેલી છે જેની પર વર્ષના બાર મહિના અને ચોવીસ કલાક જળાભિષેક ચાલુ રહે છે. ટૂંકમાં કહીએ તો નિરંતર અહીં જળાભિષેક ચાલુ છે.

🏠 મિત્રો આ જળાભિષેક કોઈ અન્ય પાણી દ્વારા નથી થતો પરંતુ માં ગંગા પોતાના પાણીથી કરે છે આ શિવલિંગ પર જળાભિષેક. અને સદીઓથી આ જળાભિષેક નિરંતર ચાલુ છે. એવું માનવું છે કે આ વાતનો ઉલ્લેખ પૂરાણોમાં પણ કરેલો છે. લોકોનું માનવું છે કે અહીં કરેલી દરેક પ્રાર્થના સફળ થાય છે.

🏠 મિત્રો આ રહસ્યો અને તેની પાછળ થયેલા સંશોધનો જાણ્યા બાદ લગભગ ભગવાન શિવજીના શ્રદ્ધાળુઓ ઝારખંડમાં રામગઢમાં સ્થિત આ મંદિરના દર્શન કરવાની ઈચ્છા જરૂર રાખશે. આમ તો ભગવાન શિવજીને લઇને ઘણી બધી કથાઓ પ્રચલિત છે પરંતુ અહીંના મંદિરના રહસ્યને જોઇને આજે પણ ભગવાન શિવના ચમત્કારો પર વિશ્વાસ આવે છે. તો ચાલો સૌથી પહેલા આપણે આ મંદિરનો ઈતિહાસ જાણી લઈએ.Image Source :

💁 આ મંદિરનો ઈતિહાસ ઇસ ૧૯૨૫ સાથે જોડાયેલો છે. માનવામાં આવે છે કે અંગ્રેજો આ વિસ્તારમાંથી રેલ્વે લાઈન બનાવવાનું કામ કરી રહી હતી. જ્યારે તે લોકો પાણી  માટે ખોદકામ કરતા હતા ત્યારે તેમને કોઈ અજીબ વસ્તુ નજરમાં આવી. ત્યારબાદ તે જગ્યાનું પૂરું ખોદકામ કરાવ્યું તે લોકોએ. અંતે ખોદકામ પૂરું કાર્ય બાદ આ મંદિર નજર આવ્યું. તે મંદિરમાં ભગવાન શિવની શિવલિંગ મળી અને તેની ઉપર માં ગંગાના પાણીનો જળાભિષેક થતો પણ મળ્યો.

💁 આ શિવલિંગ પર થતા જળાભિષેકને જોઇને અંગ્રેજો પણ આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા. તે સમયે આ જાણકારી અન્ય અંગ્રેજોને મળી તેમણે આ જગ્યાએ આવી શિવલિંગ પર થતા ગંગા મૈયાના જળાભિષેકને જોયો ત્યારે તેમને ખુબ જ નવાઈ લાગી. આવા અવશેષો મળવાથી લોકોની ભગવાન પ્રત્યેની આસ્થા વધારે મજબૂત બની જાય છે. કહેવાય છે કે આ મંદિરની કહાની દૂર દૂર સુધી પ્રચલિત થઇ ગઈ છે અને અહીં આવતા શ્રદ્ધાળુઓની ભીડ વધતી જાય છે. રામગઢમાં સ્થિત આ પ્રાચીન મંદિરને ત્રુટીઝરણા નામથી ઓળખવામાં આવે છે અને ખાસ વાત છે શિવલિંગ પર થતા માં ગંગાના જળાભિષેકની.Image Source :

💁 કહેવાય છે કે આ જળાભિષેકની કથા પૂરાણોમાં પણ મળે છે. આ મંદિરમાં શિવલીંગની ઉપર એક માં ગંગાની છબી રહેલી છે જેમની નાભીમાંથી પાણીની ધારા છબીમાં હાથ પરથી પસાર થઈને  શિવલિંગ પર પડે છે. પરંતુ આજે પણ એ રહસ્ય છે કે આખરે આ પાણીનો સ્ત્રોત ક્યાં છે. આ શિવલિંગના દર્શન માટે દૂર દૂરથી લોકો આવે છે અને ભગવાન શિવની પૂજા અર્ચના કરે છે.

🚰 મિત્રો હવે અમે જણાવીએ આ જગ્યા સાથે જોડાયેલ બે રહસ્યો વિશે કે જે એકદમ સત્ય છે. ત્યાં લગાવેલ હેન્ડપંપ એટલે કે પાણીની ડંકીઓ પણ રહસ્યોથી ઘેરાયેલી છે. રહસ્યની વાત એ છે કે અહીં લગાવેલ હેન્ડપંપમાંથી પાણી લાવવા માટે તેને ચલાવવાની જરૂર નથી પડતી કારણ કે ત્યાં પોતાની રીતે જ પાણી આવે છે ડંકીમાંથી. મંદિર  પાસે જ એક નદી આવેલી છે જે સૂકાઈ ગયેલી હોય છે તેમ છતાં પણ ભીષણ ગરમીમાં પણ ડંકીમાં ડંકી ચલાવ્યા વગર જ પાણી ચાલુ હોય છે. જ્યારે અહીંના વિસ્તારમાં મંદિરથી દૂર અન્ય વિસ્તારોમાં આવેલ હેન્ડપંપમાં આ રીતે આપોઆપ પાણી નથી નીકળતું પરંતુ તેને ચલાવવા પડે છે. જ્યારે આ મંદિરની પાસે આવેલ હેન્ડપંપમાં બારે માસ આપોઆપ પાણી આવે છે તેને ચલાવવાની જરૂર નથી રહેતી.Image Source :

💁 મિત્રો આખું વર્ષ મંદિરમાં શ્રદ્ધાળુઓ જોવા મળે છે અને લોકોનું કહેવું છે કે અહીં કોઈ ઈચ્છા લઈને આવો તો તે પૂર્ણ થાય છે. મિત્રો ભક્તો આ મંદિરના દર્શને આવે છે અને શિવલિંગ પર થતા જળાભિષેકનું પાણી પ્રસાદ રૂપે ગ્રહણ કરે છે અને કહે છે કે તે પાણી પીતા ની સાથે જ મન શાંત થાય છે અને દુઃખોથી લડવાની તાકાત મળે છે.

💁 તો મિત્રો આ હતું દેવાધિ દેવ મહાદેવના અનેક ચમત્કારિક મંદિરોમાંનું એક મંદિર જે ઝારખંડના રામગઢમાં આવેલું છે. મિત્રો તમે પણ ક્યારેય ઝારખંડ જાવ તો આ ચમત્કારિક શિવમંદિર ત્રુટીઝરણા મંદિરના દર્શન કરવાનું ભૂલતા નહિ.Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment