મિત્રો દરેક લોકો એવું ઈચ્છે છે કે તેને આઝાદી મળે. આ આઝાદી પૈસાની હોય કે પછી બીજી કોઈ. પણ અહીં આપણે પૈસાની આઝાદી વિશે વાત કરીશું. પૈસા બાબતે તમારે અમુક વાતોનું ખુબ જ સાવધાની પૂર્વક ધ્યાન રાખવું જોઈએ. અમુક નિયમોનું પાલન તમારા જીવનમાં પૈસાની વ્યવસ્થા કરવામાં મદદ કરી શકે છે. પૈસાનો ઉપયોગ સમજદારી પૂર્વક કરવો જોઈએ.
શું તમને તમારી જરૂરિયાતો ખબર છે?:- અમુક લોકો ફેન્સી ઘર, લગ્ઝરી કાર, એક પ્રાઈવેટ જેટ જેવા એક્સટર્નલ ગોલ્સને મેળવવામાં લાગેલા હોય છે. પરંતુ તમારે વેલ્થ ક્રિએશનમાં સક્સેસ મેળવવી હોય, તો તમારે ડીપર ઇન્ટરનલ ગોલ્સની પાછળ જવું જોઈએ. પૈસા પોતાનામાં જ એક મોટું મોટિવેટર હોય છે. તમારી પાસે જેટલા વધારે હોય છે એટલ જ તે તમને ઓછા લાગે છે. વેલ્થ ક્રિએશનની તમારી ઇચ્છાની પાછળનું કારણ કઇંક એવું હોવું જોઈએ જે તમારા માટે સારું હોય. તે માત્ર તમને મોટીવેટ જ નહી રાખે પરંતુ તે એ પણ સુનિશ્ચિત કરે છે કે, તમે જીવનમાં તમારા લક્ષ્યોની વચ્ચે આવનાર ચૂનોતીઓનો સફળતાપૂર્વક સામનો કરી શકો છો. શું તમે કમાણીથી વધુ ખર્ચો કરો છો?:- કોઈ વ્યક્તિ ભલે અમિર હોય કે ગરીબ…જો તે જેટલું કમાતો હોય તેનાથી વધારે ખર્ચો કરવા જય રહ્યો હોય.. તો ત્યાં વેલ્થ ક્રિએશનનો કોઈ આધાર રહેતો નથી. બેહિસાબ ખર્ચ માટે ઘણા અંશે સોશિયલ મીડિયા પણ જવાબદાર છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે પર પોતાની લગ્ઝરી જીવનશૈલીને દેખાડવાના ચક્કરમાં લોકો પોતાની કમાણીનો મોટો ભાગ વેડફી દે છે. પરંતુ આ ટ્રેન્ડની વિરુદ્ધ મોટાભાગના અમિર લોકો ઘણી શાલીનતાથી રહેતા હોય છે. વિત્તિય આઝાદી મેળવનાર મોટાભાગના લોકો પોતાના જીવનમાં પોતાની ઇન્કમથી ઓછો ખર્ચ કરે છે અને તે બચતને ઇન્વેસ્ટ કરે છે.
હાર્ડ વર્કની જગ્યાએ સ્માર્ટ વર્ક કરવું સારું છે:- આપણને હંમેશા સખત મહેનત કરવાનું કહેવામા આવે છે. સારા ગ્રેડ્સ, વધુ કલાકો સુધી કામ કરવું, વધારે ઉત્પાદન વગેરે. પરંતુ એક અઠવાડિયામાં 5 અથવા 6 દિવસ એક્ટિવલી કામ કરીને તમે જે વેલ્થ ક્રિએટ કરશો, તેની તુલનાએ તમારું ધન ઘણી વધારે વેલ્થ જનરેટ કરી શકે છે. ઉદાહરણ તરીકે એ સંભવ છે કે, તમે આજે જે શેર પર વાર્ષિક ડિવિડંડ મેળવી રહ્યા હોય, તે તમે ઘણા વર્ષો પહેલા ખરીદ્યા હોય. જે કિંમતે તે ખરીદ્યા હોય તેનાથી વધુ આજે તમે ડિવિડંડ મેળવી રહ્યા હોય. એવા ઘણા ઉદાહરણ છે. માટે જેટલું જલ્દી થઈ શકે તેટલું જલ્દી પોતાની બચતનું રોકાણ કરવાનું શરૂ કરીને તમે ઘણી સારી વેલ્થ ક્રિએટ કરી શકો છો. તેના માટે એક બહુ મોટી રકમની જરૂર પણ રહેતી નથી.
શું તમે બીજા સાથે કરો છો તમારી તુલના?:- આપણા બધાની સ્કૂલ, કોલેજ, પ્લે ગ્રાઉંડ અથવા ઓફિસમાં કોઈ બીજા સાથે તુલના થઈ છે. જેમ જેમ આપણે મોટા થઈએ છીએ, તો પછી આપણે પોતાના બેચમેટની પોસ્ટ, તેના ફોરેન ટુર અને તેની સંપતિ વગેરેની તુલના કરીએ છીએ. વેલ્થ બિલ્ડીંગના કેસમાં આ તુલનાત્મક માનસિકતા પોતાની એબીલીટીસ પર વિશ્વાસને સીમિત કરવા તરફ લઈ જાય છે અને તે આપણને ઇનસિકયોરિટી ફિલ કરાવે છે. એવામાં જાણો છો તમે પોતાની જાતને શું કહેશો.. તમે કહેશો.. કાશ મારા પણ બેન્ક અકાઉન્ટમાં 10 કરોડ હોત.. તો પછી મારી પણ લાઈફ સેટ થઈ જાત. સમસ્યા એ છે કે માણસનું ક્યારેય મન નથી ભરાતું. અહીં સંતોષ કરવો ખૂબ જરૂરી છે. તમારે જોવું પડશે કે કઈ વસ્તુ તમને ખુશી અપાવે છે. કેટલા પૈસા, કયો અનુભવ, ક્યો પ્રોજેકટ અને ક્યૂ કાર્ય તમારા જીવનને સારું બનાવે છે. તમે હજુ સુધી જો આના વિશે ન વિચાર્યું હોય, તો એક કાગળ લો અને તેમાં આગલા પાંચ વર્ષો માટે વેલ્થ બિલ્ડીંગના પોતાના ગોલ્સ લખો. જેમકે, તમારે શું અચિવ કરવાની જરૂર છે, કેટલું, તમે ક્યાં સુધી ત્યાં પહોંચશો, તમે તેને કેવી રીતે અચિવ કરશો અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે, તમે જ્યારે તેને મેળવી લેશો તો શું કરશો.
કંપાઉંડિંગથી કમાશો વધુ પૈસા:- જ્યારે વેલ્થ ક્રિએશનની વાત આવે છે તો, કમ્પાઉન્ડિંગ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ સૌથી પાવરફૂલ ફેક્ટર્સ માંથી એક છે. એક રૂપિયાને 10 રૂપિયામાં બદલવા કોઈ પણ માટે એક મોટો ટાસ્ક બની શકે છે. પરંતુ મેથેમેટિકલ બેસિસ પર તમારે માત્ર એવું કરવાનું છે કે, 26 ટકાના રેટ પર આગલા 10 વર્ષો માટે પોતાના ધનને દર વર્ષ માટે કમ્પાઉન્ડ કરવાનું છે. આમ એક લાખ 10 વર્ષમાં 10 લાખમાં બદલાઈ જાય છે.
સમય સૌથી બળવાન:- ભલે તમે ગમે તે કરો.. ભલે કોઈ એક્જામ માટે વાંચી રહ્યા હોય, ઓફિસ જય રહ્યા હોય કે વેલ્થ ક્રિએટ કરી રહ્યા હોય.. પોઈન્ટ એ થી પોઈન્ટ બી સુધી જવા માટે તમારે ત્રણ વસ્તુની જરૂર રહે છે. સ્કિલ, ડિસિપ્લિન અને સમય. આ ત્રણ માંથી સમય એક એવું છે જેના પર તમે સૌથી ઓછો કંટ્રોલ કરી શકો છો.લર્નિંગનો સાથ છોડવો નહીં:- એક સમય હતો જ્યારે નોલેજ સરળતાથી મળતું ન હતું. હવે તે કોઈ સમસ્યા નથી. આજે તમારી પાસે હજારો વેબસાઇટ છે. સોશિયલ મીડિયા, એજ્યુકેશન એપ્સ છે. માનવ જાતિના ઇતિહાસમાં જાણકારી પહેલાથી વધુ સુલભ અને સસ્તી બની ગયી છે.
તમે લીવરેજ નો સહારો લઇ શકો છો:- કદાચ 99 ટકા લોકો નોકરી અથવા દુકાન પર કામ કરીને અમીર નથી બનતા. તમે જરૂર સખત મહેનત કરો છો પણ તમારી કેટલીક સીમાઓ હોય છે. જેમ કે એક દિવસમાં 24 કલાક હોય છે. તેમાં તમે સુવો છો, પરિવાર સાથે સમય પસાર કરો છો, તમારી પૈસા સીમિત છે. સાથે કોઈપણ વ્યક્તિની નોલેજ અને સ્કીલ પણ સીમિત હોય છે. અહી તમારે લીવરેજની જરૂર પડે છે. આ લીવરેજ ઘણા પ્રકારના હોય છે જેમ કે ફાઈનેશીયલ લીવરેજ, જેમ કે આપણા ફંડ મેનેજર અને બેંક આપણા પૈસા બનાવવા માટે આપણા ધનનો ઉપયોગ કરે છે. ત્યાર પછી ટાઈમ લીવરેજ. જેમાં તમે કર્મચારીઓને પૈસા આપીને પોતાનું કામ કરાવો છો. પછી આવે છે ટેકનોલોજી લીવરેજ. જ્યાં તમે ઓછી મહેનત કરીને વધુ લોકો માટે કામ કરી શકો છો. ત્યાર પછી નેટવર્ક લીવરેજ, જેનો ઉપયોગ યુટ્યુબ જેવા પ્લેટફોર્મ કરે છે.
પોતાની ખૂબીને ઓળખો:- તમે જે વેલ્થ બનાવો છો, તે તમારા દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલ વેલ્યૂનો જ એક ફંક્શન હોય છે. મતલબ એક વ્યક્તિ જે પૈસા કમાય છે. તે તેના દ્વારા પ્રોવાઈડ કરવામાં આવેલ વેલ્યુના અનુપાતમાં જ હોય છે. તમારી વેલ્થ બિલ્ડીંગ એ પ્રિન્સિપલ પર રિવોલ્વ હોવી જોઈએ કે, તમે એવું શું ક્રિએટ કરી શકો છો જે કોઈ બીજા વ્યક્તિની તુલનાએ યુઝરને વધારે વેલ્યૂ આપે. વિચારો કે શું તમારી પાસે કોઈ એવી સ્કિલ છે જેના દ્વારા તમે પૈસા કમાઈ શકો, જે તમને દેશના મુઠ્ઠીભર લોકોમાં સમાવિષ્ટ કરાવે.
શું પૈસા બનાવવા એટલા સરળ છે?:- વેલ્થ ક્રિએટ કરવી એટલી સરળ રહી નથી. આજે એક બટન ક્લિક પર તમે સ્ટોક, મ્યુચ્યુઅલ ફંડ, ગોલ્ડ બોન્ડ, એફડી વગેરેમાં રોકાણ કરી શકો છો. આ બધી સુવિધાઓની સાથે સમસ્યા ત્યારે આવે છે જયારે લોકો એમ સમજવા લાગે કે પૈસા બનાવવા ખૂબ સરળ છે. વેલ્થ ક્રિએશનના સ્લો, બોરિંગ અને સિસ્ટમેટિક રીત ફોલો કરીને પણ તમે સારી વેલ્થ ક્રિએટ કરી શકો છો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી