આ તમામ શેર છે ખરીદવા લાયક, ડાઉન થતા માર્કેટમાં સસ્તામાં ખરીદવાનો જોરદાર મોકો… ભવિષ્યમાં આપશે આપશે ગજબનો નફો…

શેર બજારમાં જોવા મળતી હાલની મંદીએ દરેક લોકોને પ્રભાવિત કર્યા છે. આથી જ આજકાલ શેર બજારમાં લોકો ઓછું રોકાણ કરી રહ્યા છે. પણ અમુક એવા શેર પણ હજુ રહેલા છે જેને ખરીદવાથી તમને ફયાદો થઇ શકે છે. આ શેર એવા છે જેને બજારની પછડાટ પાછળ મુકીએ આગળ આવ્યા છે. ચાલો તો આ શેર વિશે વધુ વિગતે જાણી લઈએ. 

ઘણા વર્ષોની સૌથી વધુ મોંઘવારી અને વૈશ્વિક આર્થિક મંદીની આશંકાને કારણે દુનિયા આખીના શેર બજાર નીચે ગબડી રહ્યા છે. આ વર્ષે અત્યાર સુધી બીએસઇ સેન્સેક્સ અને એનએસઇ નિફ્ટી 10 ટકા સુધીના નુકસાન પર છે. ભલે તે બ્લૂ ચિપ શેર હોય કે મિડકેપ-સ્મોલકેપ બધાની એક જેવી જ હાલત છે. જોકે તે છતાં પણ ઘણા માર્કેટ એક્સપર્ટ બુલિશ બન્યા છે. ટોપ બ્રોકરેજ ફર્મ બજારમાં આવેલ પછડાટને કારણે સ્ટોક ખરીદવાની સારી તક જણાઈ રહી છે. આવો જાણીએ કે ટોપ બ્રોકરેજ ફર્મના હિસાબથી અત્યારે ક્યાં શેર ખરીદવા ફાયદાકારક સાબિત થઈ શકે છે.એંજલ બ્રોકિંગને પસંદ છે આ 5 શેર:- બ્રોકરેજ ફર્મ એંજલ બ્રોકિંગ મુજબ, અંબર એન્ટરપ્રાઇઝ એવા જ શેરોમાં સમાવિષ્ટ છે. બ્રોકરેજ ફર્મે તેને 3,850 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇઝ આપી છે. જ્યારે હાલમાં આ શેર 2,281 રૂપિયાની આસપાસ છે. એટલે કે આ સ્ટોક 69 ટકા સુધી ઉપર જઇ શકે છે. અંબર એન્ટરપ્રાઇઝ રૂમ એર કંડિશનરના આઉટસોર્સ મેન્યુફેક્ચરિંગ સ્પેસની માર્કેટ લીડરની ભૂમિકા છે. 

આ જ પ્રકારે એંજલ બ્રોકિંગને ફોજિંગ કંપની રામકૃષ્ણ ફોરજિંગ્સથી પણ ઘણી આશાઓ છે. 164 રૂપિયા વાળા આ સ્ટોકને બ્રોકરેજ ફર્મે 256 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ આપી છે. એટલે કે આ સ્ટોકમાં આવનારા સમયમાં 56 ટકાની તેજી આવવાની સંભાવના છે. એંજલ બ્રોકરેજનું માનવું છે કે, મધ્યમ અને ભારે વ્યાવસાયિક વાહનોની ડિમાન્ડ આવવાથી આ કંપનીને મોટો ફાયદો થઈ શકે છે. એંજલ બ્રોકિંગને સ્ટોવ ક્રાફ્ટથી પણ આશાઓ છે. આ કંપની પ્રેશર કુકર, એલપીજી સ્ટોવ, નોન-સ્ટિક કૂકવેયર વગેરે બનાવે છે. પાછલા બે વર્ષમાં આ કંપની બજારની તુલનાએ સારું પરફોર્મ કરી રહી છે. એંજલ બ્રોકિંગ મુજબ આ કંપનીનો સ્ટોક આવનારા સમયમાં 805 રૂપિયા સુધી જઇ શકે છે. જ્યારે અત્યારે તેની કિંમત 522 રૂપિયા છે. મતલબ આ સ્ટોક 45 ટકા રિટર્ન આપી શકે છે. 

એંજલ બ્રોકિંગે સુપરજીત એન્જીનિયરીંગથી પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે. તેના શેરની કિંમત 317 રૂપિયા છે અને એંજલ બ્રોકિંગે તેને 485 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. તેનો મતલબ કે તેમાં 53 ટકા રિટર્ન આપવાની ક્ષમતા છે. એંજલ બ્રોકિંગની પાંચમી પસંદ સોના બીએલડબલ્યુ પ્રિસિઝન ફોરજિંગ્સ છે. આ શેરને 570 રૂપિયાની હાલની કિંમતે 843 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ મળી છે. એંજલ બ્રોકિંગના મત મુજબ આ સ્ટોક 48 ટકા સુધીનું રિટર્ન આપી શકે છે.આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝના ટોપ પિક:- આ સ્ટોકની કરંટ માર્કેટ કિંમત 2,519 રૂપિયા છે અને તેને 2,950 રૂપિયાનો ટાર્ગેટ મળ્યો છે. એટલે કે આ શેર 17 ટકા ઉપર જઈ શકે છે. આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝે કોલ ઈન્ડિયાને સારી સંભાવનાઓ ધરાવતો સ્ટોક માન્યો છે. આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝે આ સ્ટોકને 225 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે, જ્યારે તેની વેલ્યૂ હજુ 182 રૂપિયા છે. તેનો મતલબ આ સ્ટોક 24 ટકા રિટર્ન આપી શકે છે. 

B&K  સિક્યોરિટીઝને આનાથી આશાઓ:- બ્રોકરેજ ફર્મ B&K સિક્યોરિટીઝે હીકલના સ્ટોકમાં અપસાઇડ પોટેન્શિયલ જણાવ્યુ છે. આ સ્ટોક અત્યારે પોતાના કોલ ટાઈમ હાઇ 715 રૂપિયાથી 62 ટકા નીચે 258 રૂપિયાએ છે. તેને 450 નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. એટલે કે આ સ્ટોક હજુ 74 ટકા વધી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment