પ્રેગ્નેન્સી દરમિયાન કોઈ પણ મહિલાએ ન કરવા જોઈએ આ કામ, બાળક અને માતા બંને પર થાય છે ખરાબ અસર… જાણો ક્યાં છે એ કામ….

જયારે કોઈ મહિલા ગર્ભવતી હોય છે ત્યારે તેમણે અમુક કામો કરવાની મનાઈ કરવામાં આવે છે. અને જો તે એ કામો કરે છે તો બાળકના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઇ શકે છે. આથી ગર્ભવતી મહિલા શું ન કરવું જોઈએ તેના વિશે જાણી લેવું જરૂરી છે. જેથી કરીને બાળકનું સ્વાસ્થ્ય જળવાઈ રહે.

પ્રેગ્નેન્ટ થયા પછી મહિલાએ પોતાની ડાયટ અને લાઇફસ્ટાઇલને સરખી રાખવી ખૂબ જરૂરી બને છે. ખાણી-પીણી ફિઝિકલ એક્ટિવિટી, સ્ટ્રેસ, હાર્મોનલ બદલાવ વગેરેની મહિલાઓના સ્વાસ્થ્ય પર અસર થાય છે. સારી લાઇફસ્ટાઇલથી બાળકના ગ્રોથમાં ફાયદો મળે છે અને આ આદતોને કારણે બાળક હેલ્થી પણ બન્યું રહે છે.

મોટાભાગની મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન પોતાની રોજીંદી એક્ટિવિટી ચાલુ જ રાખે છે. તેમણે બસ પોતાની લાઇફસ્ટાઇલમાં અમુક બદલાવ કરવાના હોય છે અને અમુક ખાવાની વસ્તુઓથી બચવાનું હોય છે. જો મહિલાઓ આવું કરતી નથી તો, તેમના અને બાળકના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. આજે આ આર્ટીકલમાં અમુક એવી વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ જેનું ગર્ભાવસ્થા દરમિયાન સેવન ન કરવું જોઈએ નહીં.1) આલ્કોહોલનું સેવન:- ગર્ભવતી મહિલાએ ક્યારેય પણ શરાબનું સેવન ન કરવું જોઈએ. આલ્કોહોલનું સેવન કરવું પ્રેગ્નેન્ટ મહિલા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. વાસ્તવમાં જ્યારે એક ગર્ભવતી મહિલા આલ્કોહોલનું સેવન કરે છે ત્યારે દારૂ પ્લેસેંટા પાર કરી જાય છે અને ગર્ભને અસર કરી શકે છે. તેનાથી ગર્ભ આલ્કોહોલ સિન્ડ્રોમ પણ થઈ શકે છે. ગર્ભમાં દારૂના સંપર્કમાં આવવાથી ભ્રૂણ આલ્કોહોલ સિન્ડ્રોમ સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે જેમકે, શારીરક દિવ્યાંગ્તા, દિમાગી દિવ્યાંગ્તા, વ્યવહાર સંબંધી સમસ્યા, ગ્રોથ થવામાં મોડુ, મોટા ભાગના ડોક્ટર સલાહ આપે છે કે ગર્ભવતી મહિલાઓ દારૂથી સાવ દૂર રહે. 

2) વધારે કેફિન:- જે મહિલા વધુ પડતું કેફીનનું સેવન કરે છે તેની અસર તેના બાળક પર પડી શકે છે. જેવી રીતે દારૂ પ્લેસેંટા પાર કરે છે તેવી રીતે કેફિન પણ પ્લેસેંટા પાર કરીને ભ્રૂણને અસર કરી શકે છે. અમુક રિસર્ચ જણાવે છે કે, દરરોજ 300 મિલિગ્રામથી વધારે કેફિનનું સેવન કરવું જોઈએ નહીં. અમુક એક્સપર્ટનું માનવું છે કે, તેનાથી વધુ માત્રા ભ્રુણ માટે હાનિકારક સાબિત થઈ શકે છે અને બાળકને નુકસાન થઈ શકે છે. 3) હોટ બાથ અને ઓવરહીટિંગ:- ગરમ પાણીમાં રિલેક્સ કરવું અથવા તેનાથી નહાવું ગર્ભાવસ્થાની સમસ્યાને ઓછી કરી શકે છે પરંતુ એક્સપર્ટ હોટ બાથથી બચવાની સલાહ આપે છે. હોટ ટબ અસામાન્ય રૂપથી શરીરનું તાપમાન વધારી દે છે. તેનાથી બાળકને ઘણી અસામાન્યતાઓ થઈ શકે છે. માટે તેનાથી બચવું જોઈએ. 

4) અમુક પ્રકારની એકસરસાઈઝ:- પ્રેગ્નેન્સી દરમિયાન ડોક્ટર એકસરસાઈઝ કરવાની સલાહ આપે છે પરંતુ અમુક વિષેશ પ્રકારની એકસરસાઈઝ કરવાની ના પણ પાડે છે. ગર્ભવતી મહિલાઓએ જમ્પિંગ એકસરસાઈઝ, ઝટકા લગાડનારી એકસરસાઈઝ, હેવી લિફ્ટિંગ જેવી એકસરસાઈઝથી દૂર રહેવું જોઈએ. 5) ધૂમ્રપાન:- ધુમ્રપાન પણ ગર્ભવતી મહિલા સહિત તેના બાળકને પણ નુકશાન કરી શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન સિગરેટ પીવાથી મહિલા અને બાળક બંનેને નુકસાન થઈ શકે છે. તેનાથી હાર્ટ ડીસીઝ અને ફેફસાના કેન્સરનું જોખમ તો વધે જ છે સાથે સાથે સમય પહેલા જન્મ, જન્મજાત અસામાન્યતાઓ, અચાનક બાળકનું મૃત્યુ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. 

6) સીધા કોંટેક્ટમાં આવનારી રમતો:- પ્રેગ્નેન્ટ મહિલાઓએ ફૂટબોલ અથવા બોક્સિંગ જેવી કોંટેક્ટ સ્પોર્ટ્સથી બચવું જોઈએ. તેના કારણે બાળકનો સમય પહેલા જન્મ અથવા અન્ય સમસ્યાઓ થઈ શકે છે. 

7) ખતરનાક રાઈડ કરવાથી બચવું:- જે લોકો મ્યુઝિયમ પાર્કમાં જાય છે ત્યાં ઘણી રાઇડ્સ પણ કરે છે. જો કોઈ પ્રેગ્નેન્ટ મહિલા પાર્કમાં જાય તો તેને રોલર કોસ્ટર કે અન્ય કોઈ પણ રાઈડ કરતાં બચવું જોઈએ. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment