ખોરાક ના બદલો, ફક્ત ખોરાક કરવાના આયુર્વેદના 5 નિયમો પાળો…… સ્થૂળતા ક્યારેય નહિ આવે..

🧘‍♂️ આયુર્વેદના ફક્ત 5 નિયમનો અપનાવો, તમને સ્થૂળતા ક્યારેય નહિ આવે….🧘‍♂️

વજન વધારે હોવો એટલે કે જાડા હોવું. તે સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. તેમજ આપણા વ્યક્તિત્વના દ્રષ્ટિકોણથી પણ વિચારીએ તો તે ઘણી સમસ્યા ઉભી કરે છે.

જેમ કે આત્મવિશ્વાસ ઘટાડે છે. વજન વધવું એ આપણા શરીરની એવી અવસ્થા છે  જેનાથી  શરીરમાં ફેટની માત્ર વધી જાય છે. આપણે જેટલી કેલેરી લેતા હોઈએ તેને અનુસાર જો તે બર્ન થાય તો વધેલી કેલેરી શરીરમાં ફેટ રૂપે જમા થાય છે. અને આપણે ધીરે ધીરે જાડાપણાનો શિકાર બની જઈએ છીએ .

જેવી રીતે ધીરે ધીરે આપણું શરીર જાડાપણાની ઝપેટમાં આવી જાય છે. ત્યારે તે પાતળા થવા માટે થોડો વધારે સમય લગાવે છે. જો તમે પણ વજન ઘટાડવાના ઉપાયો શોધી રહ્યા છો તો આ લેખ દ્વારા અપાયેલા ઉપાયો અનુસરી તમે તમારું વધારે પડતું વજન ઘટાડી શકો છો.

મિત્રો વજન ઘટાડવાના ઘણા ઉપાયો તેમજ રીતો છે વજન ખાન પણ દ્વારા, યોગ, વ્યાયામ, તેમજ એક્યુંપ્રેશર દ્વારા ઘટાડી શકાય છે. જે અમે આ લેખ દ્વારા તમારી સુધી પહોંચાડવા જઈ રહ્યા છીએ.

🧘‍♂️ વજન ઘટાડવા માટેના પાંચ સોનેરી આયુર્વેદના નિયમો. 🧘‍♂️

વજનને નિયંત્રણમાં રાખવા માટે સૌથી મહત્વ પૂર્ણ આપણી આહાર યોજના હોય છે. તો આવો આપને જાણીએ કે ખાન પાનમાં કઈ વસ્તુમાં ધ્યાન દેવું આવશ્યક છે.

🧘‍♂️ સંતુલિત આહાર: ભૂખથી વધારે ખાવું તે વજન વધવાનું મુખ્ય કારણ બની શકે છે. તેથી પ્રયત્ન કરો કે તમારી આહાર પ્રણાલી સંતુલિત હોય. દિવસનું ભોજન શારીરિક શ્રમઅનુસાર તેમજ રાત્રિનું ભોજન હલકું તેમજ સુપાસ્ય હોવું જોઈએ.

🧘‍♂️ નિયમિત સમય પર જમો: નિયમિતતા કોઈ પણ વસ્તુ માટે મહત્વની છે. નિયમિત સમયે જમવાથી પાચન ક્રિયા સારી રહે છે. અને સાથે સાથે વધારે ખાવાથી પણ બચી શકીએ છીએ. રાત્રિનું સુતા પહેલા બે ત્રણ કલાક પહેલા જામી લેવું જોઈએ.

🧘‍♂️ધીમે ધીમે ખાવું: જમવા સમયે દરેક કોળીયો ઓછામાં ઓછા 15 વાર ચાવવો જી તેનાથી પાચન તંત્ર પણ સારું રહે છે. અને જરૂરિયાત કરતા વધારે જમવાની આદતથી પણ બચી શકાય છે. એક સર્વે દ્વારા જાણવામાં આવ્યું છે કે જેટલું ઝડપથી તમે ખાઓ છો તો તમે વધારે માત્રામાં જમો છો.

🧘‍♂️ થોડા થોડા અંતરે જમવું: એક જ સમયે વધારે ખોરાક લેવાને બદલે જો તમે તેટલો ખોરાક બે ભાગમાં વહેંચી બે વાર ખાઓ તો તે વહ્દરે સારું રહે છે અથવા થોડો થોડો કરી ૩ થી 4 વાર લેવાથી વધારે અસરકારક નીવડે છે.

🧘‍♂️ પાણી પીવાનો નિયમ : ભોજનના સમયથી લગભગ 40 મિનીટ  પહેલા અને એક કલાક પછી બિલકુલ પાણી પીવું જોઈએ નહિ. આયુર્વેદ પ્રમાણે જમ્યા પછી તરત પાણી પીવું તે ઝેર સમાન છે. જો તમે ઠંડુ પાણી પીવાને બદલે ગરમ પાણી પીવો તો તે સ્વાસ્થ્ય અને પાચનતંત્ર માટે ખુબ જ ફાયદાકારક છે.

કેટલાક બીજા નિયમો જે તમને ચરબી ઓછી કરવામાં ખુબ મદદ કરશે.

🧘‍♂️જમ્યા પછી દિવસે ચાલવું તેમજ રાત્રે ચાલવું અથવા વજ્રાસન કરવું જેથી જમેલું વ્યવસ્થિત પછી જાય.

🧘‍♂️નોન સ્ટીક વાસણનો ઉપયોગ કરવો જેથી તેલની માત્રા ઓછી રહે. 

🧘‍♂️જમવામાં પ્રોટીન વિટામીન અને ફાયબર વધરે માત્રામાં લેવું જોઈએ.

🧘‍♂️જમવામાં ફળ, લીલા શાકભાજી, સલાડ, વધારે પ્રમાણમાં લો અને તેવી વસ્તુ ઓછી ખાવી જેનાથી ફેટ વધે છે.

🧘‍♂️ તળેલા અને મસાલેદાર ફાસ્ટફૂડથી દુર રહેવું.

વજન ઘટાડવા માટે વ્યાયામ :

🧘‍♂️ પુશઅપ : પુશઅપથી માત્ર વજન જ નથી ઘટાડી શકતા તેનાથી માંસપેશીઓ પણ મજબુત થાય છે.

🧘‍♂️દોરડા કુદવા: જોપ તમે ઝડપથી વજન ઘટાડવા માંગો છો તો દોરડા કુદવા વધારે ફાયદાકારક છે. દોરડા કુદવા સૌથી સરળ અને સારો વ્યાયામ મનાય છે. કારણ કે, તેમાં સમગ્ર શરીરનો વ્યાયામ થાય છે.

🧘‍♂️ જોગીંગ : નિયમિત જોગીંગ અથવા દોડવાથી શરીરની કેલેરી બર્ન થાય છે.અને શરીરમાં વધારાની ચરબી જમા નથી થતી.

🧘‍♂️સ્વીમીંગ : સ્વીમીંગ થી પણ આખા શરીરનો વ્યયામ થાય છે. રોજ ૩૦ મિનીટ તરવાથી વજન નિયંત્રણમાં રહે છે. તેમજ વધારની ચરબી દુર થાય છે.

🧘‍♂️ સાયકલીંગ : સાયકલ ચલાવાવથી પગની સારી કસરત થાય છે. સાથે સાથે નિયમિત રૂપે સાયકલ ચાલવવાનો અભ્યાસ શરીરની કેલેરી અને ચરબી ઘટાડવામાં મદદ કરે છે જેનાથી પાતળા થાય છે તેમજ વજન નિયંત્રણમાં રહે છે.

🧘‍♂️ઉઠક બેઠક : પાચનતંત્રને મજબુત કરવા માટે ઉઠક બેઠક કરવી સૌથી સારો વ્યાયામ માનવામાં આવે છે.

વજન ઘટાડવા માટે યોગાસન:
નિયમિત રૂપે વ્યાયામ અને યોગાસન કરવાથી વજન ઘટાડી શકાય છે. તે સૌથી પ્રભાવશાળી રીતે છે.

🧘‍♂️ ધનુરાસન : આ વજન ઘટાડવા માટે સૌથી વધારે અસરકારક આસન છે. તેના અભ્યાસથી સાથળ, પેડુ, છાતી અને નિતંબ પર અસર પડે છે. અને તે વધારાની ચરબીને ધીરે ધીરે ઓછી કરે છે.

🧘‍♂️ભુજંગાસન: આ આસન બેક પેઈન અને ચરબી ઓગાળવા માટે સહાયકારક આસન છે. તેના અભ્યાસથી છાતી તેમજ પેટની માંસપેશીઓમાં ખેંચ આવે છે. તેથી તેની આસપાસ રહેલી ચરબી ઝડપથી ઘટી જાય છે. આ અભ્યાસ લગભગ ૧૩ થી ૩૦ સુધી રોજ કરવો જોઈએ.

🧘‍♂️બટરફ્લાય: આ યોગાભ્યાસ પેટ અને સાંથલ પર અસર કરે છે અને આસપાસની ચરબી ઘટાડવામાં ખુબ મદદ કરે છે.

🧘‍♂️પશ્વીમોસ્થાન: આ આસનનો સીધો પ્રભાવ પેટની ચરબી અને પીઠ પર પડે છે. જો તમારું પેટ વધારે બહાર નીકળી ગયું હોઉં તો નાં આસન નિયમિત રૂપે કરવું જોઈએ. અને તમે પાતળા થી ગયા તેવી અનુભૂતિ થશે તેમજ કમરના દુખાવામાં સહાયકારક છે.

આ બધા આસનો ઉપરાંત તમે યોગમાં સૂર્યનમસ્કાર,ત્રિકોણાસન, કટીચક્રાસન, મત્સ્યાસન, હલાસન, ચક્રાસન દ્વારા પણ વજન ઘટાડી શકો છો.
આ રીતે તમે ખાવા પીવામાં ધ્યાન રાખી તેમજ વ્યાયામ અને યોગ દ્વારા વજન ઘટાડી શકો છે. આ લેખ ગમ્યો હોય તો શેર જરૂર કરજો તેમજ તમારા મંતવ્ય અને કોમેન્ટ દ્વારા રજુ કરો.

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરાના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.

આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro                 

મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

 

Leave a Comment