અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
💁 જાપાની મહિલાનું બ્યુટી સિક્રેટ ફેસમાસ્ક હવે તમે પણ ઘરે જ બનાવો અને તેને ઉપયોગ કરીને તમે પણ તમારા ચહેરાને બનાવો સુંદર.. 💁
👩 મિત્રો જાપાની મહિલાઓની ત્વચા ખૂબ જ સુંદર અને ચમકતી હોય છે. તે ઉમરમાં ૪૦ ની હોય છતાં પણ ૨૫ ની લાગે છે જ્યારે આપણે ભારતમાં આપણે જોઈએ તો મહિલાઓની સુંદરતા વધારે લાંબો સમય સુધી ટકી શકતી નથી. તેથી જ તો તેને પોતાની સુંદરતા કૃત્રિમ રીતે મેકઅપ કરીને દેખાડવી પડે છે.👩 જ્યારે જાપાની મહિલાઓની ત્વચા તો એટલી સુંદર હોય છે કે તેને ક્યારેય બ્યુટી પાર્લરની જરૂર નથી પડતી. તેનો ચહેરો હંમેશા ચમકતો અને ખીલેલો જ દેખાય છે. તેની પાછળ અમૂક આયુર્વેદિક ઉપચાર પણ છે કે આજે પણ જાપાની મહિલાઓ આયુર્વેદિક રીતે બનાવેલ ફેસમાસ્ક તેમજ તેલ મસાજ જેવી આયુર્વેદિક પદ્ધતિનો ઉપયોગ કરે છે. જેથી તે સુંદર અને ઉમરમાં નાની દેખાય છે.
👰 તો આજે અમે જાપાની મહિલાનું એક બ્યુટી સિક્રેટ ફેસમાસ્ક લઈને આવ્યા છીએ કે જેને તમે પણ ઘરે બનાવી શકો છો અને તેનો ઉપયોગ કરીને તમારી ત્વચાને પણ બનાવી શકો છો સુંદર અને ચમકદાર. જેના ઉપયોગથી તમારી ત્વચા પણ લાંબા સમય સુધી યંગ જ દેખાશે. તો ચાલો જાણીએ જાપાની મહિલાઓનું સિક્રેટ ફેસમાસ્ક.
👰 મિત્રો તમે જાપાની લોકોને ટીવી પર તથા રીયલમાં જોયા હશે તમે તેના ચહેરા સામે જૂઓ તો તેના ચહેરા પર એક પણ ડાઘ કે વ્રીન્કલ્સ નથી દેખાતા. એટલું જ નહિ પરંતુ આગળ જણાવ્યું તેમ તે લોકો વૃદ્ધ હોવા છતાં પણ યુવાન દેખાતા હોય છે. તો શું તે લોકો એવી કોઈ ખાસ વસ્તુ વાપરે છે ? શું તે રોજ ફેસિયલ કરાવતા હશે ?
👰 પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે આમાંથી કોઈ પણ કારણ નથી પરંતુ તે લોકો પોતાના ચહેરા પર ચોખા અને તેનાથી બનેલ ફેસમાસ્કનો ઉપયોગ કરે છે. આવું તે સદીઓથી કરતા આવે છે. તો તમે પણ આ ફેસમાસ્કનો ઉપયોગ કરી જાપાની લોકોની જેમ યુવાન દેખાય શકો છો. તેમજ તમારા ચહેરાને દાગ રહિત અને ક્લીન બનાવી શકો છો.👰 જાપાની મહિલાઓ ચોખાનો ઉપયોગ કરીને ખૂબ જ અસરકારક માસ્ક બનાવી તેનો ઉપયોગ કરે છે. મિત્રો આ ફેસમાસ્કની ખાસિયત એ છે કે તમે આ ઘરે જ બનાવી શકો છો તેમજ તમારા રસોડામાં સરળતાથી મળી જતી સામગ્રીનો ઉપયોગ કરીને તમે આ ફેસમાસ્ક બનાવી શકો છો. તો ચાલો જાણીએ આ ફેસમાસ્ક બનાવવા કંઈ કંઈ સામગ્રીઓની જરૂર છે તેમજ કેવી રીતે બનાવી શકાય.
💁 જાપાની બ્યુટી સિક્રેટ ફેસમાસ્ક બનાવવામાં માટે જોઈતી સામગ્રી:- 💁
👉 એક મુઠી ચોખા, 👉 અડધો ગ્લાસ દૂધ, 👉 ચાર ચમચી જેટલું મધ,
💁 જાપાની બ્યુટી સિક્રેટ ફેસમાસ્ક બનાવવાની રીત:- 💁
👉 એક મુઠી ભાતને અડધી કલાક સુધી એક ગ્લાસ પાણીમાં પલાળી રાખો. 👉 ત્યારબાદ તે પાણી સહીત ભાતને પકાવવાના છે. તેને ગેસ પર રાખી તેને ઉકળવા દો. 👉 દસથી પંદર મિનીટ સુધી ચોખાને ઉકાળો પાણીમાં.
👉 દશ મિનીટ બાદ ચોખાને પાણીમાં ગાળીને ચોખા અને પાણી બંને વસ્તુને અલગ કરી નાખો. 👉 હવે એક કડાઈમાં જે આપણે એક ગ્લાસ દૂધ લીધું હતું તેને પણ ગરમ કરી લો.
👉 એક ઉકાળો આવે ત્યાં સુધી દૂધને ઉકાળવાનું રહેશે. એક ઉકાળો આવ્યા બાદ ગેસને બંધ કરી દો. દૂધને પણ ઉકાળ્યા બાદ ગાળી લો અને તેને થોડું ઠંડુ થવા દો. તેને સાવ ઠંડુ નથી થવા દેવાનું માત્ર નવશેકું થાય ત્યાં સુધી ઠંડુ થવા દો. 👉 હવે આપણી પાસે પાણીમાં ઉકાળેલા ચોખા, મધ, ચોખાનું પાણી અને ઉકાળેલું દૂધ આટલી વસ્તુ છે.
👉 હવે તમારે એક પેસ્ટ તૈયાર કરવાની છે. તેના માટે પાણીમાં ઉકાળેલા ચોખામાં અડધો ગ્લાસ દૂધ નાખો અને તેને ચમચીની મદદથી પીસીને એક પેસ્ટ જેવું બનાવી લો ત્યારબાદ તેમાં એક ચમચી મધ ઉમેરો અને તેને બરાબર મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. 👉 ત્યારબાદ આ પેસ્ટને ચહેરા પર લગાવો અને જ્યાં સુધી તે પેસ્ટ સૂકાઈ નહિ ત્યાં સુધી તેને ચહેરા પર લગાવી રાખો.👉 હવે તે પેસ્ટ સુકાયા બાદ તમારે ચહેરાને ધોવા માટે સાદા પાણીનો ઉપયોગ નથી કરવાનો પરંતુ તમારે ચોખા ઉકાળ્યા બાદ તેનું પાણી ગાળેલું હતું તે પાણીની મદદથી ચહેરો ધોવાનો રહેશે.
👉 ચોખાના પાણીમાં એન્ટીઓક્સીડન્ટ સારી માત્રામાં મળી રહે છે જે આપણા ચહેરા પરના ડાઘ દૂર કરે છે અને આપણી ત્વચાને ચમકાવે છે. આ ઉપરાંત તે ડેડ સ્કીનને પણ રીમૂવ કરે છે. તેમજ ચહેરાના રોમ છિદ્રોને પણ સાફ કરે છે. અને ચહેરા પર કરચલી પડતા અટકાવે છે. આ ફેસમાસ્કનો ઉપયોગ તમારા ચહેરાની સુંદરતા પર ચાર ચાંદ લગાવી દેશે.👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી