આ શેરમાં 1 લાખ લગાવ્યા હોય તો આજે થઈ ગયા હોત સવા 4 કરોડ રૂપિયાના માલિક… 9 રૂપિયા થઈ ગયા સીધા 3734… જાણો રોકાણ કરવામાં કેટલો બેનિફીટ છે….

મિત્રો જેમ કે તમે જાણો છો તેમ શેર બજાર એક એવું પ્લેટફોર્મ છે જ્યાં દરરોજ કોઈને કોઈ વ્યક્તિની કિસ્મત ચમકતી હોય છે. તેમજ ઘણા લોકોનું તેમાં રોકાણ ખોટ પણ આપે છે. પણ શેર બજારમાં રોકાણ કરતા પહેલા શેર બજારનું પૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે. જો તમે અનુભવ વગર તેમાં રોકાણ કરો છો તો તમને ખોટ જઈ શકે છે. આજે અમે તમને એક એવા શેર વિશે વાત કરીશું જેમાં જો તમે રોકાણ કર્યું હશે તો તમને હાલ સારું રીટર્ન મળી રહ્યું છે. ચાલો તો આ શેર વિશે વિસ્તારથી જાણી લઈએ. 

શેરબજાર માંથી તે જ પૈસા કમાઈ શકે છે જેમનામાં ધૈર્ય હોય છે. જે કંપની વિશે સરખી રીતે અધ્યયન કરતાં હોય. આ વાત માત્ર પુસ્તકિય નથી. તે ઘણી વખત સાબિત પણ થયેલી છે. અહીં અમે તમને એવા જ એક શેર વિશે જણાવીએ છીએ જેણે 19 વર્ષમાં 1 લાખને લગભગ સવા 4 કરોડમાં બદલી નાખ્યા. તે શેર છે ડિવિસ લેબોરેટરીઝ. તે ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીની મોટી કંપનીઓમાં આવે છે. 95થી વધુ મુલ્કોમાં કંપની નિકાસ કરે છે. આ કંપની પર કોઇ પણ પ્રકારનું દેવું નથી. આ એવા શેરોમાં સમાવિષ્ટ છે જેમણે બે દાયકાથી ઓછામાં રોકાણકારોને લખપતિ માંથી કરોડપતિ બનાવ્યા છે.ડિવિસ લેબોરેટરીઝનો શેર મંગળવારે લગભગ 3,734 રૂપિયાએ બંધ થયો હતો. કારોબાર દરમિયાન તે 3,782.15 રુપિયાની ઊંચાઈએ પહોંચ્યો છે. પાછલા કારોબારી સત્રમાં તે શેર 3,728.20 રૂપિયાએ બંધ થયો હતો. એવામાં કોઈ વ્યક્તિએ આ શેરમાં 19 વર્ષ પહેલા 1 લાખ રૂપિયા લગાડ્યા હોય તો આજે રોકાણનું મૂલ્ય લગભગ 4.13 કરોડ થયું હોત. 18 ઓગસ્ટ 2017ના રોજ શેર 635.20 રૂપિયાએ હતો. ત્યાંથી તેને અહીં સુધીની સફર કરી છે.

પહેલી ત્રિમાસીમાં આવા રહ્યા પરિણામો:- વીતેલ વર્ષ 2022-23ની પહેલી ત્રિમાસીમાં ડિવિસ લેબ્સને 2,343 કરોડ રૂપિયાની કમાણી થઈ છે. પાછલા વિતેલા વર્ષની આ અવધિમાં તેને 1,997 કરોડ રૂપિયાની ઇન્કમ થઈ છે. આ પ્રકારે વર્ષના આધારે તેની ઇન્કમમાં 17.32 ટકાનો વધારો થયો છે. કંપનીનું પીબીટી 4.54 ટકા વધીને 814 કરોડ રૂપિયા થઈ ગયું છે. એ જ પ્રકારે કંપનીનું પીએટી એટલે કે, ટેક્સ પછીનો નફો 26.03 ટકા વધીને 702 કરોડ રૂપિયા થયો છે.શું તમારે કરવું જોઈએ રોકાણ?:- કોઈ પણ શેરમાં રોકાણ કરતાં પહેલા તમારે તમારા ઈન્વેસ્ટમેન્ટ એડ્વાઇઝર સાથે વાત કરવાની સલાહ આપવામાં આવે છે. કોઈ પણ રોકાણ લાંબી અવધિને ધ્યાનમાં રાખીને જ કરવું જોઈએ. એક્સપર્ટ્સ કહે છે કે, ડિવિસમાં ગ્રોથની સંભાવનાઓ દેખાઈ રહી છે. લાંબા સમયમાં આ શેર હજુ વધી શકે છે. કંપની પોતાની ક્ષમતાને વધારી રહી છે. આમ શેર બજારમાં રોકાણ માટે તેનો પુરતો અભ્યાસ ખુબ જ જરૂરી છે. તેના વગર રોકાણ કરવું ખોટ આપી શકે છે.

(નોંધ : શેર બજારમાં રોકાણ કરતા પહેલા કોઈ જાણકાર કે સલાહકારની મદદ અવશ્ય લેવી )

Leave a Comment