બાળકોમાં આ પ્રકારનો દુઃખાવો છે ચિંતાનો વિષય, નજરઅંદાજ કરશો તો આવી શકે છે મોંઘી સર્જરી. જાણો દુઃખાવાના લક્ષણો.

કમર અને ગળાના દુઃખાવાની સમસ્યાથી પહેલા વડીલો જ પરેશાન જોવા મળતા હતા. પરંતુ આજે આ સમસ્યા સ્કૂલ જતા વાળા બાળકોને પણ થાય છે. આ સમસ્યાનું નિદાન ન કરવાથી આ સમસ્યા ખુબ મોટી થઈ શકે છે. આજકાલના સમયમાં પીઠ દર્દની એક મોટી સમસ્યા બની ગઈ છે. પહેલા જ્યાં આ સમસ્યાથી ખાલી વડીલો હેરાન હતા, હવે આ બીમારીથી બાળકો પણ શિકાર બની રહ્યા છે. પહેલા આ સમસ્યા માટે સ્કુલ બેગને કારણ બતાવવામાં આવતા હતા. પરંતુ આ સમસ્યાનું કારણ ઓનલાઈન ક્લાસને ગણવામાં આવે છે. પરંતુ આ વચ્ચેનો સવાલ એ જ બની રહ્યો છે કે છેવટે આવું શા માટે થાય છે, કેમ બાળકોને જલ્દી આ સમસ્યા થઈ રહી છે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આજ કાલની જીવનશૈલી ખુબ હદ સુધી જવાબદાર છે. મોટા હોય કે નાના એ લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેઠા રહે છે. અને કલાકો સુધી મોબાઈલ અને કોમ્પ્યુટરમાં લાગેલા હોય છે. જેને લીધે કમર પર વધારે પ્રભાવ પડે છે. એની સિવાય આ સમસ્યા ગળા સુધી પહોંચી જાય છે. અને સવાઈકલ જેવી બીમારી બની જાય છે. અત્યારે જ એક રિપોર્ટ સામે આવી છે કે, જે વધારે ભયાનક છે. આ રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે 13 વર્ષથી ઓછી ઉંમરના લોકો લગભગ 68% બાળકોને આ સમસ્યાની શિકાયત છે. એવામાં આવા બાળકોની કમરની સમસ્યા અને શારીરિક સમસ્યાને ક્યારે ગંભીર લેવામાં આવશે તે સમજવું પડશે.માતા-પિતાએ સમજવી પડશે જવાબદારી : એક સારી જીવનશૈલી અને થોડી વધારે એક્સરસાઇઝ દ્વારા પીઠ દર્દમાં રાહત મેળવી શકીએ છીએ. એવામાં જો કોઈ વડીલને આવી સમસ્યા થાય છે તો એ સરળ રીતે પોતાની સમસ્યા બતાવી શકે છે. પરંતુ બાળકોની બાબતમાં એવું ઓછું બનતું હોય છે. તેઓ ક્યારેક આ પ્રકારના દુઃખાવાને લેટ-ગો કરી દેતા હોય છે. કારણ કે દવાથી બચી શકાય. પરંતુ વધારે પ્રમાણમાં તમારા બાળકને થતી કમરના દુઃખાવાથી અને ગળાના દુઃખાવાના લક્ષણને સમજવું પડશે. જો કે કમર દર્દના ઘણા કારણ હોય શકે છે. જે આ પ્રમાણે છે. લાંબા સમય સુધી સ્કૂલમાં બેસી રહેવું, ગેજેટ્સનો ઉયયોગ કરતી વખતે ખોટી પોઝિશનમાં બેસવું, રમતી વખતે અથવા ફિઝિકલ એક્ટિવિટી વખતે ધ્યાન ન આપવું, આ બધા કારણો માતા-પિતાએ સમજવા પડશે અને તેને ઠીક કરવા માટે બાળકોની મદદ કરવી પડશે.

કેવા પ્રકારનો દુઃખાવો છે ચિંતાનો વિષય : એવું પણ નથી કે તમારા બાળકોને થતાં દરેક પ્રકારના દુઃખાવા  ચિંતા જનક હોય છે. એમાંથી કેટલાક દુઃખાવા એવા હોય છે કે જે ખાલી બેસવાની પોઝિશનને લીધે થાય છે. જો કે બીજી કોઈ મોટી સમસ્યાનો સંકેત હોય શકે છે. એટલા માટે કેવા પ્રકારના દુઃખાવો ચિંતાનો વિષય છે.મૈકેનિકલ બેક પેઈન : બાળકોને થતાં પીઠ દર્દ સામાન્ય રીતે ખોટી રીતે બેસવાને લીધે થાય છે અને ખરાબ જીવનશૈલીને લીધે થાય છે. આ દુઃખાવાને ઠીક કરવા માટે તમારે ખાલી આ વાતનું ધ્યાન રાખવું પડશે કે, તમારા બાળક એક રાઈટ પોઝિશનમાં બેઠા છે અને થોડું રમવું અને એકસરસાઈઝ કરવું, આ સિવાય મૈકેનિકલ બેક પેઈનનું કારણ લાંબા સમય સુધી બેડ પર બેસીને વાંચવું અને વધારે સમય સુધી સ્લાઉચ કરતું રહેવું. આ સિવાય કોમ્પ્યુટરની જગ્યાએ લેપટોપ મૂકીને સ્ક્રીન તરફ જોવાથી પણ ગળાની સમસ્યા થઈ શકે છે. કારણ કે આ સમયે ગળદન સ્ક્રીન તરફ ઝુકેલી હોય છે. તેને લીધે ગરદનની સમસ્યા થઈ શકે છે. માટે રાઈટ પોઝિશનમાં બેસવું જોઈએ.

કમર દર્દના ઘણા અસાધારણ કારણ : પીઠ દર્દ ઘણા કારણોમાં એક કારણ છે કે, લાંબા સમય સુધી મોબાઈલમાં ચેટ કરવી, એક મુદ્રામાં બેસવું. તેમજ સ્ટડી ટેબલ પર એકધારું બેસવું. સાથે કોમ્પ્યુટરમાં લાંબા સમય સુધી કામ કરવું. તેનાથી ગળાની પાછળ વધુ ફેટ જમા થાય છે. અથવા કમરની તકલીફ થાય છે.સ્પોન્ડીલોસિસ : એવા બાળકો જે જીમનાસ્ટીક, રેસલિંગ, ડ્રાયવિંગ, ફૂટબોલ અને હોકી જેવી રમત રમે છે તેની કમર પર અસર થાય છે. જેને  સ્પોન્ડીલોસિસ નામની સમસ્યા કહે છે. આ સમસ્યામાં વ્યક્તિ જ્યારે આગળની બાજુ નમે છે ત્યારે દુઃખાવો થાય છે. આગળ જતા આ સમસ્યા મણકાની સમસ્યા બની શકે છે.

ખંભા વચ્ચે દુઃખાવો : જો તમારા બાળકને ખંભા વચ્ચે દુઃખાવાની તકલીફ છે તો તેનું કારણ રમતી વખતે કોઈ ચોટ પણ હોય શકે છે. આ સિવાય મણકામાં સોજો, પોસ્ટયુરલ તણાવ પણ હોય શકે છે. આ દુઃખાવાને નજરઅંદાજ કરવો ન જોઈએ. આથી સમસ્યાનું તરત જ નિવારણ કરવું જોઈએ.કમરની આસપાસ સોજો અને દુઃખાવો : જો મણકા પાસે કોઈ સોજો છે દુઃખાવો છે, અથવા તાવ છે આ સિવાય અચાનક બાળકનું વજન ઓછું થઈ રહ્યું છે તો માતા પિતા સાવધાન થઈ જાવ. જો કે સામાન્ય રીતે આ સમસ્યાથી છુટકારો મેળવવા માતા પિતા પેઈનકિલરનો ઉપયોગ કરે છે. પણ એવું ન કરવું જોઈએ. આથી કોઈ ડોક્ટરને બતાવીને તેનો ઈલાજ કરવો.

ગોળાકાર કમર હોવાને લીધે દુઃખાવો : તમે જોયું હશે કે લોકોની કમરને ઉપરના ભાગે થોડી ગોળ આકારમાં જોવા મળે છે. જ્યારે ઘણા લોકોની કમર જન્મથી એવી હોય છે. જ્યારે ઘણી વખત ઇન્ફેક્શનને કારણે પણ થઈ શકે છે.

ઇન્ફેક્શન અથવા ટ્યુમર : 10 વર્ષની ઉંમરમાં કોઈ નાના બાળકને પીઠ દર્દ કોઈ સંક્રમણને કારણે પણ હોય શકે છે. આ ટ્યુબ કલર અને બેક્ટેરિયા એ કારણે હોય શકે છે.મસલ્સ સ્ટેન : જો બાળક કોઈ પણ પ્રકારની રમત સાથે જોડાયેલ છે તો અને એક જ મસલ્સનો વારંવાર ઉપયોગ કરે છે તો માંસપેશીઓમાં તકલીફ થાય છે આ સમસ્યા દુઃખાવાનું કારણ બની શકે છે.

સૂચનાઓ : બાળકના માતા પિતાએ બાળકને થતા આ દુઃખાવાને નજરઅંદાજ ન કરવો. જો બાળકની ઉંમર 4 વર્ષ છે તો તેને નજરઅંદાજ ન કરો. પીઠ દર્દ એક મહિનામાં ન મટે તો તેને ગંભીરતાથી લો. જો પીઠ દર્દ દરરોજ પરેશાની કરે છે તો તરત જ એક્શન લો.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment