ગર્ભાવસ્થામાં લાગતો થાક ઈન્સ્ટન્ટ થશે દુર, ખાવા લાગો આ વસ્તુ મળશે તરત જ એનર્જી અને પોષકતત્વો… 9 મહિના નહિ થાય લોહીની કમી…

ડોક્ટર હંમેશા ફળનું સેવન કરવાની સલાહ આપે છે. સારી વ્યક્તિ હોય કે બીમાર વ્યક્તિ હોય દરેકે ફળનું સેવન તો કરવું જ જોઈએ. ફળો વિટામીન અને મિનરલના સારા સ્ત્રોત હોય છે. મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન થાકનો અહેસાસ રહેતો હોય છે. તેના સિવાય બીજી કોઈપણ વ્યક્તિને શરીરમાં એનર્જીની કમીનો અહેસાસ થતો હોય તો તમે ફળનું સેવન કરી શકો છો. શરીરમાં એનર્જી વધારવા માટે ફળોનું સેવન કરવું એક સારો વિકલ્પ છે. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ફળોનું જ્યૂસ પીવાની જગ્યાએ ફળ ખાવા જોઈએ.

ફળમાં હાજર રેસા જ તમારા શરીર માટે ફાયદાકારક હોય છે જ્યુસમાં માત્ર શુગર જ હોય છે બીજું કંઈ જ નથી હોતું, તેથી ફળને ખાવા જોઈએ અને એકવારમાં એક જ ફળ ખાવું, બધા જ ફળોને મિક્સ કરીને ન ખાવા જોઈએ એવું અનેક એક્સપર્ટ માને છે. તેથી આનુ સેવન કરવાથી તમને લાંબા સમય અને ઓછા સમય બંને માટે એનર્જી મળે છે. આ લેખમાં આપણે એવા પાંચ પ્રકારના ફળ વિશે જાણીશું જેનું સેવન તમે પ્રેગ્નન્સી દરમિયાન કરી શકો છો જેથી થાકની સમસ્યા દૂર કરી શકાય.1) કીવી:- પ્રેગ્નેન્સીમાં તમે કીવીનું સેવન કરી શકો છો. કીવી શરીરને એનર્જી આપે છે. કીવી મા વિટામિન સી, ઈ, એ, ફોલિક એસિડ જેવાં તત્ત્વો ઉપલબ્ધ હોય છે. કીવીનું સેવન કરવાથી ગભરામણની સમસ્યા પણ દૂર થાય છે. કીવી સિવાય તમે ચીકુનું પણ સેવન કરી શકો છો. પેટ માટે ચીકુ ફાયદાકારક હોય છે. તેના સિવાય તમે જરદાળુ નું પણ સેવન કરી શકો છો. જરદાળુમાં વિટામિન સી, એ, ઈ, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, ફોસ્ફરસ જેવા પોષક તત્વો હોય છે. કીવીનું સેવન કરવાથી તમને પ્રેગ્નેન્સીમાં લોહીની કમી નહિ થાય.

2) દાડમ:- શરીરમાં એનર્જી માટે તમે દાડમનું સેવન કરી શકો છો. દાડમમાં વિટામિન કે, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન સારી માત્રામાં હોય છે. પ્રેગ્નેન્સીમાં બોન લોસની સમસ્યા પણ નથી થતી, જેનાથી હાડકા કમજોર થઈ જાય છે. હાડકાના સ્વાસ્થ્ય માટે દાડમનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે.3) સંતરા:- પ્રેગ્નેન્સીમાં થાકની સમસ્યાને દૂર કરવા માટે તમે સંતરાનું સેવન કરી શકો છો સંતરામાં સીઓક્યુ10, મેગ્નેશિયમ પોટેશિયમ જેવા પોષક તત્વો ઉપલબ્ધ હોય છે. સંતરા સિવાય તમે લીંબુનું સેવન કરશો તો તેમાં પણ મેગ્નેશિયમ અને પોટેશિયમ હાજર હોય છે. તમે ફળો સિવાય કિસમિસનું પણ સેવન કરી શકો છો. તેનાથી આયર્ન સિવાય મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે, જેનાથી શરીરને પર્યાપ્ત એનર્જી મળે છે. તેના સિવાય તમે ખજૂરનું પણ સેવન કરી શકો છો ખજૂરમાં પોટેશિયમ ઉપલબ્ધ હોય છે.

4) સફરજન:- તમે સફરજનનું સેવન કરો. સફરજનમાં સીઓક્યુ10, મેગ્નેશિયમ ઉપલબ્ધ હોય છે. જો પ્રેગ્નેન્સીમાં તમારું શુગર લેવલ ઠીક હોય તો તમે કેળાનું પણ સેવન કરી શકો છો. તેનાથી શરીરને ઝડપથી એનર્જી મળે છે કે પછી બ્લુબેરી પણ ખાઈ શકો છો. તેના સિવાય તમે સ્ટ્રોબેરીનું પણ સેવન કરી શકો છો. સ્ટ્રોબેરીમાં સીઓક્યુ10, મેગ્નેશિયમ અને પોટેશિયમ ઉપલબ્ધ હોય છે.5) નાશપતિ:- પ્રેગ્નેન્સી દરમિયાન થાકની સમસ્યાને દૂર કરવા માટે તમે નાશપતિનું સેવન પણ કરી શકો છો. નાશપતિમાં ફાઇબર, ફોલેટ, પોટેશિયમની સારી માત્રા હોય છે. પ્રેગ્નેન્સીમાં થાક અને કબજીયાતની સમસ્યા દૂર કરવા માટે નાશપતિ ફાયદાકારક છે. એવોકાડોનું સેવન કરવાથી પણ શરીરને એનર્જી મળે છે, એવોકાળો માં ફાઇબર, કોપર, વિટામિન-બી પ્રાપ્ત થાય છે જે થાક અને પગમાં ખેંચાણ ની સમસ્યા ને પણ દૂર કરે છે.

પ્રેગ્નેન્સી દરમિયાન તાજા ફળોનું સેવન જરૂરી હોય છે. માં અને બાળક બન્નેના સારા સ્વાસ્થ્ય માટે ફળોનું સેવન ફાયદાકારક હોય છે. અને આમાં હાજર વિટામિન અને પોષક તત્વોની મદદથી પ્રેગનેન્સી માં થતી અનેક સમસ્યાઓ જેવી કે થાક કે દુખાવો વગેરે દૂર કરવામાં મદદ મળે છે તેથી તમે પણ અનુ સેવન જરૂરથી કરો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment