હવાઈ ગયેલા પાપડને ફેંકવા કરતા અજમાવો આ 3 માંથી કોઈ 1 ટીપ્સ. ફરીવાર થઈ જશે એકદમ ક્રિસ્પી અને તાજા જેવા જ….

વરસાદની ઋતુમાં ભેજના કારણે ખાવા-પીવાની વસ્તુઓ જલ્દી ખરાબ થઈ જાય છે અને હવાઈ પણ જાય છે. ખાસ કરીને આ ઋતુમાં ચિપ્સ, પાપડ અને નમકીન વસ્તુઓને જો સારી રીતે પેક કરવામાં ન આવે તો તે ભેજવાળી થઈ જાય છે એટલે કે તેમાં ભેજ વાળી હવા લાગી જાય છે. ઘણી સ્ત્રીઓની એ પણ ફરિયાદ હોય છે કે, સારી રીતે પેક કરવા છતાં પણ ચિપ્સ અને પાપડ હવાઈ જાય છે અને ક્રિસ્પી નથી રહેતું.

હવાઈ ગયા પછી પાપડ અને ચિપ્સ સ્વાદ વગરના લાગે છે. ખાસ કરીને, જો પાપડ આ ઋતુમાં હવાઈ જાય તો તે કાગળ જેવા થઈ જાય છે. લગભગ એવું બનતું હોય છે કે, સ્ત્રીઓ પાપડ હવાઈ ગયા પછી તેને ફેંકી દે છે, પરંતુ અન્નની બરબાદી કરતાં પહેલા તેને સુધારી લેવી જોઈએ.

આજે અમે તમને જણાવશું કે, બટેટાની ચિપ્સ અને પાપડ હવાઈ ગયા છે, તો તેને બીજીવાર કેવી રીતે ક્રિસ્પી બનાવી શકાય છે. તેની 3 સહેલી રીત છે, તેમાંથી તમને જે પણ સરળ લાગે તેને તમે અપનાવી શકો છો.

માઇક્રોવેવનો ઉપયોગ કરો : જો તમારા ઘરમાં માઇક્રોવેવ છે, તો તમે હવાઈ ગયેલા પાપડને માઇક્રોવેવની મદદથી ફરી ક્રિસ્પી બનાવી શકો છો. આ માટે તમારે આ સ્ટેપને ફોલો કરવા પડશે. સૌથી પહેલા પાપડને બેકિંગ ટ્રે માં લો. હવે ઓવન અથવા માઇક્રોવેવને 110 ડિગ્રી સેલ્સિયસ પર 30 સેકન્ડ માટે સેટ કરો.

30 સેકેંડ પછી માઇક્રોવેવમાંથી બહાર કાઢો. જ્યારે તમે પાપડને બહાર કાઢશો ત્યારે, તે તમને મુલાયમ જ લાગશે. પરંતુ તે ઠંડો થઈ ગયા પછી ક્રિસ્પી થઈ જશે. જો તમે હવાઈ ગયેલા પાપડને ફરીવાર ક્રિસ્પી બનાવીને સ્ટોર કરવા માંગો છો, તો હંમેશા તેને એક એરટાઈટ પ્લાસ્ટિક બેગમાં બંધ કરી લો અને પછી એવા ડબ્બામાં રાખો, જ્યાં તેને હવા ન લાગી જાય.

લોઢી પર પાપડને શેકો : બટેટાના પાપડ હોય કે પછી દાળના, જો તે હવાઈ જાઈ છે, તો તમે તેને લોખંડની લોઢી પર ફરી શેકીને ક્રિસ્પી બનાવી શકો છો. તો ચાલો અમે તમને જણાવીએ એ કેવી રીતે. સૌથી પહેલા લોખંડની લોઢીને પ્રીહીટ કરી લો. આ પછી તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે, પછી લોઢીને તપાવવાની નથી, એટલે કે ગેસને જગાવવાનો નથી. જો તમે આવું કરશો તો, ગરમ લોઢી પર પાપડ બળી જશે.

લોઢી જ્યારે ગરમ થઈ જાય એ પછી તેના ઉપર પાપડને રાખો. એક સાફ કિચન કપડાંને 3 થી 4 વખત ફોલ્ડ કરો અને પછી તેના વડે પાપડને થોડો દબાવો અને તેને શેકી લો. આમ, કરવાથી પાપડ ફરીવાર ક્રિસ્પી બની જશે. આ રીતને અપનાવતા પહેલા ધ્યાનમાં રાખો કે, પાપડ બળી ન જાય. આમ, થવાથી પાપડનો સ્વાદ ખરાબ થઈ જાય છે.

ડીપ ફ્રાય કરો : જો તમે પાપડને વિના મહેનતે ક્રિસ્પી બનાવવા માંગો છો, તો તમે પાપડને ડીપ ફ્રાય પણ કરી શકો છો. ચાલો અમે તમને જણાવીએ એ કંઈ રીતે કરી શકાય છે. તમારે સૌથી પહેલા એક લોયામાં તેલને ગરમ કરવા માટે મૂકવાનું છે. તમારે એ વાતનું ધ્યાન રખવાનું છે કે, તમારે ફ્રેશ તેલનો જ ઉપયોગ કરવાનો છે. યુઝ કરેલ તેલમાં જો પાપડને તમે ફ્રાય કરશો તો પાપડનો સ્વાદ ખરાબ થઈ શકે છે.

જ્યારે તેલ ગરમ થઈ જાઈ એ પછી પાપડને લોયામાં નાખો. ફ્રાય કરેલ પાપડ અથવા શેકેલ પાપડને ફરી ફ્રાય કરો છો, તો તમારે તેને વધારે વાર સુધી ફ્રાય નથી કરવાનો. માત્ર 2 સેકેંડ માટે જ તેને ફ્રાય કરવાનો છે. આ પછી થોડી વાર સુધી પાપડને ટુવાલમાં રાખી દો. ઠંડો થવા પર પાપડ ક્રિસ્પી થઈ જશે. આ રીતે તમે હવાઈ ગયેલ પાપડને ફરીવાર ક્રિસ્પી બનાવીને ખાવા લાયક બનાવી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment