વધતા જતા ઉદ્યોગો અને સસ્તા લોન્ચ પ્લેટફોર્મના કારણે, યુવાનો બિઝનેસ તરફ આકર્ષાયા છે. અને બીજી તરફ રોજગરીની કાયમી તકલીફને ધ્યાનમાં લઈને અમે તમારા માટે એવા બીઝનેસ આઈડિયા લઈને આવ્યા છીએ કે,
જેના દ્વારા તમે ઓછી મૂડી પર તમારો બુઝનેસ શરુ કરી શકો અને શરૂઆતથી જ તેમાં પૈસા ઉત્ત્પન્ન કરી શકો જેમાં તમારે કોઈ 6 મહિના કે ૧ વર્ષ જેટલી પણ વાત જોવી નહિ પડે તો ચાલો આપને તે બીઝ્નેસ આઈડિયા પર ધ્યાન કરીએ કરીએ. જેમાં તમારે સૌથી ઓછા પૈસા રોકવા પડશે અને તાત્કાલિક જ તમને નફો મળવા લાગશે. એટલે કે, ખુબ ઓછા સમયમાં તમને રીટર્ન તમારા હાથમાં આવી જશે.
તે પહેલા તમે નીચે બતાવેલા થોડા ધંધાકીય વ્યક્તિના ધ્યેય કેવા હોય તેના પર નજર કરી લો :
🤔 સૌ પ્રથમ નક્કી કરો કે તમે શા માટે વ્યાપાર કરવા માગો છો? તમારો ધંધો કરવા માટે ધ્યેય શું છે? વ્યવસાય દ્વારા તમે શું કરવા માંગો છો અને તમે કેટલા સમયમાં તમારું ધ્યેય મેળવવા માંગો છો.
🤔શું તમે એક ધંધાકીય રીતે સફળ વ્યક્તિ બનવા માગો છો? લોકોની મદદ કરીને તમારા વેપારમાં આગળ વધી શકશો.
🤔કોઈપણ બિઝનેસ શરૂ કરતાં પહેલા તમારે પોતાની જાત ને મજબૂત અને એકાગ્ર બનાવી પડશે.
🤔તમે એક સફળ ધંધાકીય વ્યક્તિ ત્યારે જ બની શકો કે, જયારે તમે તમારા નફા પર વધુ ધ્યાન ના આપીને તમે ધંધાકીય ક્ષેત્રના બીજા પાસાઓ પર પણ વધુ ધ્યાન આપશો.
🤔 અહીં અમે કેટલાક ઓછા પૈસા દ્વારા વધુ નફો મેળવી શકાય એવા કેટલાક બિઝનેસ જણાવ્યા છે. તો ચાલો આપણે એક પછી એક નવા નવા બિઝનેસ આઈડિયા પર ધ્યાન આપતા જઈએ.
🍽 ટિફિન સર્વિસ 🍽 : ઘણા યુવાનો કૉલેજ અને નોકરી માટે અન્ય શહેરોમાં રહે છે. આમાં મોટાભાગના યુવાનો ટિફીન સેવા પર આધારિત છે. તમે ટિફીન સેવા દ્વારા સારી આવક કરી શકો છો. આને શરૂ કરવા માટે તમને વધુ શ્રમની જરૂર નહીં પડે અને કોઈ ભારે ખર્ચ કરવાની જરૂર પડશે નહીં. તમે નિરાંતે ઘરે બેસીને તમારી ટિફીન સેવા શરૂ કરી શકો છો. શુદ્ધ અને પૌષ્ટિક આહાર દ્વારા તમે ગ્રાહકો ને સારી સેવા આપી તમારો વ્યવસાય ખૂબ વધારી શકો છો અને આવક મેળવી શકો છો. તેમાં પણ તમે હોમ ડીલીવરી કરીને તમારા ધંધાનો વ્યાપ વધારી શકો છો. અને હા, અત્યારના યુગ પ્રમાણે તમે તમારી એક ફોન એપ બનાવી શકો છો… જેનાથી કસ્ટમર તમને ઓનલાઈન ઓર્ડર પણ આપી શકે…
💅 બ્યુટી પાર્લર 💅 : બ્યુટી પાર્લર આજે કમાણી કરવાની એક ઉત્તમ રીત છે. માત્ર સ્ત્રીઓ માટે જ નહીં , પુરૂષો માટે ખોલેલા પાર્લરો પણ ઘણા પૈસા બનાવે છે. તમે સૌંદર્ય પ્રોડક્ટ્સ અને પાર્લરથી સંબંધિત કેટલાક ઉત્પાદનો લાવીને એક ભવ્ય પાર્લર ખોલી શકો છો. તેની પ્રારંભિક કિંમત પણ ઓછી છે અને કમાણી જબરજસ્ત છે.લગ્ન પ્રસંગે ઓર્ડર લઈ ખૂબ કમાણી કરી શકો છો. અને તમે તેમાં સ્ટાફ રાખીને તમારું બ્યુટી પાર્લરનું કદ પણ વધારી શકો છો.
🎁 ગિફ્ટ શોપ 🎁 : આજ ના સમયમાં કોઈપણ પ્રસંગ કે કોઈ ખુશી માટે એકબીજા માટે ગિફ્ટ આપવાનું ચલણ ખૂબ વધ્યું છે. તમે પણ એક સારા સ્થળ પર ગિફ્ટ શોપ શરૂ કરી શકો છો. આ બિઝનેસ માં ઓછા રોકાણે વધુ નફો મેળવી શકો છો.આ માટે તમારી સલાહ અને પસંદગી મુજબ ગ્રાહક ને સુજાવ આપી ગ્રાહકને ખુશ કરી શકો, જેથી ગ્રાહક તમારી શોપ માટે બીજાને પણ અહીં આવવા કહેશે. આ સાથે ટી શર્ટ અને કપ પર ગ્રાહક ની પસંદના પ્રિન્ટ કરી પણ ખૂબ નફો મેળવી શકો છો.
🍨 આઈસક્રીમ પાર્લર 🍨 : આઈસ્ક્રીમ પાર્લર શરૂ કરવા માટે, તમારે ખૂબ રોકાણ કરવાની જરૂર નથી, આ માટે તમારે ફ્રીઝર ખરીદવું પડે છે, જો તમે જુના માંથી (સેકન્ડ હેન્ડ) લો છો તો તમે ઓછા પૈસામાં માં મેળવી શકો છો, આઈસક્રીમ એક એવી ચીજ છે જે નાના,મોટા,બાળકો સૌને પસંદ છે. અમુલ,હેવમોર, વાડીલાલ જેવી મોટી કંપનીઓ સાથે મળી પણ તમેં પૈસા કમાઈ શકો છો. જેને ફ્રેન્ચાયસી કહેવાય છે.
👚👖 કપડાં ની શોપ 👚👖 : આજના સમય માં ફેન્સી કપડાં પહેરવાનું સૌ કોઈન ગમે છે.તમે પણ એક મોકાની જગ્યા શોધી ગારમેન્ટ શોપ ખોલી શકો છો. નવી નવી ડિઝાઇનના કપડાં લાવી વેચાણ કરી શકો છો. પેન્ટ,શર્ટ, જેકેટ,ટી શર્ટ માં 100 ટકા સુધી નફો મેળવી શકો છો. આ માટે તમારે કપડાંની ક્વોલિટી અને ડિઝાઇન માટે ખાસ ધ્યાન રાખવું. અને સાથે સાથે તમારે કપડાની ક્વોલીટી પર પણ ધ્યાન આપવું પડશે જેનાથી તમારા કસ્ટમર ખુશ થઈને બીજી વાર પણ ખરીદી કરવા આવી શકે.
💌 કાર્ડ પ્રિન્ટિંગ 💌 : આજકાલ, મોટા ભાગના લોકો વિવિધ પ્રકારના મિટિંગ જન્મદિવસ, લગ્ન અને તેની શુભ પ્રસંગમાટે આમંત્રણ કાર્ડ આપવાનું પસંદ કરે છે. આ કિસ્સામાં, આ વ્યવસાય આજેના સમયમાં ટોચ પર છે. તમારા મુજબ, તમે લગ્ન, જન્મદિવસો, બેઠકો વગેરે ના કાર્ડ પ્રિન્ટ કરી પૈસા કમાઈ શકો છો.જો તમારી પાસે પ્રિન્ટીંગ મશીન વિશે સારી જાણકારી હોય, તો તમે આ વ્યવસાયમાં ઘણું બધુ કમાઈ શકો છો.
🛠 ઇલેક્ટ્રિક રીપેરીંગ 🛠 : આજે ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ દરેક જગ્યાએ હોય છે, પછી ભલે તે ઘર અથવા ઓફિસ હોય. વધતા જતા ઉપયોગના લીધે આવા સાધનો ખરાબ પણ થાય છે,અને તમે આ સાધનોને રીપેર કરી સારા એવા પૈસા કમાઈ શકો છો. જેના માટે ખૂબ જ ઓછા રોકાણે વધુ નફો મેળવી શકો છો.તમે ગ્રાહકના ઘરે અથવા ઓફિસે જઇ રિપેર કરશો તો તમારો બિઝનેસ ખૂબ ઝડપી આગળ વધશે.
👍 અમે તમને ફકત એક રસ્તો અને જરૂરી પ્રાથમિક જાણકારી આપી શકીએ, પોતાના બિઝનેસ ને એક ઊંચાઈએ લાઇ જવા તમારે જ મહેનત કરવી પડશે. તો તૈયાર થઈ જાવ અને તમારા સપના સાચા કરવા મેહનત કરવા લાગો.
👍 અહી દર્શાવેલા આ આઈડિયામાંથી તમને કયો આઈડિયા પસંદ પડ્યો એ અમને જણાવજો. એ પસંદ પડેલા આઈડિયા પર અમે વિસ્તૃત માહિતી વાળો વધુ એક આર્ટીકલ બનાવીશું જેનાથી તમને કોઈ પણ બીઝનેસ સેટ કરવામાં પુરતી મદદ મળી રહે.
તો ચાલો મિત્રો આ બધા આઈડિયા માંથી તમને પસંદ પડ્યો હોય એ આઈડિયા નીચે કોમેન્ટમાં જરૂર લખજો..
PRINTING
Ice cream parlour
Ice cream
કપડાંની શોપ
Gift shop and Ice cream parlor