સામાન્ય ઘાસ જેવી દેખાતી આ વસ્તુ માર્કેટમાં વેંચાય છે એક લાખ રૂપિયા પ્રતિ કિલોના ભાવે | ખેતી કરીને કમાઈ શકો છો કરોડો રૂપિયા..

મિત્રો તમે લગભગ દરેક શાકભાજી ખાતા હશો. પણ તે શાકભાજીની કિંમત વધુમાં વધુ 100 રૂપિયા હોય શકે છે. પણ એક એવી શાકભાજી પણ છે જેની કિંમત જાણીને તમે તેના વિશે ખાવાનું તો ઠીક પણ જાણવા જરૂર માંગશો. આ એક એવી સબ્જી છે જેને તમે એક કિલોના એક લાખ રૂપિયાના ભાવે ખાઈ શકો છો. ચાલો તો જાણીએ કે એવી તો કંઈ શાકભાજી છે જેના એક કિલોના ભાવ એક લાખ રૂપિયા..!

જો તમને કહેવામાં આવે કે એક શાકભાજીની કિંમત એક કિલોના એક લાખ રૂપિયા છે તો તમે વિશ્વાસ નહિ કરો. પરંતુ દુનિયામાં એક એવી શાકભાજી છે જેની કિંમત  એક લાખ રૂપિયા છે. આ શાકભાજીનું નામ છે હોપશુટ્સ છે. જે દેખાવમાં ઘાસ જેવી લાગે છે. પરંતુ આની કિંમત ખુબ જ વધુ છે. ખાસ વાત એ છે કે, હવે હોપશુટ્સને પણ ભારતમાં ઉગાડવામાં આવશે. બિહારમાં ઔરંગાબાદ જીલ્લામાં પરીક્ષણના આધાર પર તેને શરૂ કરવામાં આવી છે.આ ખેડૂત કરશે આ શાકભાજીની વાવણી : ભારત માટે આ મોટી ઉપલબ્ધિ છે. એક રિપોર્ટના પ્રમાણે બિહારના ઔરંગાબાદ જિલ્લાના નવિનનગરના કરમદિહ ગામનો 38 વર્ષનો ખેડૂત અમરેશ સિંહ પોતાની જમીનમાં હોપશુટ્સની ખેતી કરવા જઈ રહ્યો છે. ભારતમાં હોપશૂટ્સ શાકભાજીની ખેતી કરવા વાળો આ પહેલો ખેડૂત હશે. જો કે હકીકતમાં આ ગર્વની વાત છે.

સ્પેશિયલ ઓડર મળે છે હોપશુટ્સ : હોપશુટ્સની કિંમત એટલી વધારે રહેવાનું કારણ છે તેનાથી મળતા લાભ. તમને જણાવી દઈએ કે, 6 વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય બજારોમાં આની કિંમત એક લાખ રૂપિયાની હતી. જો એની ભારતમાં કોઈની જરૂરત હોય તો તેના માટે સ્પેશિયલ ઓર્ડર કરવો પડે છે. હોપશુટ્સની ખેતી 60% સફળતાપૂર્વક થઈ છે. હોપશુટ્સ વિશે અમરેશનું કહેવું છે કે, જો સરકાર આ ખેતીને કરવા માટે સાથ આપે તો ખેડૂતોને અન્ય ફસલ કરતાં દસ ગણો વધુ ફાયદો થઈ શકે છે.આ ખેતીને વૈજ્ઞાનિકની સામે કરવામાં આવે છે. વારાણસીમાં સ્થિત ભારતીય શાકભાજી અનુસંધાન સંસ્થાના કૃષિ વૈજ્ઞાનિક ડો. લાલની સામે તેની ખેતી કરવામાં આવે છે. અમરેશને વારાણસીમાં ઉપલબ્ધ ભારતીય શાકભાજી અનુસંધાન સંસ્થાથી લાવ્યા પછી બે મહિના પહેલા આ શાકભાજીના વૃક્ષ વાવવામાં આવે છે. અમરેશએ પોતાની આ ખેતીને લઈને ઉમ્મીદ રાખી છે કે, તેની આ મહેનત  સફળ થાય તો ખેતી ક્ષેત્રમાં આ એક મોટું પરિવર્તન હશે.

કોને કામમાં આવે છે આ હોપશુટ્સ : હોપશુટ્સ આટલી મોંઘી છે તો તેમાં કોઈ ખાસ વાત હશે એ વાત સાચી છે. જો કે હોપશુટ્સના ફળ, ફૂલ અને ડાળીઓ બધાનો ઉપયોગ કરવામાં આવે છે. હોપશુટ્સના પ્રયોગમાં એન્ટીબાયોટીક દવા બનાવવામાં આવે છે. સાથે તેના થડથી બનેલી દવાથી ટીબી જેવી જાનલેવા બિમારીનું નિદાન કરવામાં આવે છે. હોપશુટ્સના ફૂલને સ્ટ્રોબાઈલના નામથી ઓળખવામાં આવે છે. યુરોપી દેશમાં હોપશુટ્સની ખુબ માંગ છે. લોકો તેનો ઉપયોગ કેટલાક પ્રકારે કરે છે. કેટલાક પ્રકારની બીમારીથી દૂર રહેવા માટે આનો પ્રયોગ કરવામાં આવે છે. 11 મી શતાબ્દીમાં હોપશુટ્સની શોધ કરવામાં આવી હતી અને હર્બલ ચિકિત્સામાં તેનો ઉપયોગ શાકભાજીના રૂપે કરવામાં આવે છે.  કહેવાય છે કે, તેનો ઉપયોગ એમાં ઉપલબ્ધ એસિડથી કેંસર જેવી બીમારીને પણ દૂર કરી શકાય  છે. જો કે અત્યારે તેની ખેતી યુરપિયન દેશોમાં જેમ કે બ્રિટેન, જર્મની અને અન્યમાં કરવામાં આવે છે.પહેલા પણ થતી હતી ખેતી : હોપશુટ્સની ખેતી હવે બીજી વખત ભારતમાં શરૂ થઈ છે. જો કે પહેલા હિમાચલ પ્રદેશમાં તેને વાવવામાં આવતી હતી. પરંતુ મોંઘી કિંમતના લીધે આ ખેતી લાંબા સમય સુધી ટકી શકી નહિ. ત્યાં એની બીજી વખત શરૂ કરવામાં આવી છે. જેને લઈને વધારે ઉમ્મીદ છે.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment