આ બેંકમાંથી આસાનીથી મળી જશે 50 હજારથી લઈને 10 લાખ સુધીની લોન, જાણો લાભ લેવાની સંપૂર્ણ માહિતી અને પ્રોસેસ..

પંજાબ નેશનલ બેંક ગ્રાહકોને આપી રહી છે ખાસ સુવિધા. જો તમારે પણ પૈસાની જરૂર છે અથવા તમારો પોતાનો કોઈ પણ નવો બિઝનેસ કરવાનો વિચાર કરી રહ્યા છો, તો આ બેંક તમને પૂરા 10 લાખ રૂપિયાની મદદ કરશે. પીએનબી એ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે. આ પ્લાન અનુસાર આ બેંક ગ્રાહકોને 50, 000 રૂપિયાથી લઈને 10 લાખ સુધીની લોન આપે છે. તમને જણાવી દઈએ કે, આ યોજના પ્રધાનમંત્રી મુદ્રા યોજના છે. આવો તમને અમે જણાવીએ કે તમે આ લોનનો લાભ કેવી રીતે લઈ શકો.

નાનો વ્યવસાય શરૂ કરવા માટે અથવા તમારા જૂના કામને વધારવામાં માટે સરકારે 10 લાખ રૂપિયા સુધીની લોન માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. તમને જણાવી દઈએ કે, તમને આ 10 લાખ રૂપિયા લોન તરીકે મળશે. સરકારની આ યોજનાનું નામ PM મુદ્રા લોન યોજના છે.

PNB એ કર્યું ટ્વિટ : પીએનબી એ ટ્વિટમાં લખ્યું છે કે, સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે મુદ્રા લોનની સુવિધા પીએનબી દ્વારા આપવામાં આવી છે. આ યોજના તરફ તમે આત્મનિર્ભરતાથી પગને આગળ કરો. આ સિવાય આ યોજના વિશે વધારે માહિતી માટે તમે ઓફિશિયલ લિન્ક tinyurl.com/z3us9s2r પર પણ ક્લિક કરી શકો છો. તમને જણાવી દઈએ કે પીએમ મુદ્રા યોજનાનો ફાયદો તમે 3 પ્રકારથી પણ લઈ શકો છો. તેમાં પહેલું ચરણ બાળક લોન છે, આ સિવાય બીજું ચરણ કિશોર છે અને ત્રીજું ચરણ તરુણ લોન છે.

બાળક લોન યોજના – આ યોજના દરમિયાન તમને 50,000 સુધીની લોન મળી શકે છે.
કિશોર લોન યોજના – આ યોજનાની લોન રાશિ 50,000 થી લઈને 5 લાખ રૂપિયા સુધીની કરવામાં આવી છે.
તરુણ લોન યોજના – તરુણ લોન યોજનામાં 5 લાખ રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીની લોન થઈ શકે છે.

લોન માટે ડોક્યુમેન્ટનું લિસ્ટ – પ્રૂફ ઓફ આઈડેંટિટિ : વોટર કાર્ડ, દ્રવિંગ લાઈસેન્સ, પેન કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ, ફોટો આઈડી.
પ્રૂફ ઓફ રેસિડેન્સી : ટેલિફોન બિલ, ઇલેક્ટ્રીકસિટી બિલ, પ્રાપર્ટી ટેક્સ રિસીપ્ટ, આધાર કાર્ડ, પાસપોર્ટ. આવેદનકર્તાનો ફોટો (6 મહિનાથી પહેલાનો ન હોવો જોઇએ). પ્રૂફ ઓફ SC/ST/OBC. પ્રૂફ ઓફ આઇડેંટિટિ / બિઝનેસ એન્ટરપ્રાઈસેસ.

શું છે પ્રધાનમંત્રી મુદ્રાનો લાભ : મુદ્રા યોજનામાં કોઈ પણ પ્રકારની ગેરેંટી વગર લોન મળે છે. આ સિવાય લોન માટે કોઈ પણ પ્રોસેસિંગ ચાર્જ પણ લેવામાં આવતો નથી. મુદ્રા લોનને ચૂકવવા માટેની અવધિ 5 વર્ષ સુધી પણ વધારી શકાય છે.

કંઈ રીતે લઈ શકો છો તમે લોન : 1 ) તમારે ઓફિશિયિલ વેબસાઇડ પર જવાનું છે( http://www.mudra.org.in/ ). ત્યાંથી તમારે લોન એપ્લીકેશન ફોર્મ ડાઉનલોડ કરવાનું છે. તમને જણાવી દઈએ કે શિશુ લોન માટે ફોર્મ અલગ છે અને કિશોર અને તરુણ માટેનું ફોર્મ એક જ છે. લોન એપ્લીકેશનમાં મોબાઈલ નંબર, આધાર નંબર, નામ, એડ્રેસ વગેરે જાણકારી આપો.

2 ) 2 પાસપોર્ટ ફોટાને લગાવો. ફોર્મ ભરાઈ ગયા પછી, કોઈ પણ સાર્વજનિક અથવા પ્રાઈવેટ બેંકમાં જાવ અને બધી જ પ્રક્રિયાને પૂરી કરો. બેંકના બ્રાન્ચ મેનેજર તમારા કામકાજ વિશે જાણકારી માંગશે. તે આધાર પર તમારી PMMY ની લોનને પૂરી કરે છે.

3 ) આમ તમે PNB બેંક માંથી લોન લઈને પોતાનો વ્યવસાય શરૂ કરી શકો છો. તેમજ જો તમારો કોઈ વ્યવસાય શરૂ છે અને તમે તેને વધારવા માંગો છો. તો તેમાં પણ તમને તેનાથી મદદ મળી શકે છે. આમ તમે સરકારની આ આવી મદદથી પોતાનો બિઝનેસ શરૂ કરી શકો છો તેમજ વિકાસ કરી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment